MI vs GT : રોમાંચક મેચમાં ગુજરાતની શાનદાર જીત, મુંબઈને 6 રને હરાવ્યું
GT Vs MI ; ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની પાંચમી મેચ રવિવારે (24 માર્ચ) અમદાવાદના (Ahmedabad )નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં શુભમન ગીલની આગેવાનીમાં ગુજરાતની ટીમે 6 રનથી જીત મેળવી હતી.
169 રનના ટાર્ગેટના જવાબમાં હાર્દિક પંડ્યાની (Hardik Pandya )કેપ્ટન્સી હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ 9 વિકેટે 162 રન જ બનાવી શકી હતી. ટીમ માટે ઈમ્પેક્ટ પ્લેયર ડીવાલ્ડ બ્રેવિસે સૌથી વધુ 46 રન અને રોહિત શર્માએ 43 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે તિલક વર્માએ 25 રન બનાવ્યા હતા.
Now that's a 𝘾𝙤𝙢𝙚𝙗𝙖𝙘𝙠 😍
Umesh Yadav with the all important wicket of Hardik Pandya when it mattered the most 👏
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱
Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI | @gujarat_titans pic.twitter.com/1ijg3ISCCt
— IndianPremierLeague (@IPL) March 24, 2024
ગુજરાતના બોલરોએ મુંબઈને હરાવ્યું
ગુજરાતની ટીમ માટે સ્પિનરોએ મિડલ ઓર્ડરમાં સારું પ્રદર્શન કર્યું હતું અને નિયમિત અંતરે વિકેટો લીધી હતી. ત્યારબાદ અંતે ઝડપી બોલર મોહિત શર્મા, સ્પેન્સર જોન્સન અને ઉમેશ યાદવે પોતાની ગતિથી મુંબઈને હરાવી દીધું. ત્રણેયએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે સ્પિનરોમાં અઝમતુલ્લા ઉમરઝાઈએ 2 અને સાઈ કિશોરે 1 વિકેટ લીધી હતી. મુંબઈની ટીમને છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ ઉમેશ યાદવના પહેલા બોલ પર સિક્સર અને બીજા બોલ પર ફોર ફટકારી હતી. પરંતુ તે પછી ઉમેશે જોરદાર વાપસી કરી હતી અને પંડ્યા બાદ તેણે પિયુષ ચાવલાને સતત બોલ પર આઉટ કરીને મેચ જીતી લીધી હતી.
A game of ᴇʙʙꜱ & ꜰʟᴏᴡꜱ 🫡@gujarat_titans display quality death bowling to secure a remarkable 6️⃣ run win over #MI 👏@ShubmanGill's captaincy starts off with with a W
Scorecard ▶️https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/jTBxANlAtk
— IndianPremierLeague (@IPL) March 24, 2024
સુદર્શન અને ગિલે શાનદાર ઇનિંગ્સ રમી હતી
આ મેચમાં શુભમન ગીલની કેપ્ટન્સીમાં ગુજરાતની ટીમે 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. ટીમ માટે સાઈ સુદર્શને સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. આ સિવાય ગિલે 31 રન બનાવ્યા હતા. જ્યારે મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 14 રનમાં 3 વિકેટ લીધી હતી. ગેરાલ્ડ કોએત્ઝીને 2 અને પીયૂષ ચાવલાને 1 સફળતા મળી.
David Miller joins Sai Sudarshan 🤜🤛
They reach 114/3 after 14 overs
What target are @gujarat_titans looking on from here 🤔
Follow the match ▶️ https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/4vvuApNfXv
— IndianPremierLeague (@IPL) March 24, 2024
ગુજરાતની ટીમે 31 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જસપ્રિત બુમરાહે ક્લીન બોલ્ડ રિદ્ધિમાન સાહા (19). આ પછી ટીમે 62 રનના સ્કોર પર શુભમન ગિલ (31)ના રૂપમાં બીજી વિકેટ ગુમાવી હતી. પીયૂષ ચાવલાએ તેને શિકાર બનાવ્યો હતો. ગુજરાતે 104 રનમાં ત્રીજી વિકેટ ઉમરઝાઈ (17)ના રૂપમાં ગુમાવી હતી.આ વખતે ગુજરાતની ટીમ માટે ત્રણ ખેલાડીઓએ ડેબ્યુ કર્યું હતું. આ ત્રણ ખેલાડીઓ હતા સ્પેન્સર જોન્સન, અઝમતુલ્લા ઓમરઝાઈ અને ઉમેશ યાદવ. આ સિઝનમાં બંને ટીમોની આ પ્રથમ મેચ હતી, જેમાં ગુજરાતે જીત સાથે પોતાનું ખાતું ખોલ્યું હતું, જ્યારે મુંબઈનો પરાજય થયો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ: ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, તિલક વર્મા, નમન ધીર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ અને લ્યુક વુડ.
ઈમ્પેક્ટ સબ: ડેવાલ્ડ બ્રુઈસ, રોમારિયો શેફર્ડ, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, મોહમ્મદ નબી.
ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, ઉમેશ યાદવ, સાઈ કિશોર અને સ્પેન્સર જોન્સન.
આ પણ વાંચો -RR vs LSG : રાજસ્થાને છેલ્લી ઓવરોમાં પલટી બાજી, લખનૌને 20 રને હરાવ્યું
આ પણ વાંચો -PBKS Vs DC : સેમ કરન-લિવિંગસ્ટનની તોફાની ઇનિંગ, પંજાબની 4 વિકેટે જીત
આ પણ વાંચો -KKR vs SRH : હેનરિક ક્લાસેનની તોફાની ઇનિંગ એળે ગઇ, કોલકાતાની 4 રને જીત