ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

KKR vs RR: જોસ બટલરની શાનદાર સદી, રાજસ્થાનની 2 વિકેટે શાનદાર જીત

KKR vs RR: રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 વિકેટે હરાવ્યું હતું. જોસ બટલરે 107 રનની અણનમ મેચ-વિનિંગ ઇનિંગ રમીને પોતાની ટીમને હારેલી મેચ જીતાડવી હતી. બટલરના બેટમાંથી 9 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા. બટલર રાજસ્થાન માટે...
12:06 AM Apr 17, 2024 IST | Hiren Dave
Jos Buttler

KKR vs RR: રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 વિકેટે હરાવ્યું હતું. જોસ બટલરે 107 રનની અણનમ મેચ-વિનિંગ ઇનિંગ રમીને પોતાની ટીમને હારેલી મેચ જીતાડવી હતી. બટલરના બેટમાંથી 9 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા. બટલર રાજસ્થાન માટે વન મેન આર્મી સાબિત થયો. સુનીલ નારાયણ (109 રન)ની સદીની મદદથી KKRએ 20 ઓવરમાં 223 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને છેલ્લા બોલે લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.

બટલર અને પોવેલ વચ્ચે 27 બોલમાં 57 રનની પાર્ટનરશિપ થઈ હતી

બટલરની ઇનિંગને કારણે રાજસ્થાને 8 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.બટલર સિવાય રિયાન પરાગે 14 બોલમાં 34 રન બનાવ્યા હતા. અંતમાં રોવમેન પોવેલે 13 બોલમાં 26 રન બનાવ્યા હતા. બટલર અને પોવેલ વચ્ચે 27 બોલમાં 57 રનની પાર્ટનરશિપ થઈ હતી, જે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. બીજી તરફ KKR ટીમ તરફથી હર્ષિત રાણા, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે વૈભવ અરોરાને 1 સફળતા મળી હતી.

 

નરેનની તોફાની સદીની ઇનિંગ્સથી મોટો સ્કોર

મેચમાં ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમે 6 વિકેટ ગુમાવીને 223 રન બનાવ્યા હતા. સુનીલ નારાયણે ટીમ માટે તોફાની બેટિંગ કરી અને 49 બોલમાં સદી ફટકારી. મેચમાં નરેને 56 બોલમાં 109 રનની કુલ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.જ્યારે અંગક્રિશ રઘુવંશીએ 30 રન બનાવ્યા હતા. બીજી તરફ રાજસ્થાન ટીમના તમામ બોલરો ખરાબ રીતે પીટાઈ ગયા હતા. આ દરમિયાન અવેશ ખાને આર્થિક રીતે બોલિંગ કરી અને 2 વિકેટ લીધી. કુલદીપ સેનને પણ 2 સફળતા મળી. ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલને 1-1 સફળતા મળી હતી.

રાજસ્થાન અને KKR વચ્ચે રોમાંચક મેચ

જ્યારે પણ KKR અને રાજસ્થાનની ટીમો સામસામે આવી છે ત્યારે ચાહકોને રોમાંચક જંગ જોવા મળ્યો છે. બંને ટીમો વચ્ચે 29 મેચ રમાઈ છે. આમાં બંને ટીમોએ 14-14 મેચમાં બરાબરી પર જીત મેળવી છે. 1 મેચ અનિર્ણિત રહી.

આ  પણ  વાંચો - IPL :સુનીલ નારાયણની તોફાની સદી, રાજસ્થાનને જીત માટે 224 રનનો ટાર્ગેટ

આ  પણ  વાંચો - Report : Hardik Parndya ને લઈને BCCI લઇ શકે છે આ મોટો નિર્ણય, જાણો શું છે કારણ…

Tags :
Avesh KhanIPLIPL 2024Jos ButtlerKKRKKR vs RRKolkata Knight RidersPhil SaltSunil Narine
Next Article