ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ODI ક્રિકેટનો બાદશાહ બન્યો કિંગ કોહલી, એક જ મેચમાં આ ત્રણ મોટા રેકોર્ડ કર્યા ધ્વંસ

ભારતના કોહિનૂર વિરાટ કોહલીએ ન્યુજીલેંડ સામે પોતાની સદી પૂરી કરીને નવો વિક્રમ સર્જ્યો છે. આ સદી બાદ તેણે ODI ક્રિકેટમાં ઈતિહાસના પાના પર પોતાનું નામ અમર કરી લીધું છે. વિરાટ કોહલી હવે સૌથી વધુ ODI સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો...
05:54 PM Nov 15, 2023 IST | Harsh Bhatt

ભારતના કોહિનૂર વિરાટ કોહલીએ ન્યુજીલેંડ સામે પોતાની સદી પૂરી કરીને નવો વિક્રમ સર્જ્યો છે. આ સદી બાદ તેણે ODI ક્રિકેટમાં ઈતિહાસના પાના પર પોતાનું નામ અમર કરી લીધું છે. વિરાટ કોહલી હવે સૌથી વધુ ODI સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે, આ વખતે તેણે સદી ફટકારીને સચિનને ​​પાછળ છોડી દીધો છે. એટલું જ નહીં, આ સદીની ઇનિંગ્સમાં વિરાટે સચિનના ત્રણ મોટા રેકોર્ડ તોડ્યા છે. વિરાટે 113 બોલમાં 9 ચોગ્ગા અને બે છગ્ગા સાથે શાનદાર 117 રન બનાવ્યા હતા.

વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ રન

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ હવે સચિન તેંડુલકરના 2003 વર્લ્ડ કપમાં બનાવેલા 673 રનના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ વર્લ્ડ કપમાં કોઈપણ બેટ્સમેનના સૌથી વધુ રન હતા. હવે વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટરનો આ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ચાલો આ રેકોર્ડની સંપૂર્ણ યાદી જોઈએ

વિરાટ કોહલી- 694 રન (2023)*
સચિન તેંડુલકર- 673 રન (2003)
મેથ્યુ હેડન- 659 (2007)
રોહિત શર્મા- 648 (2019)
ડેવિડ વોર્નર- 647 (2019)

વર્લ્ડ કપમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર

સચિન તેંડુલકરે 2003 વર્લ્ડ કપમાં સૌથી વધુ સાત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યા હતા. હવે વિરાટ કોહલીએ 2023 વર્લ્ડ કપમાં આઠમી વખત ફિફ્ટી પ્લસ બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપની 10 મેચમાં પાંચ અડધી સદી અને ત્રણ સદી ફટકારી છે. ચાલો આ રેકોર્ડની સંપૂર્ણ યાદી પણ જોઈએ:-

8 – વિરાટ કોહલી (2023)
7 - સચિન તેંડુલકર (2003)
7 – શાકિબ અલ હસન (2019)
6 – રોહિત શર્મા (2019)
6 – ડેવિડ વોર્નર (2019)

આ એક સદીની ઇનિંગ્સ સાથે તેણે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને ત્રણ મોટા રેકોર્ડ પાછળ છોડી દીધા છે. આ સાથે વિરાટ કોહલી હવે ODI ક્રિકેટનો નવો સદીનો બાદશાહ બની ગયો છે. વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર પણ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 80મી સદી પણ હતી. તેની પાસે ટેસ્ટમાં 29 સદી, વનડેમાં 50 અને T20 ઈન્ટરનેશનલમાં એક સદી છે.

આ પણ વાંચો -- ન્યુજીલેંડ સામે સેમિફાઇનલ મેચમાં ઉતરતાની સાથે જ વિરાટ કોહલી નીકળ્યો સચિનથી આગળ, બનાવ્યો આ મોટો રેકોર્ડ

Tags :
ICCRecordssachin tendulkarVirat Kohliworld cup 2023
Next Article