ODI ક્રિકેટનો બાદશાહ બન્યો કિંગ કોહલી, એક જ મેચમાં આ ત્રણ મોટા રેકોર્ડ કર્યા ધ્વંસ
ભારતના કોહિનૂર વિરાટ કોહલીએ ન્યુજીલેંડ સામે પોતાની સદી પૂરી કરીને નવો વિક્રમ સર્જ્યો છે. આ સદી બાદ તેણે ODI ક્રિકેટમાં ઈતિહાસના પાના પર પોતાનું નામ અમર કરી લીધું છે. વિરાટ કોહલી હવે સૌથી વધુ ODI સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે, આ વખતે તેણે સદી ફટકારીને સચિનને પાછળ છોડી દીધો છે. એટલું જ નહીં, આ સદીની ઇનિંગ્સમાં વિરાટે સચિનના ત્રણ મોટા રેકોર્ડ તોડ્યા છે. વિરાટે 113 બોલમાં 9 ચોગ્ગા અને બે છગ્ગા સાથે શાનદાર 117 રન બનાવ્યા હતા.
Big match
Big occasion
..and a Spectacular Virat Kohli TON! 👑WHAT. A. PLAYER 🫡#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/Y1PANCpBgi
— BCCI (@BCCI) November 15, 2023
વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ રન
HISTORY
Virat Kohli becames the Most run Scorer in a World Cup Edition
Most Runs in a World Cup Edition
674 - Virat Kohli (2023)*
673 - Sachin Tendulkar (2003)
659 - Matthew Hayden (2007)
648 - Rohit Sharma (2019)
647 - David Warner (2019)
606 - Shakib Al Hasan (2019)…— CricBeat (@Cric_beat) November 15, 2023
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ હવે સચિન તેંડુલકરના 2003 વર્લ્ડ કપમાં બનાવેલા 673 રનના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ વર્લ્ડ કપમાં કોઈપણ બેટ્સમેનના સૌથી વધુ રન હતા. હવે વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટરનો આ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ચાલો આ રેકોર્ડની સંપૂર્ણ યાદી જોઈએ
વિરાટ કોહલી- 694 રન (2023)*
સચિન તેંડુલકર- 673 રન (2003)
મેથ્યુ હેડન- 659 (2007)
રોહિત શર્મા- 648 (2019)
ડેવિડ વોર્નર- 647 (2019)
વર્લ્ડ કપમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર
- Fifty vs 🇦🇺
- Fifty vs 🇦🇫
- Hundred vs 🇧🇩
- Fifty vs 🇳🇿
- Fifty vs 🇱🇰
- Hundred vs 🇿🇦
- Fifty vs 🇳🇱
- Fifty vs 🇳🇿- Kohli has 6 fifties & 2 hundreds from just 10 innings in World Cup 2023. pic.twitter.com/nrfQrQ4ddc
— Johns. (@CricCrazyJohns) November 15, 2023
સચિન તેંડુલકરે 2003 વર્લ્ડ કપમાં સૌથી વધુ સાત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યા હતા. હવે વિરાટ કોહલીએ 2023 વર્લ્ડ કપમાં આઠમી વખત ફિફ્ટી પ્લસ બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપની 10 મેચમાં પાંચ અડધી સદી અને ત્રણ સદી ફટકારી છે. ચાલો આ રેકોર્ડની સંપૂર્ણ યાદી પણ જોઈએ:-
8 – વિરાટ કોહલી (2023)
7 - સચિન તેંડુલકર (2003)
7 – શાકિબ અલ હસન (2019)
6 – રોહિત શર્મા (2019)
6 – ડેવિડ વોર્નર (2019)
𝔸𝕝𝕝 ℍ𝕒𝕚𝕝 𝕋𝕙𝕖 𝕂𝕚𝕟𝕘! 👑
As we run out of superlatives for @imVkohli's swashbuckling ODI records, that's it, that's the caption! 🙌🏻
Stay tuned to the 1st Semi-Final #INDvNZ
LIVE NOW | Star Sports Network #WorldCupOnStar pic.twitter.com/OZ7HttGaSf— Star Sports (@StarSportsIndia) November 15, 2023
આ એક સદીની ઇનિંગ્સ સાથે તેણે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને ત્રણ મોટા રેકોર્ડ પાછળ છોડી દીધા છે. આ સાથે વિરાટ કોહલી હવે ODI ક્રિકેટનો નવો સદીનો બાદશાહ બની ગયો છે. વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર પણ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 80મી સદી પણ હતી. તેની પાસે ટેસ્ટમાં 29 સદી, વનડેમાં 50 અને T20 ઈન્ટરનેશનલમાં એક સદી છે.
આ પણ વાંચો -- ન્યુજીલેંડ સામે સેમિફાઇનલ મેચમાં ઉતરતાની સાથે જ વિરાટ કોહલી નીકળ્યો સચિનથી આગળ, બનાવ્યો આ મોટો રેકોર્ડ