ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

World Cup : ક્લોઝિંગ સેરેમનીમાં ઇન્ટરનેશનલ સ્ટાર દુઆ લિપા કરશે પરર્ફોર્મ

ભારતે વર્લ્ડ કપ 2023માં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયા અત્યારસુધી કોઈ મેચ હારી નથી અને હવે આ ટુર્નામેન્ટની ટાઈટલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે....
07:25 PM Nov 16, 2023 IST | Hiren Dave

ભારતે વર્લ્ડ કપ 2023માં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયા અત્યારસુધી કોઈ મેચ હારી નથી અને હવે આ ટુર્નામેન્ટની ટાઈટલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે. આ બધાની વચ્ચે તાજેતરના મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે આ મેચના ક્લોઝિંગ સેરેમનીમાં એક ફેમસ સિંગરને બોલાવવામાં આવશે, જે તેના પર્ફોર્મન્સ ઇવેન્ટમાં ગ્લેમર ઉમેરશે. આ ઈન્ટરનેશનલ સ્ટાર બીજું કોઈ નહીં, પણ દુઆ લિપા છે.

 

સોશિયલ મીડિયા પર અટકળો લગાવવામાં આવી રહી છે
તમને જણાવી દઈએ કે દુઆ લિપા એક પ્રખ્યાત અલ્બેનિયન સિંગર છે અને તે હોલિવૂડ અભિનેત્રી પણ છે. તે ફિલ્મ 'બાર્બી'માં એક્ટિંગ કરતી જોવા મળી હતી. અત્યારે એ સ્પષ્ટ નથી કે દુઆ લિપા વર્લ્ડ કપના ક્લોઝિંગ સેરેમનીમાં પર્ફોર્મ કરશે કે નહીં. BCCI કે ICCએ હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે દુઆ લિપા વર્લ્ડ કપના ક્લોઝિંગ સેરેમનીમાં પર્ફોર્મ કરશે.

 

દુઆનો ફેવરિટ ક્રિકેટર કોણ છે?
દુઆ લિપાએ સ્ટાર સ્પોર્ટ્સ સાથે તેના નવા સિંગલ 'હૌદિની'ને પ્રમોટ કર્યું અને ભારત-નેધરલેન્ડ્સ મેચ પહેલાં દુઆ લિપા સ્ટાર સ્પોર્ટ્સ સેગમેન્ટમાં કેએલ રાહુલ, શુભમન ગિલ અને કેન વિલિયમ્સન સાથે સંબંધિત પ્રશ્નો સાથે વાત કરતી જોવા મળી હતી. દુઆએ કહ્યું હતું કે તે વધારે ક્રિકેટ જોતી નથી, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેનો ફેવરિટ ક્રિકેટર છે. આ વાતચીત બાદ વર્લ્ડ કપમાં તેના પર્ફોર્મન્સના સમાચારો ફેલાઈ રહ્યા છે.

 

દુઆ લિપા એક ઇવેન્ટ માટે આટલો ચાર્જ લે છે
તમને જણાવી દઈએ કે દુઆ એક મોટી ઈન્ટરનેશનલ સેલિબ્રિટી છે અને 28 વર્ષની ઉંમરે તેણે દુનિયાભરમાં ઓળખ મેળવી છે. આ જ કારણ છે કે વર્લ્ડ કપ ઇવેન્ટમાં તેનું પ્રદર્શન ઘણું મોંઘું પડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુઆ એક ઇવેન્ટ માટે 5થી 6 કરોડ રૂપિયા ફી લે છે, જોકે ક્લોઝિંગ સેરેમનીને લઈને હજુ સુધી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

 

આ  પણ  વાંચો -ICC WORLD CUP 2023 : જસપ્રીત બુમરાહ..! પાક્કો અમદાવાદી બોલર…!

 

Tags :
Closing CeremonyCricketICCNarendra Modi StadiumPeople Will Getworld cup 2023
Next Article