Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત સામે ઓસ્ટ્રેલિયા 199 જેટલા નજીવા સ્કોર ઉપર જ ખખડયું, સ્પિનરોના તરખાટ સામે કાંગારુંઓ દેખાયા દુર્બળ

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પણ બેટિંગ માટે ઉતર્યા બાદ ઓસ્ટ્રેલિયાને સ્કોર બોર્ડ ઉપર ભારત માટે ટાર્ગેટ સેટ કરવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જ્યારે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ...
06:21 PM Oct 08, 2023 IST | Harsh Bhatt

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પણ બેટિંગ માટે ઉતર્યા બાદ ઓસ્ટ્રેલિયાને સ્કોર બોર્ડ ઉપર ભારત માટે ટાર્ગેટ સેટ કરવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જ્યારે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ વચ્ચે 69 રનની ભાગીદારી સ્થિર જણાતી હતી, ત્યારે ભારતના સ્પિનરોએ ઓસ્ટ્રેલિયાના સ્કોરિંગ રેટ ઉપર અંકુશ જાળવી રાખ્યો હતો.

રવિન્દ્ર જાડેજાએ 30મી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયનો હચમચી ગયા હતા. જે પહેલા કુલદીપ યાદવે વોર્નરને આઉટ કરીને વોર્નર અને સ્મિથ વચ્ચેની ભાગીદારી તોડી હતી. જાડેજાએ એક જ ઓવરમાં માર્નસ લાબુશેન અને એલેક્સ કેરીને આઉટ કરતા પહેલા સ્મિથને ક્લીન બોલ્ડ કરી તેની પારીનો અંત લાવ્યો હતો.

ભારત માટે અગાઉ ત્રીજી ઓવરમાં જસપ્રિત બુમરાહે ઓપનર મિચેલ માર્શને આઉટ કરીને સફળતા મેળવી હતી. ઓસ્ટ્રેલિયાનો બિગ શો કહેવાતા ગ્લેંન મેક્સવેલ પણ કૂલદીપની ફીરકી સામે ક્લીન બોલ્ડ થયા હતા. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના લોઅર મિડલ ઓર્ડરના બેટ્સમેન પણ પોતાનું યોગદાન આપવામાં અસમર્થ રહ્યા હતા.ઓસ્ટ્રેલિયા અંતે માંડ માંડ 199 રન સુધી પહોંચ્યું.

આ પણ વાંચો : રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું બદલાયું નામ,જાણો કયા નામથી ઓળખાશે

Tags :
ChennaiCricketICCIND VS AUSKuldeep Yadavrohit sharmaSportsTeam IndiaWorld Cup
Next Article