Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત સામે ઓસ્ટ્રેલિયા 199 જેટલા નજીવા સ્કોર ઉપર જ ખખડયું, સ્પિનરોના તરખાટ સામે કાંગારુંઓ દેખાયા દુર્બળ

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પણ બેટિંગ માટે ઉતર્યા બાદ ઓસ્ટ્રેલિયાને સ્કોર બોર્ડ ઉપર ભારત માટે ટાર્ગેટ સેટ કરવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જ્યારે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ...
ભારત સામે ઓસ્ટ્રેલિયા 199 જેટલા નજીવા સ્કોર ઉપર જ ખખડયું  સ્પિનરોના તરખાટ સામે કાંગારુંઓ દેખાયા દુર્બળ

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પણ બેટિંગ માટે ઉતર્યા બાદ ઓસ્ટ્રેલિયાને સ્કોર બોર્ડ ઉપર ભારત માટે ટાર્ગેટ સેટ કરવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જ્યારે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ વચ્ચે 69 રનની ભાગીદારી સ્થિર જણાતી હતી, ત્યારે ભારતના સ્પિનરોએ ઓસ્ટ્રેલિયાના સ્કોરિંગ રેટ ઉપર અંકુશ જાળવી રાખ્યો હતો.

Advertisement

રવિન્દ્ર જાડેજાએ 30મી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયનો હચમચી ગયા હતા. જે પહેલા કુલદીપ યાદવે વોર્નરને આઉટ કરીને વોર્નર અને સ્મિથ વચ્ચેની ભાગીદારી તોડી હતી. જાડેજાએ એક જ ઓવરમાં માર્નસ લાબુશેન અને એલેક્સ કેરીને આઉટ કરતા પહેલા સ્મિથને ક્લીન બોલ્ડ કરી તેની પારીનો અંત લાવ્યો હતો.

Advertisement

ભારત માટે અગાઉ ત્રીજી ઓવરમાં જસપ્રિત બુમરાહે ઓપનર મિચેલ માર્શને આઉટ કરીને સફળતા મેળવી હતી. ઓસ્ટ્રેલિયાનો બિગ શો કહેવાતા ગ્લેંન મેક્સવેલ પણ કૂલદીપની ફીરકી સામે ક્લીન બોલ્ડ થયા હતા. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના લોઅર મિડલ ઓર્ડરના બેટ્સમેન પણ પોતાનું યોગદાન આપવામાં અસમર્થ રહ્યા હતા.ઓસ્ટ્રેલિયા અંતે માંડ માંડ 199 રન સુધી પહોંચ્યું.

Advertisement

  • ઓસ્ટ્રેલિયા 199 જેવા સામાન્ય સ્કોરમાં સમેટાયું
  •  ભારત સામે મેચ જીતવા માટે 200 રનનું લક્ષ્ય
  • જસપ્રિત બુમરાહે ત્રીજી ઓવરમાં મિચેલ માર્શને આઉટ કરીને ભારતને પ્રારંભિક સફળતા અપાવી હતી
  • સ્પિનનર્સ સામે કંગારુઓ દેખાયા દુર્બળ
  • રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ લીધી છે, જ્યારે કુલદીપ યાદવે બે વિકેટ લીધી છે
  • સિરાજ, પંડયા અને અશ્વિનને મળી 1-1 સફળતા અને બૂમરાહને મળી 2 વિકેટ્સ
  • ભારતે રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કર્યો છે, જ્યારે શુભમન ગિલની ગેરહાજરીમાં ઈશાન કિશન રોહિત શર્મા સાથે બેટિંગની શરૂઆત કરશે.
  • વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત માત્ર ચાર વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.

આ પણ વાંચો : રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું બદલાયું નામ,જાણો કયા નામથી ઓળખાશે

Tags :
Advertisement

.