Ind vs SA T20 Series: આજે ટીમ ઇન્ડિયા માટે 'કરો યા મરો'ની સ્થિતિ, સીરિઝ બચાવવા સૂર્યા બ્રિગેડ પાસે અંતિમ તક
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલ ત્રણ મેચની ટી20 સીરિઝ ચાલી રહી છે, જેની આજે અંતિમ મેચ છે. આ ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકા 1-0થી આગળ છે. પહેલી મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જ્યારે બીજી મેચ DLS નિયમોથી સાઉથ આફ્રિકા 5 વિકેટથી જીત્યું હતું. આજે સીરિઝની અંતિમ મેચ રમાશે અને સીરિઝમાં હારથી બચવા માટે ટીમ ઇન્ડિયાને આ મેચ જીતવી ફરજિયાત છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની આજની મેચ ભારતીય સમયાનુસાર રાતે 8.30 કલાકે શરૂ થશે. આ મેચ જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમાશે. આજની મેચ જીતવા માટે ભારતીય ટીમને શાનદાર પ્રદર્શન કરવું પડશે. જો ટીમ આજની મેચ જીતી જશે તો તે સીરિઝને 1-1થી બચાવી શકશે. પરંતુ, ટીમ હારી તો ટી20 સીરિઝમાં 8 વર્ષ બાદ સાઉથ આફ્રિકા સામે આ પરાજય થશે. જણાવી દઈએ કે, ટી20 વિશ્વકપ પહેલા ટીમ ઇન્ડિયા માત્ર 4 ટી20 મેચ રમશે અને હવે તેમની પાસે પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરવાની બહુ તકો નથી.
#TeamIndia have arrived in Johannesburg for the 3rd and final T20I. #SAvIND pic.twitter.com/4aabOX0tVN
— BCCI (@BCCI) December 13, 2023
જણાવી દઈએ કે, અગાઉ વર્ષ 2015-16માં સાઉથ આફ્રિકા ભારતમાં યોજાયેલ ટી20 સીરિઝ 2-0થી જીત્યું હતું. જ્યારે ભારત પણ અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં 3 મેચોની એક પણ ટી20 સીરિઝ હાર્યું નથી. હાલની સીરિઝની બીજી ટી20 મેચમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને મુકેશ કુમારનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. તેમણે અનુક્રમે 15.50 અને 11.33 રન પ્રતિ ઓવરની ઇકોનોમીથી રન આપ્યા હતા. જ્યારે ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ બંને 0 પર પેવેલિયન ભેગા થયા હતા. તિલક શર્માએ 29, કેપ્ટન સૂર્યકુમાર યાદવે 56 અને રિંકુ સિંહે 68ની પારી રમી હતી. રિંકુ સિંહે તેની ઇનિંગ્સમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા અને અંત સુધી નોટઆઉટ રહ્યો હતો.
આ પણ વાંચો - World Cup 2023 માં સૌથી પ્રભાવશાળી બોલિંગ કરનાર ટીમ ઈન્ડિયાના આ બોલરને મળી શકે છે Arjun Award