Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs SA: સાઉથ આફ્રિકા પ્રવાસ માટે BCCIએ ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત,આ ખેલાડીને મળી વનડેની કમાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય સ્ક્વોડની જાહેરાત કરી છે. વનડે ક્રિકેટના કેપ્ટન કેએલ રાહુલને બનાવવામાં આવ્યો છે અને T20 મેચ માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ટેસ્ટ માટે રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે....
ind vs sa  સાઉથ આફ્રિકા પ્રવાસ માટે bcciએ ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત આ ખેલાડીને મળી વનડેની કમાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય સ્ક્વોડની જાહેરાત કરી છે. વનડે ક્રિકેટના કેપ્ટન કેએલ રાહુલને બનાવવામાં આવ્યો છે અને T20 મેચ માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ટેસ્ટ માટે રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વનડે ટીમમાં રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને સ્થાન આપવામાં આવ્યું નથી. ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસની શરૂઆત 10 ડિસેમ્બરથી થશે.

Advertisement

વનડે સીરિઝ માટે યુવા ટીમ

વનડે સીરિઝ માટે BCCIએ યુવા ટીમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેમાં રજત પાટીદાર, ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા અને રિંકૂ સિંહ જેવા બેટ્સમેનને સામેલ કરવામાં આવ્યા છે. સાંઈ સુદર્શન અને રજત પાટીદારે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી. આવી સ્થિતિમાં કેએલ રાહુલના નૈતૃત્વમાં ટીમના માધ્યમથી બંને ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. આ વખતે વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને પણ તક આપવામાં આવી છે.

Advertisement

યુઝવેન્દ્ર ચહલની થઈ વાપસી

Advertisement

આ ઉપરાંત ટીમમાં યુવા બોલરને તક આપવામાં આવી છે. જો કે, અનુભવી સ્પિનર યુઝવેન્દ્ર ચહલની લાંબા સમય બાદ વાપસી થઈ છે. આ ઉપરાંત 2023 વનડે વર્લ્ડકપ સ્ક્વોડનો ભાગ બનનારો ચાઈનામેન સ્પિનર કુલદીપ ફણ સ્ક્વોડમાં સામેલ છે. સાથે ફાસ્ટ બોલરમાં મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને દીપક ચહર સહિત 4 બોલર્સ છે.

વનડે સીરિઝ માટે ભારતીય સ્ક્વોડ

ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકૂ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(કેપ્ટન અને વિકેટકીપર), સંજૂ સેમસન(વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર

T20 સીરિઝ માટે ભારતીય સ્ક્વોડ

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), રિંકૂ સિંહ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન(વિકેટકીપર), જિતેશ શર્મા(વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાઝ, મુકેશ કુમાર અને દીપક ચહર

ટેસ્ટ માટે ભારતીય સ્ક્વોડ

રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન(વિકેટકીપર), કેએલ રાહુલ(વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા

આ  પણ  વાંચો -મુંબઈ ઈન્ડિયન્સમાં HARDIK PANDYA નું આવવું આ ખેલાડીને ન આવ્યું પસંદ…!

Tags :
Advertisement

.