Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs NEP : Super-4 માં પહોંચી ટીમ ઈન્ડિયા, ઓપનિંગ જોડીની મદદથી 10 વિકેટે મેળવી જીત

ભારત અને નેપાળ વચ્ચે એશિયા કપની મેચ શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. વરસાદના કારણે વિક્ષેપ પડેલી આ મેચ ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે જીતી લીધી હતી. મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ...
ind vs nep   super 4 માં પહોંચી ટીમ ઈન્ડિયા  ઓપનિંગ જોડીની મદદથી 10 વિકેટે મેળવી જીત
Advertisement

ભારત અને નેપાળ વચ્ચે એશિયા કપની મેચ શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. વરસાદના કારણે વિક્ષેપ પડેલી આ મેચ ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે જીતી લીધી હતી. મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને જીતવા માટે 231 રનની જરૂર હતી. પરંતુ વરસાદના કારણે ભારતને DLS નિયમો અનુસાર 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેને ટીમ ઈન્ડિયાએ 20.1માં જ મેળવી લીધો હતો. જણાવી દઈએ કે ભારતે હવે સુપર 4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

Advertisement

ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીએ કર્યો કમાલ

Advertisement

વરસાદથી વિક્ષેપિત મેચમાં ભારતે નેપાળને ડકવર્થ-લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરીને હરાવ્યું હતું. ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 20.1 ઓવરમાં કોઈ પણ નુકશાન વિના હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 74 રનની ઇનિંગ રમી હતી, જ્યારે શુભમન ગિલે 62 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ બીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં 10 વિકેટે જીત મેળવી છે.

નેપાળે આપ્યો 231 રનનો લક્ષ્ય

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવતા નેપાળના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરીને ભારતીય બોલિંગ આક્રમણ સામે 48.2 ઓવરમાં 230 રન બનાવ્યા હતા. નેપાળ તરફથી વિકેટકીપર બેટ્સમેન આસિફ શેખે સૌથી વધુ 58 રનની ઇનિંગ રમી હતી. તેણે કુસલ ભુર્તેલ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 65 રન જોડ્યા હતા. આસિફ સિવાય સોમપાલે 56 બોલમાં 48 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 3 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી.

રોહિત શર્મા પ્લેયર ઓફ ધ મેચ

ટીમ માટે કેપ્ટન રોહિત શર્માએ 59 બોલમાં 6 ફોર અને 5 સિક્સરની મદદથી અણનમ 74 રન બનાવ્યા છે. આ સિવાય શુભમન ગિલે 62 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 67 રન બનાવ્યા છે. જોકે, બંને વચ્ચે 121 બોલમાં 147 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 2.5 ઓવર બાકી હતી અને 10 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બન્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયા સુપર-4માં પહોંચી ગઈ છે. જોકે, આ હાર બાદ નેપાળને એશિયા કપમાંથી બહાર થવું પડ્યું હતું. ભારત અને પાકિસ્તાને ગ્રુપ Aમાંથી સુપર-4માં પોતાની જગ્યા બનાવી લીધી છે.

ભારતે સુપર ફોરમાં જગ્યા બનાવી

આ જીત સાથે ભારતે એશિયા કપ 2023ના સુપર ફોરમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ભારત ફરી પાકિસ્તાન સાથે ટકરાશે. બંને ટીમો 10 સપ્ટેમ્બરે કોલંબોમાં ટકરાશે. બંને તાજેતરમાં આમને-સામને આવ્યા હતા પરંતુ વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનના 3-3 પોઈન્ટ છે અને બંનેએ સુપર ફોરમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ ગ્રુપ B માં હજુ સ્થિતિ સ્પષ્ટ નથી.

આ પણ વાંચો - Asia Cup 2023 : એશિયા કપમાં મોટો ફેરફાર, ભારત-પાકિસ્તાન સહિત અન્ય મેચો હવે આ સ્ટેડિયમમાં રમાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×