Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs AFG 3rd T20 : ભારતની શાનદાર જીત, બિશ્નોઈએ કર્યો આ કમાલ

IND vs AFG : બેંગલુરુમાં ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન (IND vs AFG) વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. પહેલા બંને ટીમો વચ્ચેની મેચ ટાઈ રહી હતી. આ પછી સુપર ઓવરમાં બંને ટીમ 16-16 રન જ બનાવી શકી અને આ...
ind vs afg 3rd t20   ભારતની શાનદાર જીત  બિશ્નોઈએ કર્યો આ કમાલ

IND vs AFG : બેંગલુરુમાં ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન (IND vs AFG) વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. પહેલા બંને ટીમો વચ્ચેની મેચ ટાઈ રહી હતી. આ પછી સુપર ઓવરમાં બંને ટીમ 16-16 રન જ બનાવી શકી અને આ સુપર ઓવર પણ ટાઈ થઈ ગઈ. ત્યારબાદ બીજી સુપર ઓવરમાં ભારતીય ટીમનો વિજય થયો હતો.

Advertisement

બીજી સુપર ઓવરમાં ભારતીય ટીમે 5 બોલમાં 11 રન બનાવ્યા હતા. આ પછી કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) બોલિંગ સ્પિનર ​​રવિ બિશ્નોઈને (Bishnoi0 સોંપી. ત્યારબાદ બિશ્નોઈએ પોતાની સ્પિનનો જાદુ દેખાડ્યો અને અફઘાનિસ્તાનને માત્ર 3 બોલમાં 1 રન પર ઘટાડી દીધો. બિશ્નોઈએ મોહમ્મદ નબી અને રહેમાનુલ્લા ગુરબાઝને શિકાર બનાવ્યા હતા.

Advertisement

Advertisement

આ જીત સાથે ભારતીય ટીમે 3 મેચની T20 શ્રેણીમાં અફઘાનિસ્તાનનો 3-0થી ક્લીન સ્વીપ કરી લીધો છે. આ મેચમાં રોહિત શર્માએ રેકોર્ડ સદી ફટકારીને ધમાકો મચાવ્યો હતો. રિંકુ સિંહે પણ ઝડપી ફિફ્ટી ફટકારી હતી. આ સાથે ભારતે સૌથી વધુ ક્લીન સ્વીપ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.

બીજી સુપર ઓવરમાં ભારતે 11 રન બનાવ્યા હતા
બીજી સુપર ઓવરમાં ભારતે તેની બંને વિકેટ માત્ર 11 રનમાં ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ પૂરા 6 બોલ પણ રમી શકી નહોતી. બીજા સુપરમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 11 રન બનાવ્યા હતા. ત્યારબાદ, લક્ષ્યનો પીછો કરતી વખતે રવિ બિશ્નોઈએ અફઘાનિસ્તાનને માત્ર 1 રન બનાવવા દીધો અને મેચ ભારતની તરફેણમાં કરી અને પ્રવાસી ટીમનો વ્હાઈટવોશ કર્યો હતો.

રોહિત-રિંકુએ મોટી ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી

મેચમાં એક સમયે ભારતીય ટીમે 22 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી 4 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી પહેલા બોલ પર જ પેવેલિયન પરત ફર્યો હતો. શિવમ દુબે (1) અને સંજુ સેમસન (0) પણ આઉટ છે. પરંતુ આ પછી રોહિત શર્માએ રિંકુ સિંહ સાથે મળીને ઈનિંગને સંભાળી લીધી અને 5મી વિકેટ માટે 95 બોલમાં 190 રનની ભાગીદારી કરી.

રોહિત સદીઓનો રાજા બન્યો

આ પછી રોહિત શર્માએ ફરી એકવાર 64 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પછી રિંકુ સિંહે ટી-20 ઈન્ટરનેશનલમાં બીજી ફિફ્ટી પણ ફટકારી.તેણે 36 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. મેચમાં રોહિતે 69 બોલમાં અણનમ 121 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 સિક્સર અને 11 ફોર ફટકારી હતી. બીજી તરફ રિંકુએ 39 બોલમાં 69 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 6 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

આ  પણ  વાંચો  - IND vs AFG : રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો

Tags :
Advertisement

.