ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહાન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ સાથે કેવી રીતે થઈ મિત્રતા? વિરાટ કોહલીએ જણાવી સંપૂર્ણ કહાણી

કિક્રેટની દુનિયામાં વિરાટ કોહલીનું (Virat Kohli) નામ મહાન ક્રિકેટર્સમાં સામેલ છે. એવી જ રીતે ટેનિસની દુનિયામાં નોવાક જોકોવિચનું (Novak Djokovic) નામ પણ વિશ્વવિખ્યાત છે. ત્યારે આ બે મહાન એથેલીસ્ટની દોસ્તી અંગે વિરાટ કોહલીએ વાત કરી છે. તાજેતરમાં બીસીસીઆઈએ (BCCI) વિરાટ...
03:09 PM Jan 14, 2024 IST | Vipul Sen

કિક્રેટની દુનિયામાં વિરાટ કોહલીનું (Virat Kohli) નામ મહાન ક્રિકેટર્સમાં સામેલ છે. એવી જ રીતે ટેનિસની દુનિયામાં નોવાક જોકોવિચનું (Novak Djokovic) નામ પણ વિશ્વવિખ્યાત છે. ત્યારે આ બે મહાન એથેલીસ્ટની દોસ્તી અંગે વિરાટ કોહલીએ વાત કરી છે. તાજેતરમાં બીસીસીઆઈએ (BCCI) વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં તે જોકોવિચ સાથેની તેની મિત્રતા અંગે વાત કરતા જોવા મળી રહ્યો છે.

આ રીતે થઈ મિત્રતા

જણાવી દઈએ કે, આ વીડિયોમાં વિરાટ કોહલીએ (Virat Kohli) જોકોવિચના ખૂબ વખાણ કર્યા છે. કોહલીએ ઓસ્ટ્રેલિયન ઓપન-2024 માટે જોકોવિચને અભિનંદન પાઠવ્યાં છે. વિરાટ કોહલીએ કહ્યું હતું કે, "હું નોવાકના સંપર્કમાં ખૂબ જ વિચિત્ર રીતે આવ્યો હતો. મને લાગે છે કે હું બસ માત્ર એક વખત ઇન્સ્ટાગ્રામ પર તેની પ્રોફાઇલ જોઈ રહ્યો હતો. મેં મેસેજ બટન પર ક્લિક કર્યું અને વિચાર્યું કે 'હેલો' કહું. દરમિયાન, મેં જોયું કે મારા DM માં ​​તેમના તરફથી પહેલેથી જ એક સંદેશ હતો, જે મેં ક્યારેય જોયો નહોતો. કોહલીએ આગળ કહ્યું કે, મને લાગ્યું કે મારે ચેક કરવું જોઈએ કે આ ફેક એકાઉન્ટ છે કે નહીં. પછી મેં એકાઉન્ટ પર ફરી ચેક કર્યું અને જાણવા મળ્યું કે તે સાચું એકાઉન્ટ હતું. પછી અમે વાત કરવાનું શરૂ કર્યું. અમે સમયાંતરે એકબીજાને સંદેશા મોકલતા રહીએ છીએ. મેં તેમને તેમની મહાન સિદ્ધિઓ માટે અભિનંદન પાઠવ્યા.

જોકોવિચે કોહલીને અભિનંદન પાઠવ્યા

કોહલીએ (Virat Kohli) કહ્યું કે, ODI વર્લ્ડ કપ-2023માં પોતાની 50મી ODI સદી પૂરી કરી ત્યારે જોકોવિચે (Novak Djokovic) તેને એક સંદેશ મોકલ્યો હતો. કોહલીએ કહ્યું કે, તાજેતરમાં જ્યારે મેં મારી 50મી સદી ફટકારી ત્યારે જોકોવિચે તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને તેને ખૂબ જ સરસ સંદેશ મોકલ્યો હતો. અમે બંને એકબીજાની પ્રશંસા અને આદર કરીએ છીએ.

જલ્દી મળવાની ઇચ્છા વ્યક્ત કરી

મને લાગે છે કે મોટા સ્તરે રમતા ખેલાડીઓ માટે એકબીજાને મળવું તે શ્રેષ્ઠ બાબત છે. તેનાથી આવનારી પેઢીઓને પ્રેરણા મળશે. મેં કહ્યું તેમ, મને તેમના પ્રત્યે અને તેમની અત્યાર સુધીની સિદ્ધિઓ માટે ખૂબ માન છે.

ફિટનેસ માટે જોકોવિચનો જુસ્સો

કોહલીએ કહ્યું કે, નોવાક જોકોવિચનો (Novak Djokovic) ફિટનેસ પ્રત્યેનો જુસ્સો એક એવી વસ્તુ છે, જેને હું અંગત રીતે ફોલો કરું છું અને તેમાં ઘણો વિશ્વાસ કરું છું. આશા છે કે તે જલ્દી ભારત આવે અથવા જો હું તે દેશમાં હોઉં જ્યાં તે રમી રહ્યો હોય તો અમે ચોક્કસ મળીશું અને મજા કરીશું અને કદાચ સાથે એક કપ કોફી પણ પીશું.

 

આ પણ વાંચો - IND vs AFG 2nd T20 : આજે ઈન્દોરમાં રમાશે બીજી T20 મેચ, જાણો Weather અને પીચ રિપોર્ટ વિશે

Tags :
Australian Open-2024BCCICricketGujarat FirstGujarati NewsNovak DjokovicODI World Cup 2023Sports NewsTenisVirat Kohli
Next Article