Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

WORLD CUP 2023 : ન્યૂઝલેન્ડ અને શ્રીલંકા વચ્ચે આજે રોમાંચક મુકાબલો,જાણો સંભવિત ખેલાડીઓ

ક્રિકેટનો વર્લ્ડ કપ હાલ રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. લીગ મેચમાં બેસ્ટ પર્ફોમન્સ કરીને ટીમ ઈન્ડિયા હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી છે. ત્યારે આજે શ્રીલંકા અને ન્યૂઝલેન્ડ વચ્ચે લીગ મેચનો મુકાબલો મહત્ત્વનો બની રહેશે. જો આજે ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામે...
11:12 AM Nov 09, 2023 IST | Hiren Dave

ક્રિકેટનો વર્લ્ડ કપ હાલ રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. લીગ મેચમાં બેસ્ટ પર્ફોમન્સ કરીને ટીમ ઈન્ડિયા હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી છે. ત્યારે આજે શ્રીલંકા અને ન્યૂઝલેન્ડ વચ્ચે લીગ મેચનો મુકાબલો મહત્ત્વનો બની રહેશે. જો આજે ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામે હારી જશે તો વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. એ સાથે જ પાકિસ્તાનનો રસ્તો સાફ થઈ જશે. અને પછી ભારત અને પાકિસ્તાન સેમિ ફાઈનલમાં ટકરાશે. જો ભારત સેમિ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવશે તો ઓસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકા સામે ફાઈનલ રમવાનો વારો આવશે. આ તમામ સંભાવનાઓ પરથી આજે પડદો ઉચકાશે, આજે સેમિ ફાઈનલની ચાર ટીમો અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

 

 

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 29 ODI મેચ રમાઈ છે. જેમાંથી 18 વખત 300 સ્કોર કરવામાં આવ્યો છે. આ વર્લ્ડ કપમાં અહીં રમાયેલી ત્રણ મેચમાં બે વખત  300 સ્કોર બનાવ્યા છે. અહીં બે વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમે 350 રન બનાવ્યા છે. બાકીની મેચમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 156 રનમાં સમેટાઈ ગઈ હતી. જોકે તેનું કારણ પીચ નહીં પરંતુ ઈંગ્લેન્ડની બેટિંગ હતી. અહીં મોટાભાગની મેચોમાં રનનો પીછો કરતી ટીમ વિજયી રહી છે. જો કે, જો પ્રથમ બેટિંગ કરતી વખતે જોરદાર સ્કોર બનાવવામાં આવે છે, તો સંભવતઃ બીજી ઈનિંગમાં દબાણ સર્જાઈ શકે છે. જો કે, આ મેદાન પર 350 રનનો સ્કોર પણ સુરક્ષિત ન કહી શકાય.આ મેદાન પર ઝડપી બોલરો વધુ સફળ રહ્યા છે. અહીં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલરોમાં બધા ફાસ્ટ છે. સ્પિનરોને અહીં ઓછી મદદ મળે છે. નાની બાઉન્ડ્રીના કારણે અહીંના બેટ્સમેનો સ્પિન બોલને સરળતાથી બાઉન્ડ્રી પાર મોકલી દે છે.

 

આજે પિચનો મૂડ કેવો રહેશે?
ચિન્નાસ્વામીની પિચમાં આજે પણ કોઈ ફેરફારનો અવકાશ નથી. પીચની પ્રકૃતિ એવી જ હશે જે અહીં છેલ્લી મેચમાં હતી. છેલ્લી મેચમાં કિવી ટીમે 401 રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાને પણ 25.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. વરસાદના કારણે મેચ રદ્દ થવાને કારણે પાકિસ્તાનને અહીં વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. એકંદરે, આજની મેચમાં પણ અહીં બેટ્સમેનોને ઘણી મદદ મળશે. ઝડપી બોલરો તેમની ગતિ બદલીને અને બેટ્સમેનને અલગ-અલગ બોલથી છટકાવીને વિકેટ લઈ શકે છે. આ પીચ પર સ્પિનરો માટે ઘણી ખાસ તકો નહીં હોય.

 

ભારત સામે રમનારી ચોથા ક્રમની ટીમ આ રીતે નક્કી કરાશે
રેટિંગમાં ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 8-8 અંક છે પરંતુ નેટ રનરેટમાં ન્યૂઝીલેન્ડ (0.398) આગળ છે. ન્યૂઝીલેન્ડગુરુવારે જીતે તો તેનો અંક 10 થઈ જશે. જોકે વરસાદને કારણે મેચ નહીં રમાય તો બંને ટીમને 11 એક મળશે અને પાકિસ્તાનનો માર્ગ મોકળો થઈ જરો. 0.036 રનરેટવાળા પાકિસ્તાનને ન્યૂઝીલૅન્ડથી આગળ વધવા માટે ઝળહળતી સફળતા મેળવવી પડે. તેણે ઇંગ્લેન્ડને ઓછામાં ઓછા 130 રનથી હરાવવું પડે.

 

 

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે આજે ટક્કર જામશે. આ મેચ ઉપર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભારતની દૃષ્ટિ મંડાઈ છે. કારણ કે આ મેચનું પરિણામ સેમિ ફાઇનલમાં ભારત સાથે કઈ ટીમ રમશે તે ચિત્ર સ્પષ્ટ થશે. ભારત પોઇન્ટટેબલમાં ટોચે છે. તેથી સેમિ ફાઇનલમાં ભારત સામે ચોથા ક્રમે આવનારી ટીમ હશે. પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન ચોથા ક્રમની દાવેદાર ટીમ છે. ૬. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બીજા અને ત્રીજા ક્રમે છે. પહલી સેમિ ફાઇનલ 15મીએ રમાશે.

 

આ પણ  વાંચો-ત્રણ ટીમો, ત્રણ દિવસ અને એક સ્થાન, સેમિફાઇનલ કોણ મારશે બાજી

 

 

Tags :
BCCICricket World Cup 2023ICCicc world cup 2023NZ vs SLODI World Cup 2023world cup 2023
Next Article