Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફ્લાઈટમાં સુઈ રહ્યો હતો Dhoni, Air Hostess એ શરૂ કરી મસ્તી, જુઓ Video

MS Dhoni આજે ઈન્ડિયન ક્રિકટ ટીમનો હિસ્સો નથી પરંતુ આજે પણ તેમની ફેન ફોલોઈંગ ઓછી થવાનું નામ નથી લઇ રહી. તેમના ચાહકોની સંખ્યા ઘટવાની જગ્યાએ સતત વધતી જોવા મળી રહી છે. ધોની સાથે સંબંધિત કોઈપણ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી...
ફ્લાઈટમાં સુઈ રહ્યો હતો dhoni  air hostess એ શરૂ કરી મસ્તી  જુઓ video

MS Dhoni આજે ઈન્ડિયન ક્રિકટ ટીમનો હિસ્સો નથી પરંતુ આજે પણ તેમની ફેન ફોલોઈંગ ઓછી થવાનું નામ નથી લઇ રહી. તેમના ચાહકોની સંખ્યા ઘટવાની જગ્યાએ સતત વધતી જોવા મળી રહી છે. ધોની સાથે સંબંધિત કોઈપણ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. હાલમાં જ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધોની ફ્લાઈટમાં સૂતો જોવા મળે છે.

Advertisement

વીડિયોથી મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની બિલકુલ અજાણ

વીડિયો તે સમયનો છે જ્યારે મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી ધોની સાથે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યો હતો. એરહોસ્ટેસે ગુપ્ત રીતે એમએસ ધોનીનો સૂતો વીડિયો શૂટ કર્યો હતો. આ સાથે તે મસ્તી કરતી પણ જોવા મળી રહી છે. ધોનીનો વીડિયો શૂટ કરતી વખતે એરહોસ્ટેસ ઘણી ખુશ દેખાઈ રહી છે. આ વીડિયોથી મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની બિલકુલ અજાણ છે. હવે કેટલાક લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે. જ્યાં સોશિયલ મીડિયા પર લોકો આને સૌથી ક્યૂટ વીડિયો માને છે, તો બીજી તરફ ધોનીની પ્રાઈવસીના દૃષ્ટિકોણથી પણ લોકો આ વીડિયોને ખોટો ગણાવી રહ્યા છે. આ દરમિયાન, એર હોસ્ટેસના ચહેરા પર એમએસ ધોની પ્રત્યેનો તેમનો જુસ્સો સ્પષ્ટપણે જોઈ શકાય છે.

Advertisement

જુનમાં એર હોસ્ટેસ સાથેનો વીડિયો વાયરલ થયો હતો

Advertisement

ગત મહિને વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ધોની પોતાની સીટ પર બેઠો કેન્ડી ક્રશ ગેમ રમી રહ્યો છે અને પછી એર હોસ્ટેસ ત્યાં આવે છે. આ પછી, એર હોસ્ટેસ એક પ્લેટમાં માહીને ચોકલેટ આપે છે. રસપ્રદ વાત એ છે કે એર હોસ્ટેસ ધોનીને ચોકલેટની સાથે એક પત્ર પણ આપે છે. ધોની પણ એર હોસ્ટેસનું દિલ તોડતો નથી અને તે ચોકલેટની પ્લેટ પોતાની પાસે રાખે છે અને લેટર ખોલે છે. આ પછી માહીએ સુંદર સ્મિત સાથે એર હોસ્ટેસનો આભાર માન્યો.

 

View this post on Instagram

 

A post shared by Nitika Jaiswal (@nitika0911)

IPL 2024માં પણ જોવા મળશે ધોની

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આ વર્ષે પાંચમું IPL ટાઈટલ જીત્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, આ વખતે ધોની પણ IPLમાં ઘૂંટણની ઈજાથી પરેશાન હતો. પરંતુ તેણે પોતાની કેપ્ટનશિપનો ખૂબ જ સારી રીતે પરિચય આપ્યો અને CSKને ફરી એકવાર ચેમ્પિયન બનાવ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમું આઈપીએલ ખિતાબ જીતાડનાર ધોની IPL 2024માં પણ રમતા જોવા મળી શકે છે. IPL 2023નો ખિતાબ જીત્યા બાદ, ધોનીએ ઘૂંટણની સર્જરી કરાવી છે અને હાલમાં તે રિહેબિંગ કરી રહ્યો છે. તેની પત્ની સાક્ષીએ ધોનીના રિહેબ વિશે માહિતી આપી હતી.

આ પણ વાંચો - નામ જ કાફી છે… માત્ર 3 મીનિટમાં 30 લાખ લોકોએ Dhoni ને કર્યો Follow

આ પણ વાંચો - ટીમ ઈન્ડિયા 2023-24 માં કઇ ટીમ સાથે રમશે તેનું સંપૂર્ણ SCHEDULE BCCI એ કર્યુ જાહેર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.