CRICKET જગતમાં શોકનો માહોલ,આ ભારતીય ખેલાડીએ કરી આત્મહત્યા
cricketT20 વર્લ્ડકપ 2024 વચ્ચે ભારતીય ક્રિકેટ ચાહકો માટે દુ:ખદ સમાચાર છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ડેવિડ જોન્સને (David Johnson) આત્મહત્યા (SUICIDE)કરી લીધી છે. 53 વર્ષીય ડેવિડ જોન્સને બેંગલુરુમાં પોતાના ઘરના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. જોકે તેણે આવું પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. આ અંગે માહિતી આપતા કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)ના એક અધિકારીએ જણાવ્યું કે, તેમણે બાલ્કનીમાંથી કુદીને આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી. આ પછી તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં ડોક્ટરોએ ડેવિડને મૃત જાહેર કર્યા હતા.
આ ભારતીય ખેલાડીએ કરી આત્મહત્યા
ભારત અને કર્ણાટકના પૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ જોન્સનનું બેંગલુરુમાં નિધન થયું છે. જ્હોન્સનનું બેંગલુરુમાં તેના ચોથા માળના એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી પડીને મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે, જોન્સન સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો અને તેને ત્રણ દિવસ પહેલા જ સ્થાનિક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ડિપ્રેશનનો શિકાર હતો.
ડેવિન જોન્સનની કારકિર્દી કેવી હતી?
ડેવિડ જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી. તેણે 1996માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેને તક ન મળી. આ દરમિયાન તેણે કુલ 3 વિકેટ પોતાના નામે કરી હતી. ભારત માટે બે ટેસ્ટ મેચ રમવા ઉપરાંત ડેવિડ જોન્સન લાંબા સમયથી કર્ણાટક માટે રણજી ક્રિકેટ રમ્યો છે. તેણે કર્ણાટક માટે 39 ફર્સ્ટ ક્લાસ મેચ અને 33 લિસ્ટ A મેચ રમી હતી. તેણે 1992માં ઘરેલુ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું અને 2002 સુધી સક્રિય રહ્યો.
ભારતીય દિગ્ગજ ખેલાડીએ શોક વ્યક્ત કર્યો
ડેવિડ જ્હોન્સનના મૃત્યુના સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ સંદેશાઓનો પૂર આવી ગયો હતો. પૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેએ એક્સ પોસ્ટ કરીને લખ્યું કે મારા ક્રિકેટ પાર્ટનર ડેવિડ જોન્સનના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. બહુ જલ્દી ગયો બેની! બીજી તરફ, પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે લખ્યું કે તે ડેવિડ જોન્સનના નિધનથી દુખી છે. ભગવાન તેમના પરિવાર અને પ્રિયજનોને શક્તિ આપે.
અનિલ કુંબલેએ દુખ વ્યક્ત કર્યુ
પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, “મારા ક્રિકેટ પાર્ટનર ડેવિડ જોન્સનના નિધનના સમાચારથી દુખી છું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના.
Saddened to hear the passing of my cricketing colleague David Johnson. Heartfelt condolences to his family. Gone too soon “ Benny”!
— Anil Kumble (@anilkumble1074) June 20, 2024
આ પણ વાંચો - ICC ટ્રોફી જીતવાનું સપનું ભારત માટે આ વર્ષે પણ રહેશે અધૂરું! જાણો શું છે કારણ
આ પણ વાંચો - Jos Buttler હવે બન્યા T20 ક્રિકેટના Boss, વિશ્વકપમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ
આ પણ વાંચો - T20 WC 2024 માં INDIA ને SUPER 8 માં મળશે AFGHANISTAN ની SUPER ચેલેન્જ, જાણો આજે કોણ મારશે બાજી