Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Cheteshwar Pujara : રણજી ટ્રોફીમાં ફટકારી બેવડી સદી, ટીકાકારોને આપ્યો જવાબ

રણજી ટ્રોફી 2024ની (Ranji Trophy) મેચમાં ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમના બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ (Cheteshwar Pujara) તાબડતોડ બેટિંગ કરીને બેવડી સદી ફટકારી હતી. સૌરાષ્ટ્ર તરફથી રમતા ચેતેશ્વર પુજારાએ ઝારખંડ વિરુદ્ધ આ તોફાની ઇનિંગ રમી હતી. પુજારાએ 30 ચોગ્ગાની મદદથી 243 રન...
04:04 PM Jan 07, 2024 IST | Vipul Sen

રણજી ટ્રોફી 2024ની (Ranji Trophy) મેચમાં ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમના બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ (Cheteshwar Pujara) તાબડતોડ બેટિંગ કરીને બેવડી સદી ફટકારી હતી. સૌરાષ્ટ્ર તરફથી રમતા ચેતેશ્વર પુજારાએ ઝારખંડ વિરુદ્ધ આ તોફાની ઇનિંગ રમી હતી. પુજારાએ 30 ચોગ્ગાની મદદથી 243 રન ફટકાર્યા હતા.

રણજી ટ્રોફી 2024ની (Ranji Trophy) સૌરાષ્ટ્ર અને ઝારખંડ મેચમાં (Saurashtra vs Jharkhand) સૌરાષ્ટ્ર તરફથી રમતા ચેતેશ્વર પુજારાએ (Cheteshwar Pujara) ચોથા નંબર પર બેટિંગ કરીને બેવડી સદી ફટકારી હતી. પુજારાએ મેચના ત્રીજા દિવસે લંચ સુધી 236 રન બનાવ્યા હતા. દરમિયાન, આ ઇનિંગમાં તેણે 30 ચોગ્ગા ફટકાર્યા છે. પુજારા 68.26 ના સ્ટ્રાઈક રેટથી 356 બોલમાં 243 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.

પ્રથમ દાવમાં ટીમને મોટી લીડ અપાવી

પુજારાની આ ઇનિંગથી ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં લંચ સુધી 4 વિકેટ ગુમાવીને 578 રન બનાવ્યા હતા. જ્યારે ટીમે 436 રનની મોટી લીડ મેળવી લીધી છે. પ્રેરક માંકડ એ પણ ધમાકેદાર બેટિંગ કરીને સદી ફટકારી છે. તેણે 12 ચોગ્ગાની મદદથી 176 બોલમાં 104 રન બનાવ્યા હતા.

પુજારાની 17મી બેવડી સદી

જણાવી દઈએ કે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ચેતેશ્વર પૂજારાની આ 17મી બેવડી સદી છે. આવી સ્થિતિમાં પુજારા સોશિયલ મીડિયા પર પોતાની ઈનિંગને લઈને ટ્રેન્ડ કરી રહ્યો છે. ક્રિકેટ ચાહકોએ પુજારાને રેડ ક્લાસ ક્રિકેટની રન-મશીન ગણાવી છે. તમને જણાવી દઈએ કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ બાદથી પુજારાને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો નથી.

 

આ પણ વાંચો - IND VS AFG : T-20 શ્રેણી માટે અફઘાનિસ્તાનની ટીમ જાહેર કરાઇ

Tags :
CHETESHWAR PUJARAGujarat FirstGujarati NewsPrerak MankadRanji TrophySaurashtra vs JharkhandSports News
Next Article