Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Champions Trophy 2025 : ડેવિડ વોર્નરે નિવૃત્તિમાંથી લીધો યુ-ટર્ન

David Warner:T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયન ટીમને સુપર-8માં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ તે સેમિફાઈનલમાં પહોંચી શકી ન હતી અને વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હતી. વર્લ્ડકપ બાદ ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે (David Warner)તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત...
champions trophy 2025   ડેવિડ વોર્નરે નિવૃત્તિમાંથી લીધો યુ ટર્ન

David Warner:T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયન ટીમને સુપર-8માં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ તે સેમિફાઈનલમાં પહોંચી શકી ન હતી અને વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હતી. વર્લ્ડકપ બાદ ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે (David Warner)તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જોકે હવે તે યુ-ટર્ન લેતો જોવા મળી રહ્યો છે.

Advertisement

ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જાહેરાત કરી

ડેવિડ વોર્નરે સોમવારે એક લાંબી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી. જેના દ્વારા તેણે મોટી જાહેરાત કરી છે. તેણે લખ્યું- હું થોડો સમય ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ. આ સાથે વોર્નરે કહ્યું કે જો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેને આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) માટે પસંદ કરશે તો તે ઉપલબ્ધ રહેશે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

સન્માનની બાબત'

વોર્નરે આગળ લખ્યું - આટલા લાંબા સમય સુધી રમવું એક અવિશ્વસનીય અનુભવ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા મારી ટીમ હતી. મારી મોટાભાગની કારકિર્દી આંતરરાષ્ટ્રીય સ્તરે રહી છે. તે મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આ પોસ્ટમાં તેણે પોતાની પત્ની, પ્રશંસકો અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સાથીઓનો આભાર માન્યો હતો. તેણે આગળ લખ્યું- આ ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં અવિશ્વસનીય સફળતા હાંસલ કરી છે. આ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. પેટ કમિન્સ, એન્ડ્રુ મેક અને સ્ટાફે આ સિદ્ધિ મેળવી છે.

Advertisement

કરિયરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા

ડેવિડ વોર્નરે 22 વર્ષની ઉંમરે 2009માં ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તેમની કારકિર્દી 15 વર્ષ સુધી ચાલી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 112 ટેસ્ટમાં 8786 રન, 161 વનડેમાં 6932 રન અને 110 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 3277 રન બનાવ્યા હતા. વોર્નર વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. તેણે પોતાની શાનદાર કારકિર્દીમાં ઘણા રેકોર્ડ પણ બનાવ્યા. તેના નામે 49 સદી અને 98 ફિફ્ટીની મદદથી લગભગ 19 હજાર રન છે. તેણે એક T20 વર્લ્ડકપ, બે ODI વર્લ્ડકપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી છે.

આ પણ  વાંચો  - Paris Olympics માટે 72કરોડનો ખર્ચ, 10 મેડલ્સની આશા!

આ પણ  વાંચો  - ZIMBABWE બાદ શું હશે ટીમ INDIA નો કાર્યક્રમ, હવે ક્યારે દેખાશે હવે વિરાટ – રોહિત ટીમમાં?

આ પણ  વાંચો  - શું જય શાહ હવે વિશ્વ ક્રિકેટ ઉપર કરશે રાજ? ICC ના અધ્યક્ષ બનવા તરફ કરી કુચ!

Tags :
Advertisement

.