ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AUS vs PAK : બેંગલુરુંમાં આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ,જાણો કોનું પલડું ભારે

 વર્લ્ડકપ 2023ની 18મી મેચ આજે બેંગલુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ વર્લ્ડકપમાં પાકિસ્તાન ત્રણ મેચમાંથી પ્રથમ બે મેચમાં જીત્યું હતું. જ્યારે ત્રીજી મેચમાં ભારત સામે કારમી...
11:21 AM Oct 20, 2023 IST | Hiren Dave

 વર્લ્ડકપ 2023ની 18મી મેચ આજે બેંગલુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ વર્લ્ડકપમાં પાકિસ્તાન ત્રણ મેચમાંથી પ્રથમ બે મેચમાં જીત્યું હતું. જ્યારે ત્રીજી મેચમાં ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામેની મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. આ પછી પાકિસ્તાનના મોટાભાગના ખેલાડીઓ પણ વાયરલ ફિવરનો શિકાર બન્યા હતા. જેના કારણે પાકિસ્તાનના ખેલાડીઓનું તાજેતરનું ફોર્મ અને ફિટનેસ શંકાસ્પદ છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આ ટીમ કેટલો બદલાવ કરશે તે જોવું રસપ્રદ રહેશે.

 

પાકિસ્તાનના ખેલાડીઓ વાયરલ ફિવરમાંથી સ્વસ્થ

મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના તમામ ખેલાડીઓ વાયરલ ફિવરમાંથી સ્વસ્થ થઇ ગયા છે. બે દિવસ પહેલા સુધી સ્થિતિ એવી હતી કે પ્લેઇંગ-11ની પસંદગી પણ મુશ્કેલ લાગતી હતી, પરંતું હવે કહેવામાં આવી રહ્યું છે કે ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ છે. આવી સ્થિતિમાં આજની મેચમાં પાકિસ્તાનની પ્લેઈંગ-11માં એક બદલાવ કરે તેવી કોઇ શક્યતા નથી. પાકિસ્તાન ટીમ મોહમ્મદ નવાઝ અથવા શાદાબ ખાનની જગ્યાએ લેગ સ્પિનર ​​ઓસામા મીરને રમવાની તક આપી શકે છે.

 

ODI રેન્કિંગમાં પાકિસ્તાનું  શાનદાર  રેકોર્ડ 
વર્તમાન ICC ODI રેન્કિંગમાં પાકિસ્તાનની સ્થિતિ ઓસ્ટ્રેલિયા કરતા સારી છે. પાકિસ્તાન બીજા સ્થાને જ્યારે ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા અને ભારત સામેની વનડે શ્રેણી હારી ગયું છે. વર્લ્ડ કપ 2023માં પણ ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન પાકિસ્તાન કરતા પણ ખરાબ રહ્યું છે. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે પાકિસ્તાનની ટીમ જીતની ગતિના મામલે ઓસ્ટ્રેલિયા કરતા થોડી આગળ છે.

 

બોલિંગમાં પણ એટલી જ તાકાત છે
બોલિંગમાં પણ બંને ટીમો સમાન તાકાત ધરાવે છે. ઓસ્ટ્રેલિયા પાસે મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ જેવા ફાસ્ટ બોલર છે, જ્યારે પાકિસ્તાન પાસે શાહીન આફ્રિદી, હરિસ રૌફ અને હસન અલી જેવા બોલરો છે. ઓસ્ટ્રેલિયા સ્પિનરોમાં થોડું પ્રભુત્વ ધરાવે છે. તેની પાસે એડમ ઝમ્પા અને મેક્સવેલ છે. જ્યારે પાકિસ્તાન પાસે શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ છે જે અત્યારે લયમાં હોય તેવું લાગતું નથી. જો કે, પાકિસ્તાન આ મેચમાં ઓસામા મીરને તક આપી શકે છે.

 

ઓસ્ટ્રેલિયા ફિલ્ડિંગમાં નિષ્ફળ રહ્યું હતું
ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023માં ફિલ્ડિંગ વિભાગમાં સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યું છે. ખરાબ ફિલ્ડિંગના કારણે તે પ્રથમ મેચ હારી ગયો હતો. બીજી મેચમાં પણ કાંગારૂ ટીમે કેટલાક કેચ છોડ્યા હતા. ઉલટાનું મેદાનમાં પાકિસ્તાનના ફિલ્ડરોનું પ્રદર્શન સારું રહ્યું છે.

 

આજે કોણ જીતશે?
આજની મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં છે. બેટ્સમેનો અહીં ઘણા રન બનાવે છે. અહીંની પિચ સપાટ છે અને બાઉન્ડ્રી નાની છે. આવી સ્થિતિમાં, સ્પિનરો અહીં વધુ પ્રભાવિત કરવામાં સક્ષમ નથી. ફાસ્ટ બોલરો તેમની વિવિધતા સાથે અમુક હદ સુધી વિકેટ લઈ શકે છે. જો આપણે પિચ પર નજર કરીએ તો તે ઓસ્ટ્રેલિયાને વધુ અનુકૂળ આવે છે. તેની પાસે એવા બેટ્સમેન છે જે આ પીચ પર શાનદાર બેટિંગ કરી શકે છે. તેના મોટાભાગના ખેલાડીઓને આ મેદાન પર રમવાનો અનુભવ પણ છે. આવી સ્થિતિમાં આજની મેચમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળી રહ્યો છે.

આ  પણ  વાંચો-વર્લ્ડ કપ વચ્ચે આ ભારતીય ક્રિકેટરે નિવૃત્તિ કરી જાહેરા

 

Tags :
AUS vs PAKBCCICricket World Cup 2023ICCicc world cup 2023ODI World Cup 2023PCBworld cup 2023
Next Article