Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asia Cup : ભારત-પાકિસ્તાન મેચમાં રિઝર્વ ડે રાખવા પર ઉઠ્યા સવાલ

ભારત-પાકિસ્તાન મેચ આગામી 10 સપ્ટેમ્બરના રોજ કોલંબોના R. Premadasa સ્ટેડિયમમાં યોજાવાની છે. હવામાન વિભાગની માનીએ તો આ મેચના દિવસે વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે. એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે આ પહેલા રમાયેલી મેચ વરસાદના કારણે રદ થઇ ગઇ હતી જેના કારણે...
asia cup   ભારત પાકિસ્તાન મેચમાં રિઝર્વ ડે રાખવા પર ઉઠ્યા સવાલ

ભારત-પાકિસ્તાન મેચ આગામી 10 સપ્ટેમ્બરના રોજ કોલંબોના R. Premadasa સ્ટેડિયમમાં યોજાવાની છે. હવામાન વિભાગની માનીએ તો આ મેચના દિવસે વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે. એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે આ પહેલા રમાયેલી મેચ વરસાદના કારણે રદ થઇ ગઇ હતી જેના કારણે દર્શકો ખૂબ જ નિરાશ થયા હતા. હવે એકવાર ફરી ભારત અને પાકિસ્તાનની ટીમ 10 સપ્ટેમ્બરના રોજ આમને-સામને આવવાની છે, જે મેચમાં પણ વરસાદની સંભાવનાઓ છે. જેને ધ્યાને રાખી આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે જેના પર હવે સવાલો ઉઠવા લાગ્યા છે. કોણે સવાલ ઉઠાવ્યા અને કેમ આવો જાણીએ...

Advertisement

શ્રીલંકા અને બાંગ્લાદેશના કોચે નારાજગી વ્યક્તિ કરી

ભારત-પાકિસ્તાનની મેચ રિઝર્વ ડે રાખવાના એક તરફી નિર્ણય પર હવે શ્રીલંકાના કોચ ક્રિસ સિલ્વરવુડ અને બાંગ્લાદેશના કોચ ચંડિકા હથુરાસિંઘાએ નારાજગી વ્યક્ત કરી હતી. એશિયન ક્રિકેટ કાઉન્સિલે જાહેરાત કરી હતી કે જો 10 સપ્ટેમ્બરના રોજ વરસાદની રમતમાં વિક્ષેપ પડે તો ભારત અને પાકિસ્તાન મેચ 11 સપ્ટેમ્બરે ફરી શરૂ થઈ શકે છે. જ્યારે ટુર્નામેન્ટની અન્ય મેચો માટે કોઈ 'અનામત' દિવસ રાખવામાં આવ્યો નથી. આ અંગે હથુરાસિંઘાએ કહ્યું હતું કે એશિયા કપની 'પ્લેઈંગ કંડીશન'માં અચાનક ફેરફાર થવા પાછળનું કારણ તે જાણતા નથી. બાંગ્લાદેશના કોચે શુક્રવારે કહ્યું કે, એક ટેકનિકલ કમિટી છે જેનું પ્રતિનિધિત્વ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ છ ટીમો કરે છે. તેણે આ નિર્ણય કોઈ અન્ય કારણોસર લીધો હશે. જોકે શ્રીલંકાના કોચે આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને તેને અયોગ્ય ગણાવ્યું હતું.

Advertisement

'સુપર 4' તબક્કાની તમામ મેચો કોલંબોમાં યોજાવાની છે

Advertisement

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023માં સુપર 4ની  હાઈવોલ્ટેજ મેચ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવાનો નિર્ણય લેવાયો છે. જો કે, સુપર 4ની બાકીની મેચો માટે નિર્ણય લેવામાં આવ્યો નથી, તે તમામ મેચો પણ કોલંબોમાં યોજાવાની છે. આ પછી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. સાથે જ શ્રીલંકા અને બાંગ્લાદેશના કોચે પણ આ અંગે સવાલો ઉઠાવ્યા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ જાહેરાત કરી હતી કે જો 10 સપ્ટેમ્બરના રોજ વરસાદની રમતમાં વિક્ષેપ પડે તો ભારત અને પાકિસ્તાન મેચ 11 સપ્ટેમ્બરે ફરી શરૂ થઈ શકે છે. ટુર્નામેન્ટની અન્ય મેચો માટે કોઈ 'અનામત' દિવસ રાખવામાં આવ્યો નથી. 'સુપર 4' તબક્કાની તમામ મેચો કોલંબોમાં યોજાવાની છે અને શહેરમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

બાંગ્લાદેશના કોચે આ માંગણી કરી હતી

બાંગ્લાદેશના કોચ ચંડિકા હથુરાસિંઘાએ કહ્યું કે, તે એશિયા કપની 'પ્લેઈંગ કન્ડીશન'માં અચાનક ફેરફાર કરવા પાછળના કારણથી વાકેફ નથી. હથુરાસિંઘાએ પોતાના નિવેદન દ્વારા સંકેત આપ્યો છે કે, આ મુદ્દે સર્વસંમતિથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે વધુમાં માંગ કરી હતી કે તેની ટીમ પણ મેચો માટે 'રિઝર્વ' દિવસ રાખવા માંગે છે. તેમણે કહ્યું, આ આદર્શ નથી અને અમે એક વધારાનો દિવસ પણ ઈચ્છીએ છીએ. મારી પાસે આના પર વધુ કોઈ ટિપ્પણી નથી કારણ કે તેઓએ પહેલેથી જ નિર્ણય લઈ લીધો છે અને જો તેઓએ અગાઉ અમારી સલાહ લીધી હોત તો અમે અમારો અભિપ્રાય આપ્યો હોત.

શ્રીલંકાના કોચે શું કહ્યું ?

શ્રીલંકાના કોચ સિલ્વરવુડે કહ્યું કે જ્યારે તેમને ભારત-પાકિસ્તાન મેચ માટે રિઝર્વ ડે રાખવાના નિર્ણય વિશે માહિતી મળી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું કે, અમે સ્પર્ધાનું આયોજન કરતા નથી, તેથી અમે તેના વિશે વધુ કહી શકતા નથી. સાચું કહું તો, મને નથી લાગતું કે તે યોગ્ય છે કારણ કે તેનાથી અન્ય ટીમો પોઈન્ટ મેળવી શકે છે. આ અમારા અભિયાનને અસર કરી શકે છે.

આ પણ વાંચો - Asia Cup : ભારત અને પાકિસ્તાનની આગામી મેચમાં વરસાદ પડશે તો શું ? ફેન્સને મળ્યા આ Good News

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.