Seema Haider પર લોકો મહેરબાન, કોઈકે ફિલ્મ ઓફર કરી તો કોઈકે 50,000ની નોકરી
સીમા હૈદર અને સચિન મીણાની લવસ્ટોરી ભારતથી પાકિસ્તાન સુધી હેડલાઇન્સમાં છે. હવે ગુજરાતના એક વેપારીએ તેમને નોકરીની ઓફર કરી છે. બિઝનેસમેન તરફથી કહેવામાં આવ્યું છે કે બંનેને પચાસ હજાર રૂપિયા મહિનાના વેતન પર નોકરી આપવામાં આવશે. વાસ્તવમાં, સીમા અને સચિનનો પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હોવાના સમાચાર બહાર આવતા જ એક ફિલ્મ નિર્દેશકે તેમને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી