Audi લઇને આવ્યો ખેડૂત અને વેચવા લાગ્યો શાકભાજી, જુઓ Video
શાકભાજીને લારીમાં લઇને આવતા તમે ઘણીવાર જોયું હશે પણ કોઇ શખ્સને 44 લાખની Audi લઇને શાકભાજી વેચતા ક્યારેય જોયો છે ? તમારો જવાબ હશે ના. પણ અમે તમને આજે જણાવી દઇએ કે, એક શખ્સ છે જેણે આવું જ કઇંક કર્યું છે જેના કારણે તે હાલમાં ઈન્ટરનેટ પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. કેરળના એક ખેડૂતનો Audi A4 લક્ઝરી સેડાન ચલાવીને બજારમાં શાકભાજી વેચતો વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
Audi લઇને આવ્યો અને શાકભાજી વેચવા લાગ્યો
આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝરનું ધ્યાન ખેંચ્યું છે. આ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર સુજીત એસપી દ્વારા શેર કરવામાં આવી છે, જે ઈન્ટરનેટ પર 'વેરાયટી ફાર્મર' તરીકે પ્રખ્યાત છે. 36 વર્ષીય ખેડૂતને તેમના નામ પર અનેક પુરસ્કારો સાથે, ખેતીની નવીન તકનીકો વિશે જાગૃતિ ફેલાવવા, વિવિધ પાક ઉગાડવા અને કૃષિ સાથે ટેક્નોલોજીનું મિશ્રણ કરવા માટે શ્રેય આપવામાં આવે છે. આ વીડિયોને શેર કરતી વખતે, સુજીતે કેપ્શન લખ્યું છે, "ઓડી કારમાં ગયો અને પાલક વેચી", જે હવે સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાતી લક્ઝરી અને સાદગીનું મિશ્રણ લોકોને ખૂબ આકર્ષી રહ્યું છે.
View this post on Instagram