Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું HARDIK અને NATASHA હવે ક્યારેય એક નહીં થાય? NATASHA એ આપી આ HINT

ભારતીય ટીમના સ્ટાર ઓલ રાઉંડર હાર્દિક પંડયાનો દેખાવ 2024 ના વિશ્વકપમાં ખૂબ જ શાનદાર રહ્યો હતો. પરંતુ હાર્દિક પંડયા મોટેભાગે તેમના ક્રિકેટના દેખાવ કરતા પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં તેમના પત્ની નતાશા સાથેનો વિવાદ લોકોમાં ખૂબ...
શું hardik અને natasha હવે ક્યારેય એક નહીં થાય  natasha એ આપી આ hint

ભારતીય ટીમના સ્ટાર ઓલ રાઉંડર હાર્દિક પંડયાનો દેખાવ 2024 ના વિશ્વકપમાં ખૂબ જ શાનદાર રહ્યો હતો. પરંતુ હાર્દિક પંડયા મોટેભાગે તેમના ક્રિકેટના દેખાવ કરતા પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં તેમના પત્ની નતાશા સાથેનો વિવાદ લોકોમાં ખૂબ જ ચર્ચાઇ રહ્યો છે. હાર્દિકના વિશ્વકપમાં જતાં પહેલા નતાશાએ તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી હાર્દિક સાથેના બધા જ પોસ્ટ ડિલીટ કર્યા હતા ત્યારથી લોકોના મનમાં પ્રશ્ન છે કે શું તેમના હવે છૂટાછેડા થવા માટે જઈ રહ્યા છે કે શું? હાર્દિકના વિશ્વકપ જીત્યા બાદ અને તેના ભારત આવ્યા બાદ પણ નતાશાએ હાર્દિક વિશેની કોઈ પણ પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર શેર કરી ન હતી. હવે તેમના અંગે સોશિયલ મીડિયા પર અલગ-અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ હવે નતાશાની તાજેતરની પોસ્ટ જોઈને લાગી રહ્યું છે કે બંને હવે કોઈ દિવસ એક નહીં થઈ શકે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

Advertisement

ફોટોમાં NATASHA એ આપી HINT

NATASHA એ હવે સોશિયલ મીડિયા ઉપર એક ફોટો શેર કર્યો હતો, જે હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ફોટામાં તે જીમ કરતી જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા તેણે લખ્યું કે, 'Lost everything but don't loss lord, એટલે કે બધું ગુમાવ્યા પછી પણ મેં ભગવાનમાં વિશ્વાસ ગુમાવ્યો નથી.' હવે નતાશા દ્વારા તેના ફોટા ઉપર આ પ્રકારનું વાક્ય જોતા લોકો તેને હાર્દિક સાથેના સંબંધ સાથે જોડી રહ્યા છે. નતાશાની આ પોસ્ટ જોઈને એવું લાગયી રહ્યું છે કે શું તેઓ હવે કોઈપણ દિવસ એક નહીં થાય?

Advertisement

કેવો રહ્યો છે WORLD CUP માં  હાર્દિકનો દેખાવ

હાર્દિકનું પ્રદર્શન આ 2024 ના વિશ્વકપમાં શાનદાર રહ્યું હતું. ભારતને ચેમ્પિયન બનાવવામાં હાર્દિકનું મહત્વપૂર્ણ યોગદાન હતું તેમાં કોઈ શંકા નથી.તેણે 150થી વધુ રન બનાવ્યા હતા. આ સિવાય 11 વિકેટ ઝડપી હતી. તેણે અંતિમ મેચમાં ત્રણ વિકેટ પણ લીધી હતી અને છેલ્લી ઓવરમાં 16 રનનો બચાવ કર્યો હતો.

આ પણ વાંચો : Champions Trophy 2025: પાકિસ્તાન નહીં… હવે આ દેશોમાં રમાશે ચેમ્પિયન્સ ટ્રોફી?

Advertisement

Tags :
Advertisement

.