Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup 2023 માં સૌથી વધુ Runs અને સૌથી Wickets કોના નામે રહી

ICC ODI World Cup 2023 હવે તેના અંતિમ તબક્કા પર છે. ગત રાત્રીએ ટીમ ઈન્ડિયા અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી જેમા ભારતે શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી હતી. જોકે, ટીમે આ વર્લ્ડ કપમાં પોતાની 9 મેચ રમી છે અને...
world cup 2023 માં સૌથી વધુ runs અને સૌથી wickets કોના નામે રહી

ICC ODI World Cup 2023 હવે તેના અંતિમ તબક્કા પર છે. ગત રાત્રીએ ટીમ ઈન્ડિયા અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી જેમા ભારતે શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી હતી. જોકે, ટીમે આ વર્લ્ડ કપમાં પોતાની 9 મેચ રમી છે અને તમામમાં જીત નોંધાવી છે. વળી આ વર્લ્ડ કપ દરમિયાન ભારતના બેટ્સમેન અને બોલરોએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. સાથે ઘણી ટીમના બેટ્સમેન અને બોલરોએ પોતાની અંદર રહેલા ટેલેન્ટને બહાર કાઢી સૌ કોઇને ચોંકાવી દીધા છે. તો આવો અહીં આપણે જાણીએ કે આ વર્લ્ડ કપ દરમિયાન કયા ખેલાડીનું કેવું પ્રદર્શન રહ્યું છે.

Advertisement

વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી કોના નામે ?

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેનોમાં રોહિત શર્મા અને સચિન તેંડુલકર છે. આ બંનેએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં છ-છ સદી ફટકારી છે. ફરક માત્ર એટલો છે કે સચિન તેંડુલકરે છ વર્લ્ડ કપમાં છ સદી ફટકારી છે, જ્યારે રોહિત શર્માએ માત્ર બે વર્લ્ડ કપમાં છ સદી ફટકારી છે. વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાના બેટથી માત્ર બે સદી ફટકારી છે. રોહિત અને સચિન તેંડુલકર પછી, વિશ્વ કપમાં સૌથી વધુ સદીઓ બનાવનાર ભારતીય સૌરવ ગાંગુલી છે, જેણે ચાર વર્લ્ડ કપ સદી ફટકારી છે, ત્યારબાદ શિખર ધવનનો નંબર આવે છે. શિખર ધવને ત્રણ સદી ફટકારી છે. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ક્રિસ ગેલે કુલ 49 સિક્સર ફટકારી છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સ 37 છગ્ગા સાથે બીજા સ્થાને છે.

Advertisement

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા છે?

સચિન તેંડુલકરે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેંડુલકરે 2278 રન બનાવ્યા છે. સચિન તેંડુલકરે સૌથી વધુ છ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લીધો છે.

Advertisement

વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોના નામે છે?

લીગ તબક્કા પછી, ODI વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં પ્રથમ નામ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું છે, જે અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. રવિવારે બેંગલુરુમાં નેધરલેન્ડ સામેની 51 રનની ઈનિંગ બાદ ભૂતપૂર્વ કેપ્ટને ટૂર્નામેન્ટમાં નવ મેચમાં 594 રન બનાવ્યા છે. કોહલીએ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં બે સદી ફટકારી છે.

શું ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ક્યારેય કોઈ બેટ્સમેને બેવડી સદી ફટકારી છે?

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ત્રણ બેટ્સમેનોએ બેવડી સદી ફટકારી છે. ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ, વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ અને તાજેતરના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે આ સિદ્ધિ મેળવી છે.

વર્લ્ડકપ 2023માં તમામ ટીમો પોતાની 9 મેચ રમી ચૂકી છે, હવે કુલ 10 ટીમોમાંથી 4 ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે, આ વર્લ્ડ કપમાં પણ બોલરોનો દબદબો ઘણા પ્રસંગોએ જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાથી લઈને આફ્રિકન બોલરો કે ઓસ્ટ્રેલિયન ટીમ, અહીં જુઓ આ વર્લ્ડ કપમાં કયા બોલરે પોતાની છાપ છોડી છે.

ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનું સન્માન મેળવવું મોટી વાત

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 1975માં થઈ હતી. આ સ્પર્ધામાં સૌથી વધુ રન બનાવવાનું સન્માન મેળવવું મોટી વાત છે. જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર 11 ક્રિકેટર જ આ સન્માન હાંસલ કરવામાં સફળ રહ્યા છે. ઇંગ્લેન્ડ દ્વારા આયોજિત મેન્સ વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિમાં, ન્યૂઝીલેન્ડના ગ્લેન ટર્નર ચાર મેચમાં 333 રન બનાવીને 1975 મેન્સ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. ભારતીય ક્રિકેટનો દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર એકમાત્ર એવો ક્રિકેટર છે જે ક્રિકેટ વર્લ્ડ કપમાં એક કરતા વધુ વખત સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. લિટલ માસ્ટર તરીકે જાણીતા સચિને 1996ના વર્લ્ડ કપમાં 523 રન બનાવ્યા હતા, જ્યારે 2003ના વર્લ્ડ કપમાં તેણે પોતાના બેટથી 673 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં રમાયેલા 2003 વર્લ્ડ કપમાં, સચિને 10 મેચમાં 673 રન બનાવ્યા હતા, જે ODI ક્રિકેટ વર્લ્ડ કપમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ સચિન તેંડુલકરના નામે છે. તેણે પાંચ ODI વર્લ્ડ કપમાં કુલ 44 ઇનિંગ્સ રમી છે જેમાં તેણે 2,278 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 સદી અને 15 અડધી સદી પણ ફટકારી છે. આ યાદીમાં બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગનું નામ આવે છે. પોન્ટિંગે વર્લ્ડ કપની 42 ઇનિંગ્સમાં 1743 રન બનાવ્યા છે.

આ પણ વાંચો - world cup 2023 : ભારતનો નેધરલેન્ડ્સ સામે 160 રને વિજય, કોહલી સહિત 9 ખેલાડીએ કરી બોલિંગ

આ પણ વાંચો - IND vs NED : World Cup ના ઈતિહાસમાં જે કોઇ ટીમ ન કરી શકે તે Team India એ કરી બતાવ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Tags :
Advertisement

.