આ ધાકડ પ્લેયરનો હવે ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ ટીમમાં કરાયો સમાવેશ, IPL 2024 માં પણ મચાવી ચૂક્યો છે ધૂમ
Jake Fraser-McGurk In T20 WC 2024 : IPL2024 હવે તેના અંતિમ ચરણમાં છે . IPL 2024 બાદ જૂન મહિનામાં તરત જ T20 વિશ્વકપ શરૂ થવાનો છે. IPL 2024 માં દિલ્હીની ટીમ માટે શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડી Jake Fraser-McGurk ને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ખેલાડીનો દેખાવ આ વર્ષના આઈપીએલમાં ખૂબ જ ધમાકેદાર રહ્યું હતું. તેમણે દિલ્હીને દરેક મેચમાં ઝડપી શરૂઆત અપાવી હતી. તેમણે 9 મેચમાં 234 ની શાનદાર સ્ટાઈક રેટથી 330 રન બનાવ્યા હતા. આ 9 મેચ દરમિયાન તેની એવરેજ 36.7 ની રહી હતી.
Jake Fraser-McGurk ની WORLD CUP માં એન્ટ્રી
Jake Fraser-McGurk ના આ IPL ના દેખાવને કારણે તેને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળી શકે છે.ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની ICC મેગા ટુર્નામેન્ટ માટે પસંદ કરાયેલી ટીમમાં સ્થાન ગુમાવનાર આ બેટ્સમેનને બેકડોર એન્ટ્રી મળી હોવાનું હાલ સામે આવી રહ્યું છે.
Jake Fraser-McGurk & Matt Short added into the Australian squad as the traveling reserve for the T20I World Cup 2024.....!!!! pic.twitter.com/ROuCZZqlm5
— Johns. (@CricCrazyJohns) May 21, 2024
આક્રમક બેટ્સમેન ફ્રેઝર અને મેથ્યુ શોર્ટ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાના રિઝર્વ ખેલાડીઓ હશે.તેમના ટીમમાં આવ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયાની ટીમ વધુ મજબૂત બની છે, તે વાતમાં કોઈ શંકા નથી.
T20 WORLD CUP 2024 માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
મિચેલ માર્શ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ટિમ ડેવિડ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, એશ્ટન અગર, જોશ ઈંગ્લિસ, મેથ્યુ વેડ, પેટ કમિન્સ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા
રીઝર્વ પ્લેયર્સ : મેથ્યુ શોર્ટ , જેક ફ્રેશર
આ પણ વાંચો : IPL 2024 Qualifier 1 : આજે KKR vs SRH ની મેચમાં કઇ ટીમને મળી શકે છે ફાઈનલની Ticket?