Retirement : રોહિત-કોહલી બાદ હવે આ ખેલાડીએ T20 માંથી નિવૃત્તિની જાહેરાત કરી...
ભારતીય ટીમે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર 29 જૂને T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી. આ ઐતિહાસિક જીત પછી, જ્યારે વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માએ તરત જ T20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ (Retirement)ની જાહેરાત કરી હતી, હવે એક દિવસ પછી સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ પણ T20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ (Retirement)ની જાહેરાત કરી છે. જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વર્લ્ડ કપ ટ્રોફી સાથેનો ફોટો પોસ્ટ કરીને ચાહકોને આ માહિતી આપી હતી.
View this post on Instagram
મેં હંમેશા મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે...
રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ નિવૃત્તિ (Retirement) અંગેની માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું કે મારા હૃદયથી આભાર સાથે હું T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટને અલવિદા કહું છું. મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે અને અન્ય ફોર્મેટમાં પણ આવું જ ચાલુ રાખવાનો મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવી એ એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું અને તે મારી T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સૌથી મોટી ક્ષણ પણ છે. આ યાદો માટે અને તમારા સતત પ્રોત્સાહન માટે પણ આપ સૌનો આભાર.
PM મોદીએ રવીન્દ્ર જાડેજાને અભિનંદન પાઠવ્યા...
Dear @imjadeja,
You have performed exceptionally as an all-rounder. Cricket lovers admire your stylish stroke play, spin and superb fielding. Thank you for the enthralling T20 performances over the years. My best wishes for your endeavours ahead.
— Narendra Modi (@narendramodi) June 30, 2024
ભારતના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. PM મોદી સહિત અનેક નેતાઓએ રવિન્દ્ર જાડેજાને અભિનંદન પાઠવ્યા છે. PM મોદીએ X પર લખ્યું, 'પ્રિય રવિન્દ્ર જાડેજા, તમે ઓલરાઉન્ડર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. ક્રિકેટ પ્રેમીઓ તમારા સ્ટાઇલિશ સ્ટ્રોક પ્લે, સ્પિન અને શાનદાર ફિલ્ડિંગની પ્રશંસા કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી T20 માં તમારા શાનદાર પ્રદર્શન માટે આભાર. તમારા ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.
T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન...
T20 આંતરરાષ્ટ્રીયમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 74 મેચોમાં 21.46 ની એવરેજથી 515 રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 127.16 રહ્યો છે, જે દરમિયાન તે 17 ઈનિંગ્સમાં અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો છે. જ્યારે બોલિંગમાં જાડેજાએ 71 ઇનિંગ્સમાં 29.85 ની એવરેજથી 54 વિકેટ ઝડપી છે. જેમાં જાડેજાએ 15 રનમાં 3 વિકેટ આપીને મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો : વિશ્વવિજેતા બન્યા બાદ રોહિત અને કોહલીને PM MODI એ કર્યો કોલ, કહી આ ખાસ વાત!
આ પણ વાંચો : ICC T20 WC : ‘અજેય’ ભારતીય ટીમે વિરાટ જીત સાથે બનાવ્યો આ ‘અવિશ્વસનીય’ રેકોર્ડ!
આ પણ વાંચો : T20 World Cup 2024: ચેમ્પિયન બન્યા બાદ ભાવુક થયા ભારતીય ખેલાડી