Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ નેતાનો વિશ્વાસ, T20 World Cup જીતાડશે સંજુ સેમસન

T20 World Cup 2024 ને લઇને ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમમાં આ વખતે ઘણા ખેલાડીઓ એવા છે કે જેઓ પહેલીવાર વર્લ્ડ કપ (World Cup) નો હિસ્સો બનવા જઇ રહ્યા છે. તાજેતરમાં IPL...
કોંગ્રેસ નેતાનો વિશ્વાસ  t20 world cup જીતાડશે સંજુ સેમસન

T20 World Cup 2024 ને લઇને ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમમાં આ વખતે ઘણા ખેલાડીઓ એવા છે કે જેઓ પહેલીવાર વર્લ્ડ કપ (World Cup) નો હિસ્સો બનવા જઇ રહ્યા છે. તાજેતરમાં IPL ટૂર્નામેન્ટ ચાલી રહેલી હોવાથી ટીમ ઈન્ડિયા (Team India) ના ખેલાડી માટે T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં રમવું સરળ રહેશે. બીજી તરફ T20 વર્લ્ડ કપને લઇને કોંગ્રેસ (Congress) ના એક દિગ્ગજ નેતાએ એક એવું નિવેદન આપ્યું છે જે તાજેતરમાં ખૂબ વાયરલ થઇ રહ્યું છે. આ કોંગ્રેસ નેતાએ સંજુ સેમસનના પસંદગીને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. આ નેતા કોણ છે અને તેમણે શું કહ્યું આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

કોંગ્રેસ નેતાનું સંજુ સેમસન પર મોટું નિવેદન

IPL 2024 ની ટૂર્નામેન્ટ તેના રોમાંચક તબક્કે પહોંચી ગઇ છે. ત્યારે આ બીગ ટૂર્નામેન્ટના પૂર્ણ થયા બાદ તુરંત જ T20 વર્લ્ડ કપની શરૂઆત થવા જઇ રહી છે. જેને લઇને ભારતીય ટીમની પસંદગી થઇ ગઇ છે. આ ટૂર્નામેન્ટમાં પહેલીવાર સંજુ સેમસન આપણને મેદાને જોવા મળશે. તે રિષભ પંતની સાથે બીજા વિકેટ કીપરની ભૂમિકા ભજવશે. જોકે, તે પ્લેઈંગ ઈલેવનમાં પસંદ થશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે. જણાવી દઇએ કે, મેદાનમાં સ્વભાવે શાંત દેખાતા અને આક્રમક બેટિંગ કરતા સંજુ સેમસન વિશે કોંગ્રેસ નેતા શશિ થરૂરે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જો સંજુ સેમસન હશે તો ભારતીય ટીમ આ વખતે ટી20 વર્લ્ડ કપ ચોક્કસપણે જીતશે.

Advertisement

ટીમ ટાઇટલ જીતશે તેવો વિશ્વાસ : શશિ થરૂર

તેમણે આગળ કહ્યું કે, કેરળમાં તેમના લોકસભા મતવિસ્તાર તિરુવનંતપુરમનો આ વિકેટકીપર બેટ્સમેન પસંદગીના લાયક હતો. શશિ થરૂરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે T20 વર્લ્ડ કપ માટે એક શાનદાર ટીમ પસંદ કરવા પર BCCI સિલેક્શન કમિટીને અભિનંદન. હું ખુશ છું કે મારા લોકસભા મતવિસ્તારની ક્રિકેટ વર્લ્ડ કપમાં પ્રતિનિધિત્વ કરાશે, કારણ કે સંજુ સેમસનને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તેમણે આ ટીમ ટાઇટલ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તમને યાદ હશે કે ગયા વર્ષે જ્યારે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાયો હતો ત્યારે સંજુ સેમસન ટીમમાં નહોતો અને શશિ થરૂરે તેની ઘણી ટીકા કરી હતી.

IPLમાં RR ની કેપ્ટનશીપ

સંજુ સેમસન તાજેતરમાં IPL ની રાજસ્થાન રોયલ્સ ટીમનો કેપ્ટન છે અને તેની ટીમ હાલમાં પોઈન્ટ્સ ટેબલ પર ટોપના સ્થાને છે. તેની ટીમ પહેલી ટીમ બનવાની ખૂબ જ નજીક છે કે જે પ્લેઓફમાં પહોંચશે. આ ટૂર્નામેન્ટમાં સંજુ સેમસને પોતાની કેપ્ટનની પણ ક્ષમતા સૌ કોઇને બતાવી છે. આ જ કારણ હતું કે જ્યારથી ટીમ સિલેક્શનની વાતો ચાલી રહી હતી, ઘણા દિગ્ગજો તેના દાવાને ખૂબ મજબૂત માની રહ્યા હતા, પરંતુ તેમ છતાં ટીમ સિલેક્શનની રાહ જોવાઈ રહી હતી. હવે જ્યારે તેની પસંદગી થઈ છે તો તેનો આત્મવિશ્વાસ પણ ઘણો વધી જશે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે તેઓ વર્લ્ડ કપમાં કેવું પ્રદર્શન કરે છે.

Advertisement

સંજુ સેમસનનું પ્રદર્શન

સંજુ સેમસનની T20 ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2015માં ડેબ્યૂ કર્યું હોવા છતાં તેને સતત રમવાની તક મળી નથી. તે અત્યાર સુધી માત્ર 25 T20 ઈન્ટરનેશનલ મેચ રમી શક્યો છે. આમાં તેના નામે 374 રન છે. તેની એવરેજ 18.70 છે અને તે 133.09ની એવરેજથી બેટિંગ કરી રહ્યો છે. આ ફોર્મેટમાં તેના નામે માત્ર એક અડધી સદી છે. તેણે ભલે T20 ઈન્ટરનેશનલમાં કોઈ સદી ફટકારી ન હોય, પરંતુ ODIમાં તેના નામે સદી છે. તેના આંકડા બહુ સારા નથી તેથી હવે જ્યારે તેને તક મળી છે તો તેણે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવવો પડશે.

આ પણ વાંચો - T20 World Cup Anthem : ક્રિકેટના તાલે ઝૂમવા થઇ જાઓ તૈયાર, ICC એ લોન્ચ કર્યું નવું એન્થમ

આ પણ વાંચો - Rohit Sharma PC: આ જીવનનો હિસ્સો..! રોહિત શર્માએ પહેલીવાર કપ્તાની પર તોડી ચુપ્પી

Tags :
Advertisement

.