Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AUS vs ENG : ઓસ્ટ્રેલિયાએ અમદાવાદમાં જીત મેળવી ઈંગ્લેન્ડને કર્યું ટુર્નામેન્ટથી OUT

ICC ODI World Cup 2023 ની 36 મી મેચ આજે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમા ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 33 રને હરાવ્યું છે. અમદાવાદવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમતા ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. જ્યા પહેલા બેટિંગ કરતા...
aus vs eng   ઓસ્ટ્રેલિયાએ અમદાવાદમાં જીત  મેળવી ઈંગ્લેન્ડને કર્યું ટુર્નામેન્ટથી out

ICC ODI World Cup 2023 ની 36 મી મેચ આજે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમા ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 33 રને હરાવ્યું છે. અમદાવાદવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમતા ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. જ્યા પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 49.3 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 48.1 ઓવરમાં માત્ર 253 રન જ બનાવી શકી હતી.

Advertisement

ઈંગ્લેન્ડની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર

ઓસ્ટ્રેલિયાની આ જીત સાથે ટીમ સેમી ફાઈનલની નજીક પહોંચી ગઇ છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 49.3 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ ડેવિડ મલાન અને બેન સ્ટોક્સની અડધી સદી ફટકારવા છતા 48.1 ઓવરમાં 253 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 10 ઓવરમાં 21 રન આપીને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. તેના સિવાય મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને કેપ્ટન પેટ કમિન્સે 2-2 સફળતા હાંસલ કરી હતી. ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને પણ એક વિકેટ મળી હતી. મેચની શરૂઆતમાં ટોપ ઓર્ડરની નિષ્ફળતા બાદ માર્નસ લાબુશેનની અડધી સદી અને પછી કેમરોન ગ્રીન અને માર્કસ સ્ટોઈનિસની શાનદાર ભાગીદારીની મદદથી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ મેચમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા 286 રન બનાવ્યા હતા. લાબુશેને 83 બોલમાં 71 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ગ્રીને 52 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. ઓલરાઉન્ડર સ્ટોઈનિસે 32 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, એડમ ઝમ્પાએ નીચલા ક્રમમાં 19 બોલમાં 29 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

Advertisement

એડમ ઝમ્પાનું શાનદાર પ્રદર્શન

Advertisement

એડમ ઝમ્પાએ સતત પાંચમી મેચમાં ત્રણ કે તેથી વધુ વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયાનો આ સતત પાંચમો વિજય છે. ઝમ્પાનો જાદુ પ્રથમ બે મેચમાં દેખાયો ન હતો જેમાં ઓસ્ટ્રેલિયા હાર્યું હતું. પરંતુ હવે આ બોલરે પોતાની ચમક ફેલાવવાનું શરૂ કરી દીધું છે. તેણે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 19 વિકેટ લીધી છે અને તે ટૂર્નામેન્ટનો ટોપ વિકેટ લેનાર બોલર પણ છે. ઈંગ્લેન્ડ સામે પણ તેણે 10 ઓવરમાં 21 રન આપ્યા અને ત્રણ વિકેટ લીધી છે.

આ મેચની વાત કરીએ તો, પ્રથમ રમતમાં ઓસ્ટ્રેલિયન ટીમે 49.3 ઓવર રમતા તેની તમામ 10 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી માર્નસ લાબુશેને સૌથી વધુ 71 રનની ઇનિંગ રમી હતી. કેમરન ગ્રીને પણ 47 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સ્ટીવ સ્મિથે પણ 44 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે માર્ક વુડ અને આદિલ રાશિદને 2-2 સફળતા મળી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 48.1 ઓવરમાં 253 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને પણ 2-2 સફળતા મળી હતી.

ઓસ્ટ્રેલિયા સેમી ફાઈનલ માટે મજબૂત દાવેદારી કરી

આ મેચ પહેલા શનિવારે રમાયેલી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં પાકિસ્તાનની ટીમની જીત સાથે સાઉથ આફ્રિકાએ સેમી ફાઈનલની ટિકિટ મેળવી લીધી હતી. હવે ઓસ્ટ્રેલિયન ટીમે તેની પાંચમી જીત સાથે અંતિમ-4 માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. કાંગારૂ ટીમે હજુ તેની છેલ્લી બે મેચ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સાથે રમવાની છે. જો ટીમ બંને મેચ જીતે છે તો તે નંબર 2 પર પણ જઈ શકે છે. જોકે, અહીંથી એક પણ જીત ઓસ્ટ્રેલિયાની સેમી ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરશે.

આ પણ વાંચો - NZ vs PAK : ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની જીતે આ ટીમને અપાવી સેમી ફાઈનલની ટિકિટ, જુઓ Point Table

આ પણ વાંચો - દિલ્હીના પ્રદૂષણની અસર હવે વર્લ્ડકપ ઉપર, દિલ્હીમાં મેચ પહેલા શ્રીલંકા ટીમે લીધો આ મોટો નિર્ણય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.