Unnao Police Viral Video : રક્ષકે શરમ મૂકી નેવે! મહિલાઓની સામે કપડા ઉતારીને બેઠો પોલીસકર્મી
Unnao Police Viral Video : આપણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોલીસ (Police) ને લઇને એક ખરાબ ઇમેજ (Bad Image) જોતા આવ્યા છીએ, કે તેઓ પોલીસ સ્ટેશન (Police Station) માં અર્ધ નગ્ન (half-naked) હાલતમાં મસાજ કરાવતા હોય છે. આવું તાજેતરમાં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઉન્નાવ (Unnao) માં જોવા મળ્યું હતું. અહીં એક સબ ઈન્સ્પેક્ટર (sub-inspector) નો અભદ્ર વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે, જ્યાં પોલીસ ચોકીની સામે ચાલી રહેલી ભાગવત કથામાં સબ ઈન્સ્પેક્ટર સામેની ખુરશી પર અન્ડરવેર પહેરીને અર્ધ નગ્ન થઈને બેઠા હતા. જેના કારણે કથામાં બેઠેલી મહિલાઓ અને યુવતીઓએ મોઢું ફેરવીને બેસવાની ફરજ પડી હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને સવાલો થઈ રહ્યા છે કે શું આ ઈન્સ્પેક્ટરને કોઈ સામાજિક શરમ છે કે નહીં?
મહિલાઓ સમક્ષ અર્ધનગ્ન હાલતમાં સબ-ઈન્સ્પેક્ટર
ઉન્નાવમાં યુપી પોલીસ ઈન્સ્પેક્ટરના શરમજનક કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણી મહિલાઓ એક જગ્યાએ એકઠી થઈ છે. અવાજ પરથી સ્પષ્ટ દેખાય છે કે કોઈ ધાર્મિક વિધિ થઈ રહી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા મહિલાઓ ઉમટી પડી છે. આ મહિલાઓથી થોડે દૂર એક ઈન્સ્પેક્ટર લગભગ નગ્ન બેઠેલા જોવા મળે છે. કહેવામાં આવ્યું કે ઈન્સ્પેક્ટરજી તેમની પોસ્ટ પર બેઠા છે. જ્યાં આ ચોકી બનાવવામાં આવી હતી ત્યાં એક મંદિર છે અને આ મંદિરમાં કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હતું અને ઈન્સ્પેક્ટર જી માત્ર અન્ડરવેર પહેરીને મહિલાઓની સામે બેઠેલા જોવા મળ્યા હતા. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે લોકોએ ઈન્સ્પેક્ટર જીના વર્તન પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું.
विडियो शनिवार का है। उन्नाव के अचलगंज में एक मंदिर में आयोजन चल रहा था, तभी वहां बनी पुलिस चौकी में दरोगा किस हाल में बैठा है, ये खुद देखिए। #Unnao #UPPolice @NBTLucknow pic.twitter.com/dYeYGfscXA
— Praveen Mohta (@MohtaPraveenn) May 26, 2024
ઘટનાનો 29 સેકન્ડનો વીડિયો વાયરલ
જણાવી દઇએ કે, અચલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કોલુહાગડા ગામમાં ચંદ્રિકા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. આજુબાજુના ગામોના નાગરિકોની તે આસ્થાનું કેન્દ્ર છે. મંદિર પરિસરમાં ભાગવત ચાલી રહી હતી. રવિવારે સવારે કથા દરમિયાન, પોસ્ટ પર તૈનાત ઈન્સ્પેક્ટર રામ નિવાસ યાદવ અન્ડરવેર પહેરીને ખુરશી પર બેસીને પોતાનો મોબાઈલ જોઇ રહ્યા હતા. આ ક્રિયા જોઈને કથામાં હાજર મહિલાઓએ શરમ અનુભવી અને મોંઢું ફેરવી લીધું. મહિલાઓને અસહજ જોઇ આયોજક પોલીસ ઈન્સ્પેક્ટર પાસે ગયો અને તેને ટુવાલ લપેટી લેવા કહ્યું. પરંતુ તેણે ગ્રામજનોની સલાહને અવગણી. આ દરમિયાન કોઈએ સમગ્ર ઘટનાનો 29 સેકન્ડનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. ઈન્સ્પેક્ટરનો વીડિયો વાયરલ થતાં જ SP સિદ્ધાર્થ શંકર મીણાએ આ કેસની તપાસ બિઘાપુર CO માયા રામને સોંપી દીધી છે. રિપોર્ટ મળતાં જ SP સિદ્ધાર્થ શંકર મીણાએ રવિવારે સાંજે પોસ્ટ ઈન્સ્પેક્ટર રામ નિવાસને લાઈનમાં મૂક્યા. SPના આદેશ પર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સંજીવ કુશવાહાએ ઈન્સ્પેક્ટર રામ નિવાસને ત્યાંથી હટાવીને લાઈનમાં મોકલી દીધા છે.
સોશિયલ મીડિયા યુઝર્સે કાઢી ભડાસ
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, શરમજનક, જેટલી પણ નિંદા કરીએ તેટલી ઓછી છે, મહિલાઓએ તે જ જગ્યાએ આ પુરુષને સબક શીખવાડવો જોઈએ. બીજાએ લખ્યું કે આ સ્થિતિમાં તેમનું જુલુશ કાઢવું જોઈએ, આ તેમની સજા છે. બીજાએ લખ્યું કે એવું લાગે છે કે શરમ નેવે મુકી દીધી છે, ઘણી બધી મહિલાઓ ત્યાં બેઠી છે, તેમનું પણ સન્માન નથી કરી રહ્યો.
આ પણ વાંચો - Kanpur માં પાણીપૂરી ખાવાના મુદ્દે છૂટી ધનાધન ગોળીઓ…
આ પણ વાંચો - Chhattisgarh : ગનપાવડર ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 10ના મોત