Chandrayaan-3: જુઓ ચંદ્રની સપાટી પરથી લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવરની પ્રથમ સેલ્ફી
આખરે એ ક્ષણ આવી ગઈ છે જેની એક અબજ ભારતીયો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઇસરોએ લેન્ડર વિક્રમથી ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવરના ઉતરાણનો વીડિયો જાહેર કર્યો હતો. જેમાં જોઈ શકાય છે કે રોવર રેમ્પની મદદથી ચંદ્ર પર ગયુ હતું....
આખરે એ ક્ષણ આવી ગઈ છે જેની એક અબજ ભારતીયો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઇસરોએ લેન્ડર વિક્રમથી ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવરના ઉતરાણનો વીડિયો જાહેર કર્યો હતો. જેમાં જોઈ શકાય છે કે રોવર રેમ્પની મદદથી ચંદ્ર પર ગયુ હતું. હાલ લેન્ડર અને રોવર સંપૂર્ણ સારી સ્થિતિમાં છે.
ચંદ્રની સપાટી પરથી લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવરની પ્રથમ સેલ્ફી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રની સપાટી પરથી ભારતના લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રેવરની પ્રથમ સેલ્ફી શેર કરી છે. જ્યારે પ્રજ્ઞાન રોવર તેની ઝડપે આગળ વધી રહ્યું હતું, ત્યારે વિક્રમ લેન્ડરે તેના રેમ્પનો ફોટો અને વીડિયો લીધો હતો. એક ટ્વિટમાં વીડિયો શેર કરતા ઈસરોએ લખ્યું, "... ચંદ્રયાન-3 રોવર લેન્ડરથી ચંદ્રની સપાટી પર કેવી રીતે પહોંચ્યું તે અહીં છે."
ચંદ્રયાન-3 બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ થયું હતું
ચંદ્રયાન-3 બુધવારે સાંજે 6.04 વાગ્યે ચંદ્ર પર સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ થયું, જેનાથી ભારત ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ચોથો દેશ બન્યો. આના લગભગ 4 કલાક પછી, પ્રજ્ઞાન રોવર સપાટી પર આવ્યું, તે ક્ષણ ISRO દ્વારા શેર કરવામાં આવેલા નવા વીડિયોમાં કેદ કરવામાં આવી છે.
... ... and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023
Advertisement
ઈસરોએ ચંદ્ર પર ટચડાઉનનો વીડિયો પણ જાહેર કર્યો છે
આ પહેલા ઈસરોએ ચંદ્ર પર ટચડાઉનનો વીડિયો જાહેર કર્યો હતો. આ તસવીરો વિક્રમ લેન્ડર દ્વારા ટચડાઉન પહેલા ક્લિક કરવામાં આવી હતી. 2 મિનિટ 17 સેકન્ડના આ વિડિયોમાં શરૂઆતમાં તરંગ જેવું દૃશ્ય દેખાય છે.. પછી ચંદ્રની સપાટીના ખાડાઓ દેખાય છે. આ પહેલા ચંદ્રયાન-3ના લેન્ડિંગ બાદ પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર ફરવાનું શરૂ કર્યું છે.
PM ગ્રીસની મુલાકાત બાદ ચંદ્રયાન-3 ટીમને મળશે
ઈસરોએ ટ્વીટ કર્યું કે પ્રજ્ઞાન રોવરની તમામ ગતિવિધિઓ સમયસર થઈ રહી છે. સમગ્ર સિસ્ટમ સામાન્ય રીતે કામ કરી રહી છે. વડાપ્રધાન મોદી ગ્રીસની મુલાકાત બાદ સીધા બેંગ્લોર પણ જશે અને મિશન ચંદ્રયાન-3ની ટીમને મળશે.અને મિશનની સફળતા બદલ અભિનંદન પાઠવશે.
આ પણ વાંચો---CHANDRAYAAN 3 : CHANDRAYAAN-2 એ CHANDRAYAAN-3 નો PIC લીધો, રોવર અને લેન્ડિંગનો VIDEO પણ સામે આવ્યો
Advertisement