Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીની ગરમી તો માત્ર ટ્રેલર, આ શહેર બન્યું આગની ભઠ્ઠી

દિલ્હીનું તાપમાન (Delhi's Temperature) 52.9 ડિગ્રી સેલ્સિયસ (52.9 degrees Celsius) નોંધાયું ત્યારે સમગ્ર દેશભરના લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પણ હવે દેશમાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ (Highest Temperature Record) મહારાષ્ટ્રના નાગપુરમાં નોંધાયું છે. અહીં ગુરુવારે એટલે કે 30મી મેના...
દિલ્હીની ગરમી તો માત્ર ટ્રેલર  આ શહેર બન્યું આગની ભઠ્ઠી

દિલ્હીનું તાપમાન (Delhi's Temperature) 52.9 ડિગ્રી સેલ્સિયસ (52.9 degrees Celsius) નોંધાયું ત્યારે સમગ્ર દેશભરના લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પણ હવે દેશમાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ (Highest Temperature Record) મહારાષ્ટ્રના નાગપુરમાં નોંધાયું છે. અહીં ગુરુવારે એટલે કે 30મી મેના રોજ 56 ડિગ્રી સેલ્સિયસ તાપમાન (56 degrees Celsius) નોંધાયું હતું. તાપમાનમાં અણધાર્યા વધારાને કારણે નાગપુર ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. લોકો ગરમીથી પરેશાન છે અને તેઓ સમજી શકતા નથી કે આટલી ગરમી કેમ અને કેવી રીતે પડી રહી છે.

Advertisement

Heat Wave

Heat Wave

નાગપુરમાં તાપમાનનો પારો વધ્યો

જો તમારા શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ નોંધાય છે તો લોકો હેરાન પરેશાન થઇ જાય છે, ત્યારે દેશમાં એક શહેર એવું છે જે આગની ભઠ્ઠીની જેમ ગરમ થયું છે. અમે અહીં મહારાષ્ટ્રના નાગપુર શહેરની વાત કરી રહ્યા છીએ. જે તાપમાનમાં અણધાર્યા વધારાને કારણે ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. લોકો ગરમીથી પરેશાન છે. દિલ્હીમાં તાપમાન 52.9 ડિગ્રી પર પહોંચી જતાં IMDએ તપાસનો આદેશ આપ્યો હતો. હવે નાગપુરમાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું કોઈ ભૂલ તો નથી થઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાગપુરના નોર્થ અંબાઝારી રોડથી દૂર રામદાસપેઠમાં તાપમાન 56 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સોનેગાંવમાં પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) ની સાતે AWS  માં પણ 54 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વર્ધા રોડ નજીક ખાપરી ખાતે સેન્ટ્રલ કોટન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR) વિસ્તારમાં AWS નું તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રામટેક AWS એ 44 ડિગ્રી સેલ્સિયસ દર્શાવ્યું હતું. આવી સ્થિતિમાં દરિયાકાંઠાના મહારાષ્ટ્ર અને મુંબઈના લોકો માટે ચિંતા વધી શકે છે.

Advertisement

Heat Wave

Heat Wave

IMD એ ચિંતા વ્યક્ત કરી

છેલ્લા બે અઠવાડિયાથી મધ્ય ભારત, ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં તીવ્ર ગરમી પડી રહી છે. રેમલ ચક્રવાત અને કેરળમાં નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ પહેલા ચોમાસાના આગમન બાદ IMDએ એક દિવસ પહેલા કહ્યું હતું કે હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ચોમાસું આગળ વધતાં લોકોને રાહત મળશે, પરંતુ નાગપુરમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. સ્થાનિક લોકો ચિંતાતુર છે. જોકે ગઈ કાલે દિલ્હીનું મહત્તમ તાપમાન 45 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું જે IMDની આગાહી મુજબ છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) ચિંતિત બન્યું છે.

Advertisement

IMD Alert

IMD Alert

દેશના દક્ષિણમાં ચોમાસાનું આગમન

આખરે 30મી મેના રોજ દેશના દક્ષિણ ભાગ કેરળમાં ચોમાસું આવી ગયું છે. જેના કારણે ત્યાંના લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે. વાસ્તવમાં, હાલમાં દેશમાં તીવ્ર ગરમી છે, જેના કારણે લોકો ઘરની બહાર નીકળતી વખતે પોતાને સૂર્યથી બચાવવા માટે તમામ સાવચેતી રાખી રહ્યા છે. જોકે, હવામાન વિભાગે કહ્યું છે કે, 20 જૂન સુધીમાં દેશના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે અને ત્યાં સુધીમાં દરેક રાજ્યમાં ચોમાસું પણ આવી જશે, જેનાથી લોકોને ઘણી રાહત મળશે.

આ પણ વાંચો - Extreme Heat : જીવલેણ બની ગરમી! દેશમાં એક જ દિવસમાં 200 થી વધુ લોકોના મોત

આ પણ વાંચો - દેશમાં ચોમાસાનો પ્રારંભ, ગુજરાતમાં ક્યારે આવશે મેઘસવારી ?

Tags :
Advertisement

.