Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Parliament : નવા ચૂંટાયેલા સાંસદોના શપથ સાથે લોકસભાના સત્રની થશે શરુઆત

Parliament : 18મી લોકસભાનું પ્રથમ સંસદીય સત્ર ( Parliament ) આજથી શરૂ થઈ રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. લોકસભાનું આ પ્રથમ સત્ર તોફાની બનવાની ધારણા છે, કારણ કે વિપક્ષ 26 જૂને લોકસભા...
parliament   નવા ચૂંટાયેલા સાંસદોના શપથ સાથે લોકસભાના સત્રની થશે શરુઆત

Parliament : 18મી લોકસભાનું પ્રથમ સંસદીય સત્ર ( Parliament ) આજથી શરૂ થઈ રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. લોકસભાનું આ પ્રથમ સત્ર તોફાની બનવાની ધારણા છે, કારણ કે વિપક્ષ 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી, NEET-UG અને UGC-NETમાં પેપર લીકના આક્ષેપો પર ચર્ચાની માંગ કરશે. તેમજ પ્રોટેમ સ્પીકરની નિમણૂક પર વિવાદના મુદ્દે વિપક્ષ સંસદ સત્રમાં એનડીએ સરકારને ઘેરી શકે છે.

Advertisement

પ્રોટેમ સ્પીકર પીએમ મોદીને શપથ લેવડાવશે

સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભર્તૃહરિ મહતાબને લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવશે. આ પછી લોકસભાના નેતા મહતાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહના સભ્ય તરીકે શપથ લેવડાવશે.

મંત્રી મંડળ પણ આજે જ શપથ લેશે

વડાપ્રધાન મોદી શપથ ગ્રહણ કર્યા બાદ તેમનું મંત્રી મંડળ પણ શપથ લેશે. પ્રોટેમ સ્પીકર પછી રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત સ્પીકર્સ પેનલને શપથ લેવડાવશે, જે 26 જૂને સ્પીકરની ચૂંટણી સુધી ગૃહની કાર્યવાહી ચલાવવામાં તેમની મદદ કરશે. નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવવામાં મહતાબને મદદ કરવા માટે રાષ્ટ્રપતિ દ્વારા કોડીકુંનીલ સુરેશ (કોંગ્રેસ), ટી આર બાલુ (ડીએમકે), રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તે (ભાજપ) અને સુદીપ બંદોપાધ્યાય (ટીએમસી)ની નિમણૂક કરવામાં આવી છે.

Advertisement

INDIA ગઠબંધનના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી

જો કે, ઈન્ડિયા એલાયન્સના સાંસદો સાંસદોના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પ્રોટેમ સ્પીકરને મદદ કરવા માટે સ્પીકરની ખુરશીની નજીક બેસશે નહીં. કોંગ્રેસ અને ઈન્ડિયા બ્લોક પાર્ટીઓ નારાજ છે કે પરંપરા તોડીને 8 વખતના કોંગ્રેસના સાંસદ કે સુરેશની જગ્યાએ 7 વખતના ભાજપના સાંસદ ભ્રત્રીહરિ મહેતાબને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે.

Advertisement

રાષ્ટ્રપતિ 27 જૂને બંને ગૃહોને સંબોધિત કરશે

લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને યોજાશે. 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. સામાન્ય ચૂંટણી પછી 18મી લોકસભાનું આ પ્રથમ સત્ર છે. 2024ની લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધને 293 બેઠકો જીતી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ 234 બેઠકો જીતી છે. કોંગ્રેસને 99 બેઠકો મળી છે.

પીએમ મોદી 2 જુલાઈએ સંસદને સંબોધિત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈએ રાષ્ટ્રપતિના અભિભાષણના જવાબમાં લોકસભાને સંબોધિત કરશે. તેઓ બીજા દિવસે રાજ્યસભામાં પણ બોલશે. દરમિયાન, રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી 3 જુલાઈ, 2024 સુધી ચાલશે.

આ પણ વાંચો----- Parliament Session : આવતીકાલથી શરૂ થશે સંસદનું સત્ર, 26 મીએ સ્પીકરની ચૂંટણી…

Tags :
Advertisement

.