Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Teesta Setalvad ને ધરપકડમાંથી રાહત, Supreme Court એ Gujarat HC ના નિર્ણય પર લગાવી રોક

તિસ્તા સેતલવાડને (Teesta Setalvad) શનિવારે રાત્રે સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) રાહત મળી છે. સુપ્રીમ કોર્ટની (Supreme Court) ત્રણ જજોની બેન્ચે તિસ્તા સેતલવાડને એક સપ્તાહનું વચગાળાનું રક્ષણ આપ્યું જે હેઠળ તિસ્તાની ધરપકડ કરવામાં આવશે નહીં અને ગુજરાત હાઇકોર્ટના (Gujarat High Court)...
teesta setalvad ને ધરપકડમાંથી રાહત  supreme court એ gujarat hc ના નિર્ણય પર લગાવી રોક

તિસ્તા સેતલવાડને (Teesta Setalvad) શનિવારે રાત્રે સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) રાહત મળી છે. સુપ્રીમ કોર્ટની (Supreme Court) ત્રણ જજોની બેન્ચે તિસ્તા સેતલવાડને એક સપ્તાહનું વચગાળાનું રક્ષણ આપ્યું જે હેઠળ તિસ્તાની ધરપકડ કરવામાં આવશે નહીં અને ગુજરાત હાઇકોર્ટના (Gujarat High Court) આદેશ મુજબ તિસ્તાએ તાત્કાલિક આત્મસમર્પણ કરવું પડશે નહીં. ત્રણ જજની બેંચ સમક્ષ કેસ આવે તે પહેલા બે જજની બેન્ચે શનિવારે સાંજે જ આ મામલે સુનાવણી કરી હતી. જો કે ત્યારે જામીન અંગે બંને જજોનો અભિપ્રાયો અલગ-અલગ હતા. તેમણે કેસની સુનાવણી માટે મોટી બેંચ પાસે મોકલી દીધો હતો અને શનિવારે જ આ મામલાની સુનાવણી કરવા કહ્યું હતું.

Advertisement

Gujarat HC નો નિર્ણય Supreme Court માં પડકાર્યો

તિસ્તા સેતલવાડની જામીન અરજી પર શનિવારે ત્રણ જજોની બેન્ચે સુનાવણી કરી હતી. રાત્રે 9.15 કલાકે સુનાવણી શરૂ થઈ. આ મામલો જસ્ટિસ BR ગવઈ, જસ્ટિસ AS બોપન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. વાસ્તવમાં તિસ્તા સેતલવાડને શનિવારે ગુજરાત હાઈકોર્ટે તેની જામીન અરજી રદ્દ કરીને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. આ નિર્ણય સામે તે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.

Advertisement

Gujarat High Court એ આત્મસમર્પણ કરવા કર્યો હતો આદેશ

જણાવી દઈએ કે, તિસ્તા સેતલવાડે 2002ના ગોધરા રમખાણ કેસમાં નિયમિત જામીન નામંજૂર કરવાના ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તિસ્તા સેતલવાડની નિયમિત જામીન માટેની અરજીને ફગાવીને, ગુજરાત હાઈકોર્ટે સેતલવાડને આ મામલાની તપાસ કરી રહેલી SIT સમક્ષ તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના આ આદેશને લઈને તિસ્તા સેતલવાડે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

Advertisement

ત્રણ જજોની બેચ પાસે પહોંચ્યો મામલો

શનિવારે જસ્ટિસની અધ્યક્ષતાવાળી 2 જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. અહીં, બે ન્યાયાધીશો વચ્ચે મતભેદ થયા પછી, મામલો CJI ને મોકલવામાં આવ્યો, તેને સુનાવણી માટે મોટી બેંચ પાસે મોકલવાની વિનંતી કરવામાં આવી. આ પછી, CJIએ કેસની સુનાવણી માટે જસ્ટિસ BR ગવઈની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચની રચના કરી.

શું કહ્યું તિસ્તાના વકિલે?

સુનાવણી શરૂ થતાની સાથે જ કોર્ટે તિસ્તાને વચગાળાની રાહત અને તેના પર લાદવામાં આવેલી શરતો અંગે સુપ્રીમ કોર્ટનો આદેશ માંગ્યો. તિસ્તાના વરિષ્ઠ વકીલ CU સિંઘે જણાવ્યું હતું કે, એકવાર ચાર્જશીટ દાખલ થયા પછી કેસને સુનવણી માટે ફેબ્રુઆરી 2023માં સેશન્સ કોર્ટમાં મોકલવામાં આવ્યો. હજુ સુધી આરોપો નક્કી નથી થયાં, આરોપો સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે.

તીસ્તાના વકીલે ગુજરાત હાઈકોર્ટ આદેશને બતાવ્યો. તેમણે કહ્યું કે, વચગાળાની રાહતને સુપ્રીમ કોર્ટના આગાલા આદેશ સુધી જાળવી રાખવામાં કાનૂની અને પ્રક્રિયાગત રૂપમાં પણ કોઈ વાંધો નહી હોય. તીસ્તાનો પાસપોર્ટ પણ જમા છે. તપાસમાં સહયોગ પણ કરી રહી છે. ચાર્જ ફ્રેમ થઈ ચુક્યા છે. બે કલમો બીનજામીન પાત્ર છે. તીસ્તાની 26 જુન 2022ના રોજ ધકપકડ કરવામાં આવી હતી.

શું કહ્યું સોલિસિટર જનરલે?

તીસ્તાના વકિલ પછી સોલિસિટપ જનરલ તુષાર મહેતાએ પોતાની દલીલોથી તિસ્તાને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો વિરોધ કર્યો. જસ્ટીસ ભૂષણનું કહેવું છે કે જે વ્યક્તિ દસ મહિનાથી આ કોર્ટના આદેશની બહાર છે આગામી એક અઠવાડિયા અને વધુ બહા રહેવાથી શું વાંધો હોઈ શકે? મહેતાએ દલીલ આપી કે તિસ્તા પણ એક સામાન્ય અપરાધી છે જેણે ખોટા આરોપો લગાવ્યા અને તપાસ એજન્સી સાથે કોર્ટેને પણ ગેર માર્ગે દોરી. જેસ SIT એ તેની ધરપકડ કરી તેને આ કોર્ટે જ નિયુક્ત કરી હતી.

આ પણ વાંચો : હાઈકોર્ટનો ‘તત્કાલ આત્મસમપર્ણ’નો આદેશ થયો અને તિસ્તા અને તેમના પતિએ મોબાઈલ ફોન બંધ કરી દીધાં ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.