તિસ્તા સેતલવાડ અને આર.બી શ્રીકુમારને અમદાવાદ કોર્ટમાં રજૂ કરાયાં
મુંબઈથી ગુજરાત એટીએસે એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ દ્વારા તિસ્તા સેતલવાડ અને પૂર્વ આઇ.પીએસ શ્રી કુમારની ગઇ કાલે સાંજે મુંબઇ ખાતેથી અટકાયત કરાઇ હતી. ત્યારબાદ મોડી રાત્રે તિસ્તાને અમદાવાદ લાવવામાં આવી હતી અને વહેલી સવારે એટીએસે ક્રાઈમ બ્રાન્ચને સોંપતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આજે તે બંન્નેને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયા હતાં. સાથે જ આ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચનàª
મુંબઈથી ગુજરાત એટીએસે એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ દ્વારા તિસ્તા સેતલવાડ અને પૂર્વ આઇ.પીએસ શ્રી કુમારની ગઇ કાલે સાંજે મુંબઇ ખાતેથી અટકાયત કરાઇ હતી. ત્યારબાદ મોડી રાત્રે તિસ્તાને અમદાવાદ લાવવામાં આવી હતી અને વહેલી સવારે એટીએસે ક્રાઈમ બ્રાન્ચને સોંપતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આજે તે બંન્નેને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયા હતાં. સાથે જ આ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓનું કહેવું છે કે તિસ્તા દ્વારા તપાસમાં સહયોગ અપાતો નથી. આજે પોલીસે તેના 14 દિવસના રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. હાલમાં તિસ્તા અને શ્રીકુમારની ધરપકડ કરાઈ છે. જ્યારે સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટથી પાલનપુર જેલથી અમદાવાદ લાવવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોલીસ રિમાન્ડની માગ કરવામાં આવી હતી. સવારે 6 વાગે તિસ્તા સેતલવાડને ગુજરાત ATSએ ક્રાઈમ બ્રાન્ચને હવાલે કરાઇ હતી. તિસ્તા સેતલવાડને મેડિકલ રિપોર્ટ માટે ક્રાઈમ બ્રાન્ચથી વીએસ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.ત્યાં મેડિકલ રિપોર્ટ બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરવમાં આવશે તથા પોલીસ દ્રારા આપોપીના રિમાન્ડ મુદ્દે રજૂઆત કરવામાં આવશે.
શ્રીકુમાર અને તિસ્તાને કાવતરાનું ફળ મળ્યું, બદલાની રાજનીતિ નથી: પાટીલ
તિસ્તા સેતલવાડની ધરપકડ મુદ્દે CR પાટીલનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે, કહ્યું શ્રીકુમાર અને તિસ્તાને કાવતરાનું ફળ મળ્યું, બદલાની રાજનીતિ નથી. સાથે જ તેમણે કહ્યું કે તિસ્તા સેતલવાડના NGO મારફતે નાણાં મેળવી કાવતરામાં ઉપયોગ કરાયા હતાં. શ્રીકુમાર,તીસ્તા સેતલવાડને કાવતરા ઘડવાનુ ફળ મળી રહ્યું છે, આર પાટીલે ચોખવટ કરતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે 3 આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યો હતો. SCના આદેશ મુજબ કાર્યવાહી થઇ રહી છે. આ કોઇ બદલાની રાજનીતિ નથી. સુપ્રીમ કોર્ટનું 300 પેજનું જજમેન્ટ છે. PM મોદીને માત્ર બદનામ કરવાની નહી પણ ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર હતું. જે બહાર આવ્યું છે તેના અનુરૂપ કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં પાટીલે ચોખવટ કરતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે 3 આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યો હતો. SCના આદેશ મુજબ કાર્યવાહી થઇ રહી છે. સુપ્રીમ કોર્ટનું 300 પેજનું જજમેન્ટનો પણ ઉલ્લખ કર્યો હતો.
મોદીજીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડનો ઉપયોગ કરવામાં આવ્યો: ગૃહમંત્રી અમિત શાહ
2002 ગુજરાત રમખાણો પર ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે મીડિયા સામે ખુલાસા આપતાં જણાવ્યું છે કે ,તે સમયે એવી વાતો ફેલાવવામાં આવી કે ફાયરિંગ માત્ર મુસ્લિમો માર્યા ગયા, પણ હવે કોર્ટે સ્વીકાર્યું છે કે આવું નથી થયું તમણે વધુમાં ઉમેર્યુ હતું કે, લોકોને ટ્રેનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા પણ તે સમયે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈએ આ ધિક્કારજનક ઘટનાની ટીકા પણ ન કરી તેમણે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મોદીજીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડને કેન્દ્ર સરકારે મદદ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કાર્યવાહીના નિર્દેશ આપ્યા
2002ના ગુજરાત રમખાણો મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ખાસ તપાસ ટીમે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી. તેને જાકિયા ઝાફરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જાકિયા ઝાફરીની અરજી ફગાવી દેતાં કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ સામે ફરિયાદ નોંધી હતી.
ક્રાઈમ બ્રાન્ચના પીઆઈએ ફરિયાદ નોંધાવી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર દર્શનસિંહ બારડે નોધાવેલી ફરિયાદમાં સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડને આરોપી તરીકે દર્શાવાયા છે. ફરિયાદમાં જાકિયા જાફરીને મદદ કરતા તેની કોર્ટ પિટિશન, એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પૂરાવાઓ સાચા તરીકે ઉપયોગ માટે રજૂ કર્યા હતા. આરોપીઓ સામે આઈપીસી 468, 471, 194, 211, 218 અને 120 બી મુજબ ગુનો નોધાયો હતો.
તિસ્તા સેતલવાડ સામે આરોપ શુ ?
તિસ્તા સામે વિદેશથી આવેલા ફંડિગમાં ફ્રોડ કર્યાનો છે આરોપ છે. જાન્યુઆરી 2014માં તિસ્તા સેતલવાડ સહિત 5 વ્યક્તિઓ વિરૂદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં થઈ FIRમાં વિદેશી ફંડિંગના નાણાથી પોતાના ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવ્યાનો પોલીસનો આરોપજેમાં ગુલબર્ગ સોસાયટીના 12 રહિશોએ જ તિસ્તા વિરૂદ્ધ કરી હતી ફરિયાદ જેમાં મ્યુઝિયમ બનાવવા જે ફંડિગ ભેગુ કર્યુ તેનો દૂરૂપયોગ કર્યાનો આરોપ છે. સાથે જ તેણે ક્રેડિટ કાર્ડથી ઘરેણાં અને દારૂની ખરીદી કર્યાનો પણ ફરિયાદમાં આરોપ છે. 2019માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પણ એવું સામે આવ્યું હતું કે તીસ્તા તેના પતિ જાવેદ અને અન્ય ત્રણ લોકોએ રૂ. 1 કરોડ 51 લાખની છેતરપિંડી કરી હતી
સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
આપને જણાવી દઈએ કે 2002ના ગુજરાત રમખાણ કેસમાં ગુલબર્ગ સોસાયટીના મામલે અહસાન જાફરીની મોત થયું હતું. તેમણી પત્ની SITની તપાસ સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. પણ તે તપાસને સાચી ઠેરવતા શુક્રવારે જ સુપ્રીમ કોર્ટ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે જે લોકો કાયદા સાથે રમત રમે છે તેમની સામે કાર્યવાહી કરવી જરુરી બને છે. આ અગાઉ ગુજરાત સરકારે પણ કોર્ટમાં કહ્યું હતું કે એનજીઓની 2007 માં જે આર્થિક સ્થિતિ હતી તેની તુલનાએ ગુલબર્ગ સોસાયટીના મ્યુઝિયમ બનાવવાની પ્રપોઝલ બાદ તે ઘણી ધનવાન બની હતી.
પૂર્વ IPS અધિકારી આરબી શ્રીકુમારની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
તો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ IPS અધિકારી આરબી શ્રીકુમારની પણ ધરપકડ કરી છે. ગુજરાત રમખાણ કેસ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટએ કહ્યું હતું કે રમખાણ મુદ્દે મુખ્યમંત્રીની મિટિંગમાં સહભાગી થવાનો દાવો કરનારું નિવેદન રાજનૈતિક રૂપથી સનસની ઊભી કરનારું હતું. આપને એ પણ જણાવી દઈએ કે સંજીવ ભટ્ટ હિરેન પંડયા અને આરબી શ્રીકુમારે SITના સામે જે જવાબ રજૂ કર્યા હતા તે નિરાધાર અને ખોટા સાબિત તહત્યા છે કારણ કે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ લોકો લો એન્ડ ઓર્ડરની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં ઉપસ્થિત પણ ન હતા
Advertisement