Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uniform માં વીડિયો અને રીલ બનાવતા પોલીસકર્મીઓ પર થશે કડક કાર્યવાહી...

યુનિફોર્મ (Uniform)માં પોલીસકર્મીઓનો વીડિયો અને રીલ બનાવવાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. રાજસ્થાન પોલીસે તેને અંકુશમાં લેવા માટે મોટું પગલું ભર્યું છે. આ મામલે તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના મોકલી દેવામાં આવી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે યુનિફોર્મ...
uniform માં વીડિયો અને રીલ બનાવતા પોલીસકર્મીઓ પર થશે કડક કાર્યવાહી

યુનિફોર્મ (Uniform)માં પોલીસકર્મીઓનો વીડિયો અને રીલ બનાવવાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. રાજસ્થાન પોલીસે તેને અંકુશમાં લેવા માટે મોટું પગલું ભર્યું છે. આ મામલે તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના મોકલી દેવામાં આવી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે યુનિફોર્મ (Uniform)માં પોલીસકર્મીઓ જેઓ 'પોલીસ સિવાયની બાબતો' પર વીડિયો, રીલ અથવા સ્ટોરી વગેરે અપલોડ કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

શું છે સમગ્ર મામલો?

વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'પોલીસ સિવાયની બાબતો' પર વીડિયો, રીલ અથવા સ્ટોરી વગેરે અપલોડ કરનારા યુનિફોર્મ (Uniform)માં પોલીસકર્મીઓ સામે કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભમાં રાજસ્થાનના પોલીસ વડા યુઆર સાહુએ મંગળવારે તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. પોલીસ મહાનિર્દેશક (DGP) યુઆર સાહુએ જણાવ્યું હતું કે યુનિફોર્મ (Uniform)માં પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયા પર પોલીસના કામ સાથે કોઈ સંબંધ ન હોય તેવા પોતાના વીડિયો, રીલ અને સ્ટોરી પોસ્ટ કે અપલોડ કરવી પોલીસ નિયમોની વિરુદ્ધ છે. આનાથી વિભાગની ગરિમા અને છબી પર વિપરીત અસર પડે છે.

DGP એ પોલીસકર્મીઓને આહ્વાન કર્યું...

સાહુએ રાજ્યના તમામ પોલીસ અધિક્ષકો, કમાન્ડન્ટ્સ અને અન્ય પોલીસ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે ભવિષ્યમાં કોઈપણ પોલીસકર્મીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોલીસની કામગીરી સિવાયના કોઈપણ પ્રકારના વીડિયો, રીલ, સ્ટોરી તૈયાર કરવી જોઈએ અને પોસ્ટ કરવી જોઈએ નહીં. કંટ્રોલીંગ ઓફિસરે આવી પોસ્ટ કરનારા પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી કરવી જોઈએ. DGP એ પોલીસકર્મીઓને આહ્વાન કર્યું છે કે પોલીસ યુનિફોર્મ (Uniform) એ આપણી પ્રતિબદ્ધતા, સમર્પણ અને જનતા પ્રત્યેની આપણી જવાબદારીનું પ્રતિક છે. તેનો ઉપયોગ કરતી વખતે આપણે ખૂબ કાળજી અને ગંભીરતા લેવી જોઈએ. યુનિફોર્મ (Uniform)માં અયોગ્ય પ્રસારણ કરવું એ માત્ર અનુશાસનહીનતાની નિશાની નથી, પરંતુ તે લોકોમાં વિશ્વાસને પણ નબળી કરે છે.

Advertisement

આ પણ વાંચો : PM મોદી ક્યાં રોકાણ કરે છે? એફિડેવિટથી થયો ખુલાસો, આ બે યોજનાઓ પર છે વિશ્વાસ…

આ પણ વાંચો : Rajasthan: ખાણમાં લિફ્ટ તૂટી જતા 14 અધિકારીઓ ખાણમાં ફસાયા

Advertisement

આ પણ વાંચો : BHISHM Project: હવાથી જમીન પર ઉતાર્યું સ્વદેશી હોસ્પિટલ, વાયુસેનાએ રચ્યો ઈતિહાસ

Tags :
Advertisement

.