Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ujjain: ઉજ્જૈનમાં સરદાર પટેલની મૂર્તિ ભીડે તોડી પાડી! જાણો આ વિવાદનું કારણ

Ujjain: ઉજ્જૈન નજીક માકડોનમાં બે મહાપુરુષોની મૂર્તિઓને લઈને ભારે ઘર્ષણ ચાલી રહ્યું છે. અહીં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એક જુથે હુમલો કર્યો હતો જેઓ ત્યા બાબા સાહેબની મૂર્તિ લગાવવા માંગતા હતા. આ પછી પટેલ અને આંબેડકર સમર્થકો વચ્ચે ભારે હોબાળો...
ujjain  ઉજ્જૈનમાં સરદાર પટેલની મૂર્તિ ભીડે તોડી પાડી  જાણો આ વિવાદનું કારણ

Ujjain: ઉજ્જૈન નજીક માકડોનમાં બે મહાપુરુષોની મૂર્તિઓને લઈને ભારે ઘર્ષણ ચાલી રહ્યું છે. અહીં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એક જુથે હુમલો કર્યો હતો જેઓ ત્યા બાબા સાહેબની મૂર્તિ લગાવવા માંગતા હતા. આ પછી પટેલ અને આંબેડકર સમર્થકો વચ્ચે ભારે હોબાળો થયો હતો. પથ્થરમારો અને આગચંપી કરવામાં આવી હતી. પોલીસે ચાર્જ સંભાળી લીધો છે.

Advertisement

દુકાનો અને વાહનોની પણ તોડફોડ કરવામાં આવી

ઉજ્જૈન જિલ્લાની તહસીલ માકડોનમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર ટ્રેક્ટર વડે પાડી દેવામાં આવી હતી. ત્યાર બાદ બે જુથો સામસામે આવી ગયા હતા અને સાથે સાથે પથ્થર મારો પણ કર્યો હતો. દરમિયાન દુકાનો અને વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મામલે ઉજ્જૈન એડિશનલ એસપી નિતેશ ભાર્ગવ સાથે ઉજ્જૈન અને તરાના સાથે માકડોન પોલીસ પણ પહોંચી ગઈ હતી. આ દરમિયાન બન્ને પક્ષોને સમજાવ્યા બાદ મામલો શાંત થયો હતો. હાલત વધારે ખરાબ હોવાથી ત્યા પોલીસનો કાફલો પણ ઉપસ્થિત રહ્યો હતો.

ભીમ આર્મીઅને પાટીદાર સમાજના લોકો વચ્ચે જુથ અથડામણ

Ujjain જિલ્લાના માકડોનમા બુધવારે સવારે ભીમ આર્મીઅને પાટીદાર સમાજ આ બે પક્ષો આમ-સામે આવી ગયા હતા. ભીમ આર્મી દ્વારા સરદાર પટેલની મૂર્તિને ટ્રેક્ટર દ્વારા તોડી પાડવામાં આવી હતી. આ સાથે સાથે લોખંડ અને રોડના પથ્થર દ્વારા હુમલો કર્યો હતો. આ બાદ અન્ય એક પક્ષ પણ તેમાં આવ્યો હતો. આ દરમિયાન બે પક્ષો વચ્ચે પથ્થર માર પણ થયો હતો. ભીડ દ્વારા વાહનો પણ સળગાવી દેવામાં આવ્યાં અને દુકાનો પર પણ પથ્થર મારો કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો: સાત મહિનામાં શેટ્ટરે BJPમાં કરી ઘર વાપસી, કહું કે, ‘મોદી ફરી બનશે PM’

પોતાની માંગણીને લઈને થયો હતો વિવાદ

બુધવારે રાત્રે કેટલાક લોકોએ માકડોન મંડી ગેટ અને બસ સ્ટેન્ડ પાસે ખાલી પડેલી જમીન પર સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરી હતી. બીજા પક્ષના લોકો અહીં ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા માંગતા હતા. છેલ્લી બે ચૂંટણીઓથી ભાજપે વિવાદિત સ્થળે સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી અને નવા બસ સ્ટેન્ડને ડો.આંબેડકર નામ આપ્યું હતું. ભીમ આર્મી ઈચ્છે છે કે અહીં ડૉ. આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે. જ્યારે પાટીદાર સમાજના લોકો સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા હતા. એડિશનલ એસપી નિતેશ ભાર્ગવે જણાવ્યું કે માહિતી મળતા જ તેઓ પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. બંને પક્ષોને ખુલાસો આપવામાં આવ્યો છે અને મામલો શાંત પાડવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.