Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નૂપુર શર્માની જીભ કાપીને આપનારને ઈનામની જાહેરાત કરતા ભીમ આર્મી ચીફની ધરપકડ

દેશમાં છેલ્લા ઘણા દિવસોથી એક નામ સૌથી વધુ ચર્ચામાં બની રહ્યું છે. જીહા, તમે સાચું જ સમજ્યા છો નૂપુર શર્મા. પયગંબર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી બાદ નૂપુર શર્માની દેશભરમાં ટીકા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ એવી ચર્ચા પણ છે કે તેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વળી આ વચ્ચે ભીમ આર્મીના ચીફે પણ નૂપુર શર્માને લઇને એક એવી વાત કરી છે કે જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. નૂપુર શર્મા દ્à
નૂપુર શર્માની જીભ કાપીને આપનારને ઈનામની જાહેરાત કરતા ભીમ આર્મી ચીફની ધરપકડ
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી એક નામ સૌથી વધુ ચર્ચામાં બની રહ્યું છે. જીહા, તમે સાચું જ સમજ્યા છો નૂપુર શર્મા. પયગંબર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી બાદ નૂપુર શર્માની દેશભરમાં ટીકા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ એવી ચર્ચા પણ છે કે તેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વળી આ વચ્ચે ભીમ આર્મીના ચીફે પણ નૂપુર શર્માને લઇને એક એવી વાત કરી છે કે જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. 
નૂપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો સતત વધી રહ્યો છે. ઘણા સંગઠનો સતત નૂપુરની ધરપકડની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો નૂપુરના સમર્થનમાં પણ આવ્યા છે. બીજી તરફ અલ કાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપી છે. આ બધાની વચ્ચે દિલ્હી પોલીસે ઉશ્કેરણીજનક નિવેદનો આપવા બદલ 32 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. વળી આ લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે. 
જીહા, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ભીમ આર્મીના વડા નવાબ સતપાલ તંવરની ધરપકડ કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, ભીમ આર્મીના વડાએ ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની જીભ કાપનાર માટે ઈનામની જાહેરાત કરી હતી જે બદલ હવે તેની ધરપકડ કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સ્પેશિયલ સેલ) કેપીએસ મલ્હોત્રાએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, તંવરની ગુરુગ્રામથી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે, 9 જૂને સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 153A, 504, 506, 509 હેઠળ તંવર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. 8 જૂનના રોજ, તંવરે નૂપુર શર્માની જીભ કાપી નાખનારને 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી અને કહ્યું હતું કે, શર્મા મુસ્લિમો અને પયગંબર મોહમ્મદ તેમજ સમગ્ર વિશ્વમાં ભારતીયોનું અપમાન કરી રહ્યા છે. દિલ્હી પોલીસે નૂપુર શર્મા અને અન્ય 30થી વધુ લોકો સામે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર કથિત રીતે નફરત ફેલાવવા બદલ કેસ પણ નોંધ્યો છે. 
પોલીસે કહ્યું હતું કે, નફરતના સંદેશાઓ ફેલાવવા, જુદા જુદા જૂથોને ઉશ્કેરવા અને જાહેર શાંતિને ખલેલ પહોંચાડવા માટે હાનિકારક પરિસ્થિતિ ઊભી કરવા માટે વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, "સાયબર સ્પેસમાં અશાંતિ ફેલાવવાના ઈરાદાથી જુઠ્ઠી અને ખોટી માહિતીને પ્રમોટ કરવામાં સોશિયલ મીડિયા એન્ટિટીની ભૂમિકાની તપાસ કરી રહેલા ઘણા લોકો સામે FIR નોંધવામાં આવી છે." 
ઉલ્લેખનીય છે કે, વિશ્વના ઘણા મુસ્લિમ દેશોએ નૂપુરની કથિત વિવાદાસ્પદ ટિપ્પણી સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. આ યાદીમાં લગભગ 15 દેશો સામેલ છે. જેમાં કતર, ઈરાન, ઈરાક, કુવૈત, ઈન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, માલદીવ, ઓમાન, જોર્ડન, બહેરીન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
Advertisement
Tags :
Advertisement

.