Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi ના લોકોમાં આનંદો! જળ સંકટને લઈને SC નો મોટો આદેશ...

જળ સંકટથી પરેશાન દિલ્હી (Delhi)ના લોકો માટે રાહતના સમાચાર છે. SC એ હિમાચલ પ્રદેશને યમુનામાં પાણી નહીં છોડવાનો આદેશ આપ્યો છે. હકીકતમાં, ગુરુવારે SC એ દિલ્હી (Delhi)માં વધી રહેલા જળ સંકટને લઈને દિલ્હી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર...
delhi ના લોકોમાં આનંદો  જળ સંકટને લઈને sc નો મોટો આદેશ

જળ સંકટથી પરેશાન દિલ્હી (Delhi)ના લોકો માટે રાહતના સમાચાર છે. SC એ હિમાચલ પ્રદેશને યમુનામાં પાણી નહીં છોડવાનો આદેશ આપ્યો છે. હકીકતમાં, ગુરુવારે SC એ દિલ્હી (Delhi)માં વધી રહેલા જળ સંકટને લઈને દિલ્હી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી. આ સુનાવણીમાં SC એ હિમાચલ પ્રદેશને યમુનામાં 137 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે, દિલ્હી (Delhi)માં કોઈપણ રીતે પાણીનો બગાડ ન થયા તેની કાળજી લેવી જોઈએ.

Advertisement

આ મામલે સુનાવણી કરી રહેલા જસ્ટિસ વિશ્વનાથન અને જસ્ટિસ પ્રશં મિશ્રાની બેંચે કહ્યું કે, આ પાણીને લાવવાના અધિકારનો મામલો છે. આવા ગંભીર મુદ્દા પર આપને ધ્યાન આપવું પડશે. હિમાચલ 150 ક્યુસેક પાણી આપી રહ્યું છે, તો તમે (હરિયાણા) તેને પસાર થવા દેવું જોઈએ. જરૂર પડશે તો અમે મુખ્ય સચિવ સાથે વાત કરીશું. દિલ્હી સરકાર વતી સિંધવીએ કહ્યું કે એક બેઠક યોજાઈ હતી કે હિમાચલ પાણી આપવા માટે તૈયાર છે પરંતુ હરિયાણાએ કોઈ જવાબ આપ્યો નથી.

Advertisement

બંને રાજ્યોમાં તીવ્ર ગરમી...

આ કેસની સુનાવણી કરતી વખતે SC એ કહ્યું કે, અપર યમુના રિવર બોર્ડના તમામ સભ્યોએ વાત પર સહમત હતાં કે બંને રાજ્યો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને બંનેને પાણીની જરૂર છે. 5 જૂને યોજાયેલી બેઠકમાં હિમાચલ પ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશે કહ્યું કે, ત્યાં વધારે પાણી છે. તે આ પાણી દિલ્હી (Delhi) સાથે વહેંચવા માંગે છે. તેથી અમે હિમાચલને 137 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, યમુના રિવર ફ્રન્ટ બોર્ડ ધ્યાન રાખશે કે કેટલું પાણી આવ્યું છે. સુપ્રિમ કોર્ટ સોમવાર સુનાવણી કરશે.

બંને રાજ્યોમાં તીવ્ર ગરમી...

આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અપર યમુના રિવર બોર્ડના તમામ સભ્યો એ વાત પર સહમત હતા કે બંને રાજ્યો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને બંનેને પાણીની જરૂર છે. 5 જૂને યોજાયેલી બેઠકમાં હિમાચલ પ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશે કહ્યું કે ત્યાં વધારે પાણી છે. તે આ પાણી દિલ્હી (Delhi) સાથે વહેંચવા માંગે છે. તેથી અમે હિમાચલને 137 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપીએ છીએ. કોર્ટે કહ્યું કે યમુના રિવર ફ્રન્ટ બોર્ડ ધ્યાન રાખશે કે કેટલું પાણી આવ્યું છે. સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને યમુનામાં 137 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો છે. હથિની કુંડ બેરેજ દ્વારા દિલ્હી (Delhi)ને વધારાનું પાણી મળશે. કોર્ટના આદેશ મુજબ, હિમાચલ આવતીકાલથી 137 ક્યુસેક પાણી છોડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હરિયાણાએ આ કામમાં સહયોગ કરવો જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું છે કે, કોર્ટે કહ્યું છે કે તમામ પક્ષકારો સોમવારે પોતાનો રિપોર્ટ દાખલ કરે.

Advertisement

આ પણ વાંચો : NDA : નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ રમશે મ્યુઝિકલ ચેર, ભૂલથી જો જૂની વાતો યાદ આવશે તો…

આ પણ વાંચો : Akhilesh Yadav ની નવી રણનીતિ, ધારાસભ્ય પદ છોડ્યા બાદ દિલ્હીની રાજનીતિમાં સક્રિય…

આ પણ વાંચો : પૂર્વ CM, ફિલ્મ સ્ટાર સહિત 280 નેતા પહેલીવાર સંસદમાં પહોંચશે, સૌથી વધુ 45 સાંસદો UP ના હશે…

Tags :
Advertisement

.