Andhra Pradesh: પ્રધાનમંત્રીએ આંધ્ર પ્રદેશમાં કહ્યું, ‘ભગવાન રામ સુશાસનના પ્રતિક છે’
Andhra Pradesh: : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ માટે આંધ્રપ્રદેશના પ્રવાશે છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, અત્યારે આખો દેશ રામમય બની ગયો છે. પરંતુ પ્રભુ શ્રીરામનું જીવન, તેમની પ્રેરણા, આસ્થા અને ભક્તિ તેનીથી પણ વધારે છે. પ્રધાનમંત્રી દ્વારા આ સંબોધન આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લાના પલાસમુદ્રમમાં એક જનસભાને સંબોધીત કરતા કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અહીં નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, પરોક્ષ કર અને નાર્કોટિક્સની નવા પરિસરનું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પ્રભુ શ્રીરામ શાસનના સામાજિક જીવનમાં સુશાસનનું એવું પ્રતિક છે જો આપણા સંસ્થાનો માટે મોટી પ્રેરણા સમાન છે.”
પ્રધાનમંત્રીએ રામ રાજ્યને ગણાવ્યું સુશાસન
આ દરમિયાન આગળ પ્રધાનમંત્રીએ કહ્યું કે, “એનએસીઆઈએનને ભારતના વ્યાપાર અને વાણિજ્ય માટં એક આધુનિક ઇકોસિસ્ટમ પ્રદાન કરવાની જરૂર છે. તેણે ભારતને વૈશ્વિક વેપાર માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર બનાવવા અને ટેક્સ, કસ્ટમ્સ અને કાઉન્ટર-નાર્કોટિક્સ દ્વારા વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે અનુકૂળ વાતાવરણ બનાવવું જોઈએ.પહેલા આપણી વસ્તુઓને અટકાવવી, ભટકાવવી અને લટકાવી દેવામાં આવતી હતી. જેના કારણ ભારતને ઘણું નુકસાન થતું હતું. છેલ્લા દશ વર્ષથી અમારી સરકાર ખર્ચનું ધ્યાન રાખી રહી છે અને યોજનાઓ માટે પૂરતો સમય આપી રહીં છે. ”
Speaking at inauguration of the new campus of National Academy of Customs, Indirect Taxes & Narcotics in Andhra Pradesh. https://t.co/xOWZJ7Jkzk
— Narendra Modi (@narendramodi) January 16, 2024
ગરીબીને લઈને પ્રધાનમંત્રીએ કરી મોટી વાત
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, “છેલ્લા દશ વર્ષોથી ગરીબ, કિસા, મહિલા અને યુવા..આ દરેકને સશક્ત બનાવ્યા છે. હમારી યોજનાઓમાં એ લોકો જ કેન્દ્રમાં સર્વોપરી છે જે વંચિંક હતા, શોષિત હતા અને સમાજમાં છેલ્લા ભાગે હતા. નીતિ આયોગની વર્તમાન રિપોર્ટ પ્રમાણે અમારી સરકારે છેલ્લા 9 વર્ષમાં લગભગ 25 કરોડ જેટલા લોકોને ગરીબીથી બહાર નીકાળ્યા છે. જે દેશમાં વર્ષોથી ગરીબી હટાવોના નારા લાગતા હતા તે દેશમાં માત્રા 9 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા ઐતિહાસિક વાત છે.”
આ પણ વાંચો: નહીં બચી શકે Deepfake ના આરોપીઓ, સરકારે બનાવ્યો કડક કાયદો! આ તારીખે થશે...
પ્રધાનમંત્રીએ વીરભદ્ર મંદિર જવાની પણ વાત કરી
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીએ Andhra Pradesh માં આ સંબોધનમાં વીરભદ્ર મંદિર જવાની પણ વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, “અહીં આવતા પહેલા પવિત્ર લેપાક્ષીમાં વીરભદ્ર મંદિરે જવાનું મને સૌભાગ્ય મળ્યું છે. મંદિરમાં મને રંગનાથ રામયણ સાંભળવાનો અવસર મળ્યો, મે ત્યા ભજન કિર્તનમાં પણ ભાગ લીધો હતો.” આ સાથે સાથે પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 11 દિવસના અનુષ્ઠાન કરી રહ્યો છું. તેવામાં અહીં આવવાનો અવસર મળ્યો તે મારા માટે સાક્ષાત પ્રભુના આશિવાર્દ રૂપ છે.”