Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Andhra Pradesh News : વિશાખાપટ્ટનમમાં વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષા ટ્રક સાથે અથડાઈ, 8 બાળકો ઘાયલ Video

વિશાખાપટ્ટનમમાં સંગમ સરથ થિયેટર પાસે બુધવારે શાળાએ જતા સમયે ઓટો-રિક્ષા અને ટ્રક અથડાતાં આઠ શાળાના બાળકો ઘાયલ થયા હતા. આ ઘટના શહેરના સંગમ શરત થિયેટર પાસે બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ઓટો-રિક્ષા બાળકોને સ્કૂલે લઈ જઈ રહી હતી ત્યારે ટ્રકે...
andhra pradesh news   વિશાખાપટ્ટનમમાં વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષા ટ્રક સાથે અથડાઈ  8 બાળકો ઘાયલ video

વિશાખાપટ્ટનમમાં સંગમ સરથ થિયેટર પાસે બુધવારે શાળાએ જતા સમયે ઓટો-રિક્ષા અને ટ્રક અથડાતાં આઠ શાળાના બાળકો ઘાયલ થયા હતા. આ ઘટના શહેરના સંગમ શરત થિયેટર પાસે બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ઓટો-રિક્ષા બાળકોને સ્કૂલે લઈ જઈ રહી હતી ત્યારે ટ્રકે તેને ટક્કર મારી હતી.

Advertisement

અથડામણને કારણે ઓટો રિક્ષા પલટી ગઈ હતી, જેમાં બાળકોને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાનો વાયરલ વીડિયો ન્યૂઝ એજન્સી PTI એ 'X' પર શેર કર્યો છે. 52 સેકન્ડનો વિડિયો ખૂબ જ ચોંકાવનારો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્કૂલના બાળકોને લઈ જઈ રહેલી ઓટો રિક્ષા સામેથી ખૂબ સ્પીડમાં આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી.

Advertisement

આ પહેલા સોમવારે વિશાખાપટ્ટનમમાં દરિયાઈ જેટી પર લાગેલી આગમાં ઓછામાં ઓછી 35 માછીમારી બોટ બળીને ખાખ થઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગ ઘાટ વિસ્તારમાં એક બોટમાં લાગી હતી અને ઝડપથી અન્ય બોટમાં ફેલાઈ ગઈ હતી. તેમણે કહ્યું કે આગ વિશાખાપટ્ટનમ કન્ટેનર ટર્મિનલ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન પાસેના વિસ્તારમાં ફાટી નીકળી હતી, જ્યાં માછીમારીની બોટ પાર્ક કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં બળી ગયેલી દરેક બોટની સરેરાશ કિંમત 40 લાખ રૂપિયા છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ પણ વાંચો : Uttarkashi Tunnel : બચાવ કામગીરી ટૂંક સમયમાં ‘અંતિમ તબક્કા’ પર, આટલા કલાકોમાં 41 મજૂરો આવશે બહાર…

Advertisement

Tags :
Advertisement

.