Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajasthan Accident : ભયાનક અકસ્માતમાં 2 બાળકો સહિત 9ના મોત

Rajasthan Accident : રાજસ્થાનના કરૌલી જિલ્લા (Rajasthan's Karauli district) માં બોલેરો અને ટ્રક (Bolero and a Truck) વચ્ચે અથડામણ (Accident) માં 9 લોકોના મોત (9 people have died) થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં 2 બાળકો અને 6...
rajasthan accident   ભયાનક અકસ્માતમાં 2 બાળકો સહિત 9ના મોત

Rajasthan Accident : રાજસ્થાનના કરૌલી જિલ્લા (Rajasthan's Karauli district) માં બોલેરો અને ટ્રક (Bolero and a Truck) વચ્ચે અથડામણ (Accident) માં 9 લોકોના મોત (9 people have died) થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં 2 બાળકો અને 6 મહિલાઓના મોત થયા છે. આ અકસ્માતમાં બોલેરો સવાર 4 લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા છે. મૃતકોના મૃતદેહ (dead bodies) ને કરૌલી હોસ્પિટલના શબઘરમાં લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માત કરૌલી મંડરાયલ માર્ગના દુંદાપુરા રોડ પર થયો હતો.

Advertisement

કરૌલી-મંડરાયલ રોડ પર અકસ્માતમાં 9ના મોત

રાજસ્થાનના કરૌલી-મંડરાયલ રોડ પર દુંદાપુરા વળાંક પાસે આજે એટલે કે સોમવારે સાંજે લગભગ 5 વાગ્યે આ અકસ્માત થયો હતો. જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાં જ કરૌલી જિલ્લા કલેક્ટર નીલભ સક્સેના, એસપી બ્રિજેશ જ્યોતિ ઉપાધ્યાય, અધિક જિલ્લા કલેક્ટર રાજવીર સિંહ ચૌધરી, કરૌલી કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારી સુનિલ સિંહ અને મેડિકલ વિભાગ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. અધિકારીઓએ ઘટનાની માહિતી મેળવી લીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, કરૌલીમાં બોલેરો અને ટ્રક વચ્ચે અથડામણમાં 9 લોકોના મોત થયા છે. બોલેરો સવાર 4 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને કરૌલી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પોલીસે શું કહ્યું?

ભયાનક અકસ્માત વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, કરૌલી-મંડરાયલ રોડ પર દુંદાપુરા વળાંક પાસે એક ઝડપી કાર અને ટ્રક વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. બંને વાહનોની ટક્કરનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પોલીસ તમામ ઘાયલોને કરૌલી જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડૉક્ટરે 9 લોકોને મૃત જાહેર કર્યા. આ દરમિયાન 4 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ કલેક્ટર નીલભ સક્સેના, એસપી બ્રિજેશ જ્યોતિ ઉપાધ્યાય અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની માહિતી લીધી હતી. ઘટનાની માહિતી મળતા જ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - New criminal laws: નવા કાયદા મુજબ પહેલા ગુનો અમે નોંધ્યો! જાણો ક્યા થઈ પહેલી FIR

આ પણ વાંચો - Laws : આજથી હત્યા, મારામારી, દુષ્કર્મ સહિતના ગુનાની કલમો બદલાઇ…

Advertisement

Tags :
Advertisement

.