Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બે વખત જેમણે જીત અપાવી શું હવે તેમને જ છોડશે રાહુલ ગાંધી?

CWC Meeting : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) એક એવા નેતા તરીકે ઉભરી આવ્યા છે જેના પર હવે જનતાએ ભરોસો કરવાનું શરૂ કરી દીધુ છે. તેનું તાજું ઉદાહરણ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) માં આવેલું પરિણામ છે....
બે વખત જેમણે જીત અપાવી શું હવે તેમને જ છોડશે રાહુલ ગાંધી

CWC Meeting : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) એક એવા નેતા તરીકે ઉભરી આવ્યા છે જેના પર હવે જનતાએ ભરોસો કરવાનું શરૂ કરી દીધુ છે. તેનું તાજું ઉદાહરણ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) માં આવેલું પરિણામ છે. જણાવી દઇએ કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) એ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માં 2 બેઠકો પરથી જીત મેળવી છે. એક તેમની માતા સોનિયા ગાંધી (Sonia Gandhi) ની પરંપરાગત બેઠક રાયબરેલી (Rae Bareli) અને બીજી દક્ષિણ ભારતની વાયનાડ બેઠક (Wayanad seat) પરથી. બંને સીટ જીત્યા બાદ રાહુલ ગાંધી કઈ સીટ રાખશે અને કઈ સીટ પરથી રાજીનામું આપશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. આજે મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી જીત્યા હતા અને અમેઠી બેઠક પરથી હારી ગયા હતા.

Advertisement

રાહુલ આ બેઠકને છોડી શકે છે

રાહુલ ગાંધીને લઈને આ સમયના મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ કેરળની વાયનાડ સીટ છોડી શકે છે. જણાવી દઈએ કે રાહુલે યુપીની રાયબરેલી સીટ અને કેરળની વાયનાડ સીટ પરથી લોકસભા ચૂંટણી લડી હતી. રાહુલે આ બંને બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં રાહુલ કઈ સીટ રાખશે અને કઈ સીટ છોડશે તેની જોરદાર ચર્ચા ચાલી રહી હતી. ત્યારે એવી ચર્ચાઓ કરવામાં આવી રહી છે કે રાહુલ ગાંધી રાયબરેલી સીટ રાખી શકે છે અને વાયનાડ સીટ છોડી શકે છે. વાસ્તવમાં, INDIA ગઠબંધનને મળેલા પ્રચંડ જનસમર્થન પછી, કોંગ્રેસનું UP યુનિટ ઇચ્છે છે કે રાયબરેલી સીટ છોડવામાં ન આવે. જણાવી દઇએ કે, કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) એ શનિવારે સર્વસંમતિથી પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાની જવાબદારી સંભાળવા વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો હતો. પાર્ટીના નેતા નીચલા ગૃહમાં વિરોધ પક્ષના નેતા હશે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 99 બેઠકો જીતી છે.

કેરળ-યુપીના નેતાઓના દાવા!

પ્રાપ્ત માહિતી અનુસાર કેરળના લોકસભા સાંસદ કે. સુરેશે કહ્યું કે રાહુલ ગાંધીએ વાયનાડ સીટ રાખવી જોઈએ, કારણ કે વાયનાડની જનતાએ તેમને બીજી વખત જીતાડ્યા છે. ત્યારબાદ યુપી CLPની નેતા આરાધના મિશ્રાએ રાયબરેલી સીટનો હવાલો સંભાળતા આરાધના મિશ્રાએ પોતાની વાતની શરૂઆત એમ કહીને કરી કે રાયબરેલી સીટ ગાંધી પરિવારની પરંપરાગત સીટ છે. બંને સીટો પર અલગ અલગ નેતાઓ દ્વારા રાહુલ ગાંધીને અલગ અલગ સલાહ મળી રહી છે. કોઇ કહે છે વાયનાડ જાળવી રાખે તો કોઇ કહે છે કે રાયબરેલી રાખે. જોકે, આ વિશે રાહુલ ગાંધીએ પોતાનું મૌન તોડ્યું નથી અને થોડા કલાકોમાં જ આ અંગે તે પોતે જનતાને જાણકારી આપશે તેવી પૂરી સંભાવનાઓ છે.

Advertisement

લોકસભામાં રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા

જોકે રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ આ પ્રસ્તાવ પર વિચાર કરશે પરંતુ તેમને વિચારવા માટે થોડો સમય જોઈએ છે. આ બેઠકમાં પાર્ટીના નેતાઓએ લોકસભામાં જીતેલી અને હારેલી બેઠકો વિશે પણ વાત કરી હતી. અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીની બેઠકમાં કહ્યું, 'રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા જ્યાંથી પસાર થઈ ત્યાં પાર્ટીની બેઠકો વધી છે.' આ દરમિયાન ખડગેએ પાર્ટીના નેતાઓને ચૂંટણીમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસ CWCની બેઠક બાદ કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું, 'કોંગ્રેસ વર્કિંગ કમિટીએ સર્વસંમતિથી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સ્વીકારવાની વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો છે. તેમણે જવાબ આપ્યો કે તે તેના વિશે વિચારશે.

આ પણ વાંચો - CWC : “રાહુલ ગાંધી, તમે જ નરેન્દ્ર મોદીને…..!”

Advertisement

આ પણ વાંચો - સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા, વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના નામની ચર્ચા

Tags :
Advertisement

.