Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rahul Gandhi : લોકસભા ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનનું મળશે ફળ ?

Rahul Gandhi : લોકસભા ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ કોંગ્રેસમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે કોંગ્રેસે 99 બેઠક મેળવી છે ત્યારે આ વખતે રાહુલ ગાંધી (Rahul Gandhi) ને મોટી જવાબદારી મળી શકે છે. 2019ની ચૂંટણી કરતા વધુ...
rahul gandhi   લોકસભા ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનનું મળશે ફળ

Rahul Gandhi : લોકસભા ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ કોંગ્રેસમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે કોંગ્રેસે 99 બેઠક મેળવી છે ત્યારે આ વખતે રાહુલ ગાંધી (Rahul Gandhi) ને મોટી જવાબદારી મળી શકે છે.

Advertisement

2019ની ચૂંટણી કરતા વધુ એટલે કે 99 બેઠક મેળવી

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે સારુ પ્રદર્શન કર્યું છે અને 2019ની ચૂંટણી કરતા વધુ એટલે કે 99 બેઠક મેળવી છે. રાહુલ ગાંધીએ આ વખતે ચૂંટણી પહેલા દેશમાં ભારત જોડો યાત્રા કરી હતી તેનું ફળ તેમને મળ્યું હોય તેમ કોંગ્રેસની બેઠકો વધી છે અને તેના કારણે કોંગ્રેસે સારુ પ્રદર્શન કર્યું છે.

2019માં કોંગ્રેસને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ પણ મળ્યું ન હતું

2019ની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કરતાં કોંગ્રેસને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ પણ મળ્યું ન હતું. ત્યારે આ વખતે રાહુલ ગાંધીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહી છે. કોંગ્રેસના ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ રાહુલ ગાંધીને મોટી જવાબદારી મળી રહે તેવુ લાગી રહ્યું છે.

Advertisement

રાહુલ ગાંધીને લોકસભાના વિપક્ષના નેતા બનાવાઇ શકે

સુત્રોએ દાવો કર્યો કે રાહુલ ગાંધીને લોકસભાના વિપક્ષના નેતા બનાવાઇ શકે છે. રાહુલ ગાંધી લોકસભાના નેતા બની શકે છે અને આ મામલે કોંગ્રેસની સંસદીય દળની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાઇ શકે છે. આગામી એકાદ દિવસમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠર મળી શકે છે તેમાં આ નિર્ણય લેવાઇ શકે છે.

આ પણ વાંચો---- સરકાર બને તે પહેલાં જ JDUનું ચોંકાવનારું નિવેદન

Advertisement

આ પણ વાંચો---- Result 2024 : દિલ્લીમાં ભાજપે અચાનક બોલાવી મોટી બેઠક..!

આ પણ વાંચો---- Akhilesh Yadav ની નવી રણનીતિ, ધારાસભ્ય પદ છોડ્યા બાદ દિલ્હીની રાજનીતિમાં સક્રિય…

આ પણ વાંચો---- NDA પાસે નીતિશ કુમાર તો INDIA પાસે છે શરદ પવાર, જાણો કેટલો ખાસ હશે તેમનો રોલ

આ પણ વાંચો---- NDA અને INDIA ગઠબંધનથી દૂર રહેલા નેતાઓ ન બચાવી શક્યા પોતાની શાખ

Tags :
Advertisement

.