Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણી પરિણામ પહેલાં રાજકીય હલચલ, દિલ્હીમાં PM મોદી બાદ જેપી નડ્ડાના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાશે

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024) માટે મતદાન (Voting) 19 એપ્રિલથી શરૂ થયું જે 1 જૂનના રોજ પૂર્ણ થયું હતું. આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કા (7 Phases) માં યોજાઈ છે જેમાં છેલ્લા તબક્કા (Last Phase) નું મતદાન (Voting)...
ચૂંટણી પરિણામ પહેલાં રાજકીય હલચલ  દિલ્હીમાં pm મોદી બાદ જેપી નડ્ડાના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાશે

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024) માટે મતદાન (Voting) 19 એપ્રિલથી શરૂ થયું જે 1 જૂનના રોજ પૂર્ણ થયું હતું. આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કા (7 Phases) માં યોજાઈ છે જેમાં છેલ્લા તબક્કા (Last Phase) નું મતદાન (Voting) શનિવારે પૂર્ણ થયું છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ (Exit Poll) ના પરિણામો (Result) પણ સામે આવ્યા છે જેમાં ભાજપના નેતૃત્વમાં NDA ફરી જીતી શકે છે અને નરેન્દ્ર મોદી (Narendra Modi) ત્રીજી વખત ભારતના વડાપ્રધાન (India's PM) બની શકે છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ વડાપ્રધાન મોદી ફરી એકવાર એક્શન મોડમાં આવી ગયા છે. એક્ઝિટ પોલના અંદાજને પગલે રવિવારે PM ના નિવાસસ્થાને ભાજપની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બીએલ સંતોષ પણ હાજર હતા. મળી રહેલી માહિતી અનુસાર, હવે થોડા સમય બાદ જેપી નડ્ડાના ઘરે પાર્ટીની મહત્વની બેઠક યોજાવાની છે.

Advertisement

રવિવાર બાદ આજે ફરી BJP ની મહત્વની બેઠક

છેલ્લા દોઢ મહિનાથી ચાલેલી લોકસભાની ચૂંટણી હવે પૂર્ણ થઇ ગઇ છે. સૌ કોઇની નજર હવે ચૂંટણીના પરિણામો પર ટકી છે. અલગ-અલગ એક્ઝિટ પોલ પણ સામે આવી રહ્યા છે જેમા NDA એ ફરી જીતતી હોય તેવું બતાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન I.N.D.I.A પણ જીતનો દાવો કરી રહ્યું છે. જોકે, આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી સરકારના પ્રથમ 100 દિવસના એજન્ડા પર ચર્ચા શરૂ કરી દીધી છે. PM મોદીએ રવિવારે મહત્વની બેઠક બોલાવી હતી. આ પછી આજે સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ હાજરી આપશે. આ બેઠકમાં 4 જૂન માટે રણનીતિ બનાવવામાં આવશે.

  • ચૂંટણી પરિણામ પહેલાં રાજકીય હલચલ
  • દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ નડ્ડાની બેઠક
  • ગૃહમંત્રી અમિતભાઈ શાહ, નડ્ડાની બેઠક
  • રક્ષામંત્રી રાજનાથસિંહ પણ બેઠકમાં હાજર
  • પરિણામ સંદર્ભે બેઠકમાં થઈ શકે ચર્ચા

ગતરોજના એક્ઝિટ પોલના અંદાજને પગલે રવિવારે PM ના નિવાસસ્થાને ભાજપની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બીએલ સંતોષ પણ હાજર હતા. આ બેઠકમાં PM મોદીએ દેશભરમાં હીટવેવના કારણે પ્રભાવિત થયેલી મોટી વસ્તી, પાણીની સમસ્યા, ચોમાસાની શરૂઆતની તૈયારીઓને લઇને PM મોદીએ ઘણી દિશા નિર્દેશ આપ્યા છે. તેમણે તેમના ત્રીજા કાર્યકાળ માટે તૈયાર કરાયેલા 100 દિવસના એજન્ડાની પણ ચર્ચા કરી હતી.

Advertisement

વિપક્ષે શું કહ્યું?

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે વડાપ્રધાન મોદીને નવી સરકારના 100 દિવસના એજન્ડાની સમીક્ષા કરવા માટે યોજાયેલી બેઠક સહિત અનેક બેઠકો યોજવા બદલ નિશાન બનાવ્યા છે. જયરામ રમેશે કહ્યું હતું કે, આ બ્યુરોક્રેસી અને એડમિનિસ્ટ્રેટિવ મશીનરી પર દબાણ લાવવાની રીત છે કે જેથી તેઓ સત્તામાં પાછા ફરે છે.

આ પણ વાંચો - PM Narendra Modi: કન્યાકુમારીમાં સાધનામાંથી નવા સંકલ્પો બહાર આવ્યા

Advertisement

આ પણ વાંચો - ધ્યાનના 45 કલાક પૂર્ણ, ‘મારા શરીરનો દરેક કણ દેશ માટે છે’, ધ્યાન બાદ PM મોદીનો સંદેશ…

Tags :
Advertisement

.