Oath Ceremony : મોદી રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે, જાણો કયા વિદેશી મહેમાનો હાજરી આપશે
Oath Ceremony : નરેન્દ્ર મોદી (Narendra Modi) રવિવારે સતત ત્રીજી વખત દેશના PM તરીકે શપથ લેવાના છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ (Country's First Prime Minister Jawaharlal Nehru) પછી આ સિદ્ધિ મેળવનાર તેઓ બીજા રાજનેતા (Second Politician) હશે. આવતીકાલે 9 જૂન, રવિવારે સાંજે 7:15 કલાકે તેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન (PM) તરીકે શપથ લેશે. જો કે, અગાઉની બે સરકારોની સરખામણીમાં મોદી સરકાર 3.0નું સ્વરૂપ બદલાયું છે કારણ કે હવે કેન્દ્રમાં ગઠબંધન સરકારનો યુગ પાછો ફર્યો છે. આ શપથવિધિ સમારોહમાં દેશ વિદેશમાંથી ઘણા મહેમાનો આવવાના છે. જેમા બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, માલદીવના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઈઝુ છે.
આ વિદેશી મહેમાનોની મળ્યું આમંત્રણ
દેશમાં ત્રીજી વખત ભાજપની આગેવાની હેઠળ NDA ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. આ સરકારમાં બિહારની JDU અને આંધ્રપ્રદેશની TDP પાર્ટી મહત્વની ભૂમિકા ભજવશે. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુની સાથે ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી પણ નરેન્દ્ર મોદીના ત્રીજા કેબિનેટનો મહત્વનો હિસ્સો હશે. નીતિશ કુમારના કેટલાક સાંસદોને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. આ શપથવિધિ આવતી કાલે રવિવારના રોજ સાંજે યોજાવાની છે જેમા ઘણા દેશ વિદેશમાંથી મહેમાનો આવવાના છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફિફ, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ, નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અને ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોહગે આ કાર્યક્રમમાં હાજરી આપશે.
"The swearing-in ceremony of Prime Minister Shri Narendra Modi and the Council of Ministers following the General Elections 2024 is scheduled on 09 June 2024. On the occasion, leaders from India’s neighbourhood and Indian Ocean region have been cordially invited as distinguished… pic.twitter.com/uJbymoa1wD
— Press Trust of India (@PTI_News) June 8, 2024
આ નેતાઓની દિલ્હી પહોંચવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આજે બપોરે નવી દિલ્હી પહોંચ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ઉપરાંત, આ નેતાઓ આવતીકાલે રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં પણ હાજરી આપશે.
9 જૂને શપથ ગ્રહણ સમારોહ
નરેન્દ્ર મોદી 9 જૂન 2024ના રોજ સાંજે 7.15 વાગ્યે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તેમને પદના શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ પણ લેવડાવશે. શપથ ગ્રહણને યાદગાર બનાવવા માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. શપથ ગ્રહણ સમારોહ પહેલા દિલ્હીમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. જણાવી દઇએ કે, દિલ્હીમાં શપથ ગ્રહણની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રવિવારે રાજધાનીમાં VVIP મૂવમેન્ટને કારણે, દિલ્હી ટ્રાફિક પોલીસે સવાર અને સાંજ માટે અલગ-અલગ ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન, ઘણા માર્ગો પર ડાયવર્ઝન હશે અને ઘણા માર્ગો પર ટ્રાફિક બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં NDAએ 293 સીટો સાથે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. શુક્રવારે સંસદીય દળની બેઠકમાં ભાજપ અને અન્ય સહયોગીઓએ ફરી એકવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે પસંદ કર્યા. આ પછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો - બે વખત જેમણે જીત અપાવી શું હવે તેમને જ છોડશે રાહુલ ગાંધી?
આ પણ વાંચો - સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા, વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના નામની ચર્ચા