સીમાને ભારત મોકલવાનું પાકિસ્તાનનું ષડ્યંત્ર...!, UP ATS એ શરુ કરી તપાસ
ભારતીય યુવક સચિન સાથે પ્રેમમાં પડ્યા બાદ ગેરકાયદેસર રીતે ભારત પહોંચેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરને ઉત્તર પ્રદેશ ATS દ્વારા પૂછપરછ માટે તેની અટકાયત કરવામાં આવી છે. યુપી ATS સીમા હૈદરની પૂછપરછ કરશે. સીમા હૈદર તેના ચાર બાળકો સાથે ભારત આવી છે. તે સચિન સાથે જ રહે છે. મળતી માહિતી મુજબ યુપી ATS ની ટીમ સાદા યુનિફોર્મમાં સચિનના ઘરે પહોંચી હતી. સીમા સવારથી તેના ઘરે હાજર હતી અને કોઈની સાથે વાત કરતી ન હતી. તેના પર પરિવારજનોએ કહ્યું કે તેની તબિયત ખરાબ છે તેથી તે કોઈની સાથે વાત નથી કરતી.
મોટી વાત એ છે કે સીમાના ઘરની બહાર સાદા કપડામાં એટીએસ અધિકારીઓ તૈનાત હતા. જ્યારે એટીએસ સીમા હૈદરને લઈ જઈ રહી હતી, ત્યારે ગલીની અંદર મીડિયાના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એટીએસ સીમા હૈદરને ક્યાં લઈ ગઈ છે અને તેને ક્યાં રાખવામાં આવશે, આ અંગેની માહિતી હાલ પ્રાપ્ત થઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીમા હૈદર હાલ સૌથી મોટો વિવાદિત મુદ્દો બની ચુકી છે. પાકિસ્તાનમાં પણ અનેક સંગઠનો સીમાને પરત મોકલવા માટે ધમકીઓ આપી રહ્યા છે. તો અહીંના પણ કેટલાગ જુથો દ્વારા સીમાને પાકિસ્તાન તગેડી મુકવા માટેના અલ્ટીમેટમ આપવામાં આવી રહ્યા છે. આ તમામ વચ્ચે પાકિસ્તાનના એક હિંદુ મંદિર પર હુમલો પણ થઇ ચુક્યો છે.
મહત્વનું છે કે, સીમાની સાથે તેના પતિ સચિન અને સચિનના પિતાની પણ ATS દ્વારા અટકાયત કરવામાં આવી છે. સીમા હૈદર છેલ્લા ત્રણ દિવસથી મીડિયા સામે આવી રહી ન હતી. મળતી માહિતી મુજબ ATS છેલ્લા બે દિવસથી સતત પૂછપરછ કરી રહી હતી. સીમા હૈદરને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ની એજન્ટ પણ હોઈ શકે છે.
ગૌ રક્ષા હિન્દુ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ વેદ નાગરે સોશિયલ મીડિયાના માધ્યમથી સીમા હૈદરને આગામી 72 કલાકમાં દેશમાંથી બહાર કાઢવાની માંગ કરી છે. વેદ નાગરનો દાવો છે કે સીમા પાકિસ્તાની જાસૂસ છે. જેના કારણે ભવિષ્યમાં ભારત જોખમમાં આવી શકે છે. સીમા હૈદર પર સવાલ ઉઠાવતા વેદ નાગરે કહ્યું કે જે મહિલા 5માં ફેલ થઈ છે અને વિવિધ ભાષાઓ જાણતી હોય છે તે સામાન્ય મહિલા ન હોઈ શકે. તેની પાછળ કોઈ ષડયંત્ર છે.
PUBG રમતી વખતે સીમાને સચિન સાથે પ્રેમ થઈ ગયો હતો
PUBG રમતી વખતે સીમા હૈદરે પહેલા ભારતના સચિન સાથે મિત્રતા કરી અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. આ પછી સરહદે શાંતિથી પાકિસ્તાનથી નેપાળ થઈને ભારતમાં પ્રવેશ કર્યો. જોકે બાદમાં પોલીસને આ અંગેની જાણ થતાં જ સીમા હૈદર અને તેના પ્રેમી સચિનને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જોકે, હવે સીમા જામીન પર બહાર છે.
આ પણ વાંચો : ચંદ્રયાન-3 એ પાર કર્યો બીજો પડકાર…હવે જઇ રહ્યું છે ચંદ્ર તરફ…!