Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેજરીવાલ Lucky, સોરેન Unlucky, SCએ ન આપ્યા વચગાળાના જામીન

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન (former Jharkhand Chief Minister Hemant Soren) ની ધરપકડને પડકારતી અરજી અને વચગાળાના જામીન (Interim Bail) મેળવવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટે (Supreme Court) સુનાવણી કરી હતી. હેમંત સોરેન (Hemant Soren) ની અરજી પર સુપ્રીમ કોર્ટે...
કેજરીવાલ lucky  સોરેન unlucky  scએ ન આપ્યા વચગાળાના જામીન

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન (former Jharkhand Chief Minister Hemant Soren) ની ધરપકડને પડકારતી અરજી અને વચગાળાના જામીન (Interim Bail) મેળવવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટે (Supreme Court) સુનાવણી કરી હતી. હેમંત સોરેન (Hemant Soren) ની અરજી પર સુપ્રીમ કોર્ટે (SC) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને 17 મે સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું. જેનો અર્થ છે કે, કેસની આગામી સુનાવણી 17 મેના રોજ થશે.

Advertisement

SCએ જામીન અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે સોમવારે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન એક મોટો ઝટકો આપ્યો હતો. રાંચીમાં જમીન કૌભાંડ કેસમાં જેલમાં બંધ હેમંત સોરેનને કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટમાં હેમંત સોરેન વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે અરવિંદ કેજરીવાલને પ્રચાર માટે આપવામાં આવેલા જામીનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, 'મારો કેસ પણ અરવિંદ કેજરીવાલ જેવો છે, મને ચૂંટણી પ્રચાર માટે જામીનની જરૂર છે. દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે ED પાસેથી જવાબ માંગ્યો હતો. જસ્ટિસ ખન્નાએ પૂછ્યું કે શું તે જમીન સોરેનના કબજામાં છે? જેના જવાબમાં હેમંત સોરેનના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આવું ક્યારેય નથી થયું. સિબ્બલે કહ્યું કે કોઈ સામગ્રી નથી. કોઈ કહે છે કે આ મંત્રીની જમીન છે. દરેક વ્યક્તિઓ બોલે છે. હું જમીન વિશે કંઈ જાણતો નથી.

સોરેને SC ને કરી આ માંગણી

હેમંત સોરેનને હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે હાલમાં ચૂંટણી માટે સોરેનને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો છે. સોરેનની અરજી પર નોટિસ જારી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ 17 મેના રોજ સુનાવણી કરશે. સોરેને કેજરીવાલને જામીન આપવાના આધારે વચગાળાના જામીન માંગ્યા છે. સોરેન વતી કપિલ સિબ્બલે કહ્યું કે આ અરજી પર જલ્દી સુનાવણી થવી જોઈએ નહીંતર ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જશે. 17મી મેના રોજ સુપ્રીમ કોર્ટ હેમંત સોરેનના વચગાળાના જામીન પર વિચાર કરશે. હેમંત સોરેને ઝારખંડ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જોકે, સોરેને માગણી કરી છે કે હેમંત સોરેનની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી થાય ત્યાં સુધી તેમને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવે.

Advertisement

સિબ્બલે SCને કરી અપીલ

કપિલ સિબ્બલે કહ્યું કે જો આ કેસમાં લાંબી તારીખ આપવામાં આવશે તો તે (સોરેન) પક્ષપાતનો શિકાર થશે. સોરેનનું પ્રતિનિધિત્વ કરતા સિબ્બલે કહ્યું, 'મારો કેસ પણ અરવિંદ કેજરીવાલના આદેશ જેવો જ છે અને મને પ્રચાર માટે જામીનની પણ જરૂર છે.' બેન્ચે કહ્યું કે આ અઠવાડિયે ઘણું કામ છે અને ઘણા બધા કેસ લિસ્ટેડ છે. સર્વોચ્ચ અદાલતે 20 મેથી તારીખ બદલવાની અનિચ્છા વ્યક્ત કરી હતી પરંતુ સોરેન તરફથી હાજર રહેલા સિબ્બલ અને વરિષ્ઠ વકીલ અરુણાભ ચૌધરીની વિનંતી પર સુનાવણીની તારીખ બદલીને 17 મે કરવામાં આવી હતી.

આ પણ વાંચો - ચૂંટણીટાણે CM કેજરીવાલને મોટી રાહત, SC એ આપ્યા વચગાળાના જામીન

Advertisement

આ પણ વાંચો - CM Arvind Kejriwal: મેં કહ્યું હતું કે ને હું જલ્દી બહાર આવીશ, દિલ્હીના CM નો હુંકાર

Tags :
Advertisement

.