Hathras Stampede : બાબાએ કહ્યું - હું આ ઘટના માટે નથી જવાબદાર, હું તો...
Hathras Stampede : ઉત્તર પ્રદેશના હાથરસમાં ગઇકાલે મંગળવારના રોજ સત્સંગમાં આવેલા મોટા ભાગના લોકો મોતને ભેટી ચુક્યા છે. આ ઘટના પર ભોલે બાબાને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યા હતા પણ હવે તેમણે એક નિવેદન જારી કર્યું છે. જેમા તેમણે આ ઘટના પર તે પોતે જવાબદાર નથી તેવું કહ્યું છે. તેમણે કહ્યું કે, હું ત્યાંથી પહેલ જ ચાલ્યો ગયો હતો. અસામાજિક તત્વોના કારણે ત્યા નાસભાગ મચી હતી. બાબાએ નિવેદનમાં એમ પણ કહ્યું છે કે આ અસામાજિક તત્વો સામે કાયદાકીય માર્ગ અપનાવવામાં આવશે.
સામાજિક તત્વોએ મચાવી નાસભાગ
હાથરસ ઘટના પર નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાએ એક નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે, હું 1:40 વાગ્યે સ્થળ પરથી નીકળી ગયો હતો. જ્યારે પોલીસે કોલ ડિટેલ્સ તપાસી તો જાણવા મળ્યું કે બાબાને 2:48 વાગ્યે આયોજક દેવ પ્રકાશ મધુકરનો ફોન આવ્યો હતો જેમાં તેમને આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી અને કોલ બાબાના ફોન પર ગયો હતો અને વાતચીત 2 મિનિટ અને 17 સેકન્ડની હતી. આ પછી, બાબાના ફોનનું લોકેશન મૈનપુરીના આશ્રમમાં બપોરે 3 વાગ્યાથી 4:35 વાગ્યા સુધી મળ્યું હતું, જે દરમિયાન બાબાએ 3 નંબર પર વાત કરી હતી. પહેલો નંબર મહેશ ચંદ્ર નામના વ્યક્તિનો હતો જેની સાથે બાબાએ 3 મિનિટ સુધી વાત કરી હતી. સૂત્રોનો દાવો છે કે ભોલે બાબાએ પત્ર જારી કરીને આ ઘટના અસામાજીક તત્વોના કારણે થઇ હોવાનું જણાવ્યું છે. આ પત્રમાં ભોલે બાબાએ તેમના સત્સંગમાં આવેલા ભક્તોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમજ ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી.
તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી
ભોલે બાબાએ પોતાના પત્રમાં દાવો કર્યો છે કે 2 જુલાઈએ જ્યારે નાસભાગ મચી તે પહેલા તેમણે સત્સંગ છોડી દીધો હતો. હું ત્યાંથી નીકળ્યા પછી કેટલાક અસામાજિક તત્વોએ આ સત્સંગમાં નાસભાગ મચાવવાનું કાવતરું ઘડ્યું હતું. મારા વતી સુપ્રીમ કોર્ટના વકીલ એપી સિંઘને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં ઓછામાં ઓછા 121 લોકોના મોત થયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હતા. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મામલે એક્શનમાં છે. ઈવેન્ટ આયોજકો સામે FIR નોંધવામાં આવી છે. જો કે આ FIRમાં ભોલે બાબાનું નામ નથી. જણાવી દઈએ કે પ્રશાસને 80,000 લોકો માટે સત્સંગનું આયોજન કરવાની મંજૂરી આપી હતી. પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે નાસભાગ થઈ ત્યારે ત્યાં 2.5 લાખથી વધુ લોકો હાજર હતા. આ અંગે તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે.
આ પણ વાંચો - Hathras Stampede : મોતનો સત્સંગ કરનારા બાબાને… થઇ ચુકી છે દુષ્કર્મના કેસમાં જેલની સજા
આ પણ વાંચો - Hathras Stampede : અકસ્માત બાદ હાથરસ પહોંચ્યા CM યોગી, હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા…