Delhi News : દિલ્હીની શાળાઓમાં શિયાળુ વેકેશન, જાણો શાળાઓ ક્યારે અને કેટલો સમય બંધ રહેશે...
દિલ્હીની શાળાઓમાં શિયાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજધાનીની તમામ શાળાઓ 1 થી 6 જાન્યુઆરી સુધી બંધ રહેશે. આ વખતે શાળાઓમાં શિયાળાની રજાઓ માત્ર 6 દિવસની રહેશે. દિલ્હીની તમામ શાળાઓમાં 1 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
Delhi Government’s Directorate of Education issues circular for winter vacation in Delhi Govt Schools. The Winter Vacation for Academic Session 2023-2024 is scheduled to be observed from 1st January 2024 (Monday) to 6th January 2024 (Saturday) pic.twitter.com/P1GXIROySN
— ANI (@ANI) December 6, 2023
તમને જણાવી દઈએ કે નવેમ્બર મહિનામાં પ્રદૂષણને કારણે શિયાળાની રજાઓમાં થોડા દિવસોની રજાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રદૂષણને કારણે દિલ્હીમાં 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવામાં આવી હતી અને તેને શિયાળાના વેકેશનમાં સમાયોજિત કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Senthil Kumar Controversy : સેન્થિલ કુમાર કોણ છે, જેમના નિવેદનથી સંસદમાં મચ્યો હોબાળો…