Chandrayaan-3 Update : ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચતાની સાથે જ ચંદ્રયાને મોકલ્યો આ સંદેશ, જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યું...
ISRO એ ચંદ્રયાન-3ને લઈને મોટી સફળતા હાંસલ કરી છે. ચંદ્રયાનને શનિવારે મોડી સાંજે ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાન મળ્યું છે. અગાઉ, 14 જુલાઈએ લોન્ચ થયા બાદ ચંદ્રયાન-3 એ શુક્રવાર સુધી બે તૃતીયાંશ અંતર કાપ્યું હતું. જો બધું બરાબર રહ્યું તો 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 નું સોફ્ટ લેન્ડિંગ ચંદ્રની સપાટી પર કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, પૃથ્વીથી 3 લાખ 84 હજાર કિલોમીટરનું અંતર કાપીને ચંદ્રયાન ચંદ્રની કક્ષામાં પહોંચી ગયું છે. હવે ચંદ્રયાન-3 ચંદ્રની પરિક્રમા કરશે. ચંદ્રયાન હવે ચંદ્રની 5 વખત પરિક્રમા કરશે અને દરેક ભ્રમણકક્ષા પછી ચંદ્ર અને ચંદ્રયાન વચ્ચેનું અંતર ઘટશે અને છેલ્લી ભ્રમણકક્ષા પછી ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતરશે.
Chandrayaan-3 Mission:
“MOX, ISTRAC, this is Chandrayaan-3. I am feeling lunar gravity 🌖”
🙂Chandrayaan-3 has been successfully inserted into the lunar orbit.
A retro-burning at the Perilune was commanded from the Mission Operations Complex (MOX), ISTRAC, Bengaluru.
The next… pic.twitter.com/6T5acwiEGb
— ISRO (@isro) August 5, 2023
ચંદ્રયાન-3 ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે
જણાવી દઈએ કે 1 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષાથી ઉપર ઉભું કરવામાં આવ્યું હતું અને તેને ચંદ્ર તરફ વધારવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. ચંદ્રયાનને 'ટ્રાન્સલુનર ઓર્બિટ'માં મૂકવામાં આવ્યું હતું. ગયા મહિને લોન્ચ થયા બાદ અત્યાર સુધીમાં ચંદ્રયાન-3 ને ભ્રમણકક્ષામાં ઉભું કરવાની પ્રક્રિયા 5 વખત પૂર્ણ થઈ ચૂકી છે. ચંદ્રયાનને ચંદ્રની કક્ષામાં મૂકતા પહેલા પૃથ્વીની પરિક્રમા કરી છે. ચંદ્રયાન-3 એ ભારતનું ત્રીજું ચંદ્ર મિશન છે.
ચંદ્રયાન-3 ક્યારે ઉતરશે?
અત્યાર સુધી તમે સાંભળ્યું જ હશે કે ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. પરંતુ આજે ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ ઉતરાણની તારીખ બદલાઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે દાવો કર્યો છે કે હવે ચંદ્રયાન-3 નું લેન્ડિંગ એક અઠવાડિયા પછી થશે. મતલબ કે અગાઉ 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ના લેન્ડિંગની આગાહી કરવામાં આવી હતી. પરંતુ હવે નવા મૂલ્યાંકન અનુસાર, ચંદ્રયાન-3 23 ઓગસ્ટ પહેલા પણ ચંદ્ર પર ઉતરી શકે છે.
એટલે કે ચંદ્રયાન-3 અગાઉ નક્કી કરેલા સમયના થોડા દિવસો પહેલા પણ ચંદ્ર પર ઉતરી શકે છે. કેન્દ્રીય વિજ્ઞાન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ચંદ્રયાન-3 ક્યારે ઉતરશે. તેના પર તેણે જવાબ આપ્યો કે ઉતરાણ એકાદ અઠવાડિયા પછી થઈ શકે છે. જો કે, ચંદ્રયાન-3 એ ઇતિહાસ રચતા અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરતા પહેલા ઘણા પડકારોને પાર કરવા પડશે. હવે ચંદ્રયાન-3 માટે આગળની પ્રક્રિયા શું હશે? આગામી 18 દિવસ સુધી ચંદ્રયાન-3 ધીમે ધીમે ચંદ્રની આસપાસ ફરશે. ચંદ્રયાન જે રીતે પૃથ્વી પરથી દૂર ગયું, તે જ રીતે તે ચંદ્ર પર જશે.
આ પણ વાંચો : PM મોદી આજે લોન્ચ કરશે અમૃત ભારત સ્ટેશન યોજના, દેશના 508 રેલ્વે સ્ટેશનોની કાયાપલટ થશે