Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'બોલાવી લો મારા PS ને અને કરી લો પૂછપરછ' NEET Paper Leak મામલે તેજસ્વી યાદવે કેમ આવું કહ્યું ?

Tejashwi Yadav on NEET 2024 Paper Leak Case : દેશભરમાં આજે NEET Paper Leak નો મામલો ચર્ચામાં છે. આ મામલે હવે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી (former deputy chief minister of Bihar) અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવે (Tejashwi Yadav) અંગત સચિવની ભૂમિકા...
 બોલાવી લો મારા ps ને અને કરી લો પૂછપરછ  neet paper leak મામલે તેજસ્વી યાદવે કેમ આવું કહ્યું

Tejashwi Yadav on NEET 2024 Paper Leak Case : દેશભરમાં આજે NEET Paper Leak નો મામલો ચર્ચામાં છે. આ મામલે હવે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી (former deputy chief minister of Bihar) અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવે (Tejashwi Yadav) અંગત સચિવની ભૂમિકા સામે આવ્યા બાદ મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, હું મુખ્યમંત્રીને કહેવા માંગું છું કે બોલાવી લે PA અથવા PS ને અને પૂછપરછ કરી લે, જે પણ દોશી હોય તેમની ધરપકડ કરી લે. જો આ લોકોથી નથી થતું તું હું પોતે મુખ્યમંત્રીને કહી દઉ છું. જે પણ દોશી છે તેમની ધરપકડ કરી લો.

Advertisement

કેસને ડાયવર્ટ કરાવવામાં આવી રહ્યો છે તેજસ્વી યાદવ

NEET પેપર લીક કાંડમાં તપાસ RJD નેતા તેજસ્વી યાદવના અંગત સચિવ પ્રીતમ યાદવ સુધી પહોંચી છે. હવે આ મામલે તેજસ્વી યાદવે પોતે નિવેદન આપતા કહ્યું છે કે, મુખ્યમંત્રીએ PA, PS ને બોલાવીને પૂછપરછ કરવી જોઈએ, ેતેમણે સીધું કહ્યું કે જે એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે તે લાભાર્થી હોઈ શકે છે, પરંતુ માસ્ટરમાઇન્ડ અમિત આનંદ અને નીતિશ કુમાર છે. અમે ફોટો પણ શેર કર્યો છે. બીજી તરફ વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ડેપ્યુટી CM વિજય સિન્હાના નિવેદન પર કહ્યું કે તેમને કોઈ જાણકારી નથી અને EOU તેમને કંઈપણ જણાવતું નથી. તેજસ્વી યાદવે કહ્યું, 'તેઓ કિંગપિનને બચાવવા માગે છે, તેથી તેઓ કેસને ડાયવર્ટ કરી રહ્યાં છે, સમ્રાટ ચૌધરી સાથે આરોપીની તસવીર સામે આવી છે, તેના પર તમે શું કહેશો, મારા આસિસ્ટન્ટને બોલાવો અને જો તેણે ભૂલ કરી હોય તો તેની ધરપકડ કરો. અમને કોઈ સમસ્યા નથી પરંતુ મારું નામ ખેંચવાથી કોઈ ફાયદો થશે નહીં. તેજસ્વી યાદવે કહ્યું કે અમિત આનંદ પેપર લીકનો માસ્ટરમાઈન્ડ છે, તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

Advertisement

પેપર લીક કાંડમાં પ્રીતમ યાદવનું નામ સામે આવ્યું

જણાવી દઇએ કે, પેપર લીક કાંડમાં તેજસ્વી યાદવ સુધી કનેક્શન લંબાવવામાં આવ્યું છે. પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા અનુરાગ અને તેના કાકા સિકંદરને તેજસ્વીના PS સાથે સંબંધ હોવાનું કહેવાય છે. ભાજપનો દાવો છે કે NEET પેપર લીકના આરોપી સિકંદરનો લાલુ પરિવાર સાથે જૂનો સંબંધ છે અને તેથી કથિત રીતે તેજસ્વી યાદવના કહેવા પર તેમના PSએ સિકંદર માટે ગેસ્ટ હાઉસમાં એક રૂમ બુક કરાવ્યો હતો. બીજી તરફ બિહાર પોલીસનું ઈકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU) પેપર લીક કૌભાંડની તપાસ કરી રહ્યું છે. આ ક્રમમાં તેમણે તેજસ્વી યાદવના PS પ્રિતમ યાદવની પૂછપરછ કરી છે. ભાજપના આરોપો બાદ પેપર લીક કાંડમાં પ્રીતમ યાદવનું નામ સામે આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે બિહાર ઇકોનોમિક ઓફેન્સ યુનિટે બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવના પીએસની ગુપ્ત રીતે પૂછપરછ કરી છે. આ તપાસ આર્થિક ગુના એકમની કચેરીમાં જ હાથ ધરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે પીએસ પ્રિતમ યાદવે તેમના પર લાગેલા આરોપોને લઈને સવાલોના જવાબ આપ્યા છે.

આ પણ વાંચો - સુપ્રીમ કોર્ટે ફરી એકવાર NEET-UG 2024 કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો, NTA ને નોટિસ ફટકારી

Advertisement

આ પણ વાંચો - NEET paper leak case : હવે ચિન્ટુ-પિન્ટુની એન્ટ્રી….

Tags :
Advertisement

.